________________
૧૬૮
યતિલક્ષણ સમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૧૯
અવતરણિકા :
बुद्धिमता पुनरेतदालोच्य यद् विधेयं तदाह - અવતરણિકાર્ય :
સંયમ ગ્રહણ કર્યા પછી સંયમની વૃદ્ધિનો ઉચિત ઉપાય વિચારી શકે તે બુદ્ધિમાન કહેવાય, અને તેવા બુદ્ધિમાન સાધુએ વર્તમાનમાં સંઘયણ આદિનો હાસ જોઈને, સંઘયણ આદિ આલંબનનું આલોચન કરીને શું કરવું જોઈએ? કે જેથી સંયમનો નાશ ન થાય, તે બતાવવા માટે કહે છે –
ગાથા :
कालस्स य परिहाणी, संजमजुग्गाइ नत्थि खित्ताई । जयणाइ वट्टिअव्वं, ण उ जयणा भंजए अंगं ॥११९॥ (इति शक्यानुष्ठानारम्भस्वरूपं पञ्चमं लक्षणम् ।) कालस्य च परिहाणिः संयमयोग्यानि न सन्ति क्षेत्राणि ।
यतनया वर्तितव्यं न हु यतना भनक्त्यङ्गम् ॥११९॥ ગાથાર્થ :
અને કાળની પરિહાણી છે, સંયમયોગ્ય ક્ષેત્રો નથી, ચતના વડે વર્તવું જોઈએ, યતના સંયમરૂપી શરીરનો નાશ કરતી નથી. ૧૧૯
ટીકા :
'कालस्स य' गाहा, कालस्य वर्तमानरूपस्य परिहाणिासः, चशब्दात् तद्धासेन द्रव्य-क्षेत्रभावानामपि, अत एवाह-संयमयोग्यानि न सन्त्यधुना क्षेत्राणि, अतो यतनया आगमोक्तगुणदोषाश्रयणपरिहारलक्षणया वर्तितव्यं यापनीयम् । यतो न हुनैव यतना क्रियमाणा भनक्ति विनाशयत्यङ्गं प्रक्रमात् संयमशरीरमिति ॥२९४॥ (उपदेशमाला) ભાવાર્થ :
જે સાધુ સંસારથી ભય પામેલા છે અને સંસારથી છૂટવાના ઉચિત ઉપાયોને શાસ્ત્ર અનુસાર વિચારે છે, તેવા સાધુએ વર્તમાનમાં વિષમ સંયોગોમાં શું કરવું જોઈએ? કે જેથી ચારિત્રરૂપી સંયમનો નાશ ન થાય, અને તેનો યોગમાર્ગ અખ્ખલિત રીતે મોક્ષમાર્ગમાં પ્રવર્તે, તે માટે પ્રસ્તુત ગાથામાં ગ્રંથકાર કહે છે
વર્તમાનમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ ચારેની હાનિ છે અર્થાત સંયમનો અનુકૂળ એવાં દ્રવ્યો દુર્લભ છે, સંયમની વૃદ્ધિમાં સહાયક થાય એવું ક્ષેત્ર નથી, કાળ પણ એવો છે કે જે કાળમાં અતિશય જ્ઞાની કે વિશિષ્ટ કૃતધરની પ્રાપ્તિ થાય નહિ. આથી સંયમની વૃદ્ધિ કરવી અતિદુષ્કર છે. વળી, જીવના પરિણામો પણ પૂર્વના ઋષિઓ જેવા નથી; કેમ કે પૂર્વના ઋષિઓ સંયમ ગ્રહણ કર્યા પછી આખી જિંદગી નિરતિચાર ચારિત્રનું વહન કરનારા હતા, જ્યારે અત્યારે યતના કરનારા સાધુઓ પણ તેવા ઉત્તમ ભાવોવાળા નથી, કે યથોચિત યત્ન કરી શકે. આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયની વર્તમાનમાં હાનિ વર્તે છે.