________________
૧૬૬
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૧૮
વિવેકી સાધુઓ જે સંઘયણ આદિનું આલંબન લે છે, તે તેઓની ચારિત્રવૃદ્ધિનું કારણ બને છે, જે કારણથી ઉપદેશમાળામાં કહેવાયું છે જે આગળની ગાથામાં ગ્રંથકાર બતાવે છે. ૧૧૭ણા
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે શિથિલાચારીને સંઘયણ આદિનું આલંબન ચારિત્રના ઘાતને કરનારું છે. તેમાં સાક્ષીરૂપે ઉપદેશમાળાની ગાથા બતાવે છે
ગાથા :
-
संघयणकालबलदूसमारयालंबणाइ घित्तूणं ।
सव्वं चिय णियमधुरं, णिरुज्जमा उ पमुच्चंति ॥ ११८ ॥
संहननकालबलदूषमारकालम्बनानि गृहीत्वा । सर्वामेव नियमधुरां निरुद्यमास्तु प्रमुञ्चन्ति ॥११८॥
ગાથાર્થ :
સંઘયણનું આલંબન, કાળનું આલંબન, બળનું આલંબન, દુષમઆરાનું આલંબન ગ્રહણ કરીને નિરુધમવાળા સાધુઓ વળી, સર્વ જ નિયમધુરાને=સંયમધુરાને મૂકે છે. ૧૧૮॥
ટીકા ઃ
‘સંચયળ૦' હા, સંહનન-જાત-વા-તુમારાઽત્તમ્નનાનિ ગૃહીત્વા, યવુત મિદ્ય क्रियते ! नास्ति शारीरी शक्तिरिति संहननालम्बनं, नायं कालो दुर्भिक्षत्वान्नास्ति बलं मानसं धृतिरहितत्वात् तथा दुष्षमा वर्त्तते, क्लिष्टा चेयमाख्याता भगवता प्रागेव, तथा किं कुर्मो रोगाक्रान्ता वयम्, एवम्भूतान्यालम्बनान्यलीकावष्टम्भान्यादाय किं ? सर्वामेव कर्तुं शक्यामपि नियमधुरां = संयमभारोद्वहनलक्षणां निरुद्यमात्=शैथिल्यात् प्रकर्षेण मुञ्चन्ति = प्रमुञ्चन्तीति ॥ २९३ ॥ ( उपदेश -
માતા)
* પ્રસ્તુત ગાથામાં શિથિલાચારી સાધુ સંઘયણ આદિના આલંબનથી સંયમની ધુરાને મૂકે છે તેટલું જ કથન કર્યું છે. આમ છતાં પૂર્વગાથામાં કહેલ કે શિથિલાચારીઓને સંઘયણ આદિનું આલંબન ચારિત્રનું નાશક છે, અને શક્ય આરંભકને સંઘયણ આદિનું આલંબન ચારિત્રની વૃદ્ધિને કરનારું છે. તેથી તે પદાર્થને સ્પષ્ટ કરવા માટે ભાવાર્થમાં શિથિલાચારી અને શક્યઆરંભક બન્નેનું યોજન કરેલ છે.
ભાવાર્થ :
જે સાધુઓ યોગમાર્ગમાં શિથિલ પરિણામવાળા છે, તેઓ વિચારે છે કે વર્તમાનમાં સંઘયણ નબળું છે તેથી પોતાની શારીરિક શક્તિ નથી. આમ વિચારી છતી શક્તિએ નબળા સંઘયણનું અવલંબન લઈને જેઓ શક્તિ અનુસાર પણ સંયમમાં ઉદ્યમ કરતા નથી, પરંતુ ઉચિત સંયમક્રિયામાં પ્રમાદનો આશ્રય કરે છે, તેમનું સંયમ નાશ પામે છે. તેને બદલે જે સાધુઓ શક્ય આરંભ કરનારા છે, તેઓ આ જ