________________
૧૬૪
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૧૫-૧૧૬
પ્રમાદમાં પડે છે, જેના કારણે સંયમથી પાત થવાની પણ સંભાવના છે. આથી ગાથા-૧૧૩માં કહ્યું કે જે સાધુ અશક્ય અનુષ્ઠાન કરે છે તે પાછળથી પ્રચુર પ્રમાદમાં પડે છે. માટે વિચારકે કર્મના ઉદયથી અશક્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય છે એમ જાણીને અશક્ય અનુષ્ઠાનમાં યત્ન કરવો જોઈએ નહિ.
વળી, જે નિપુણ વિચારક છે તે “આત્મકલ્યાણ માટે કર્યું અનુષ્ઠાન કરવા યોગ્ય છે અર્થાતું કર્તવ્યરૂપ છે અને સાનુબંધ છે", તેનો વિચાર કરીને શક્ય અનુષ્ઠાનનો આરંભ કરે છે.
અહીં કર્તવ્યરૂપ અનુષ્ઠાન એ છે કે જે પોતાની ભૂમિકા પ્રમાણે શક્ય હોય, મોક્ષનું કારણ હોય અને બળવાન યોગોનો વ્યાઘાત કરનાર ન હોય. જેમ ઉપવાસઆદિ તપ બળવાન એવા સ્વાધ્યાય આદિ યોગનો વ્યાઘાત કરનાર ન હોય તો કર્તવ્ય બને.
વળી, સાનુબંધ અનુષ્ઠાન એ છે કે ઉત્સાહમાં આવીને અનુષ્ઠાન શરૂ કર્યા પછી શારીરિક આદિ ક્ષીણતા ન થાય તો ઉત્તરકાળમાં પણ સંયમયોગોની શક્તિ ક્ષીણ ન થાય અને સંયમની હાનિ ન થાય. જેમ કોઈ જીવ ઉત્સાહમાં આવીને પોતાની શક્તિ અનુસાર તપ કરતો હોય અને સ્વાધ્યાય આદિનો તત્કાલ વ્યાઘાત પણ થતો ન હોય, આમ છતાં જો તે તપથી શરીરમાં ક્ષીણતા આવે અને ઉત્તરમાં શારીરિક ક્ષીણતાના કારણે સ્વાધ્યાય સ્કૂલના પામે અને સંવેગની વૃદ્ધિ થતી અટકે, તો તે અનુષ્ઠાન સાનુબંધ અનુષ્ઠાન કહેવાય નહિ; પરંતુ સાનુબંધ અનુષ્ઠાન તેને કહેવાય જેથી સ્વાધ્યાય-સંવેગ વૃદ્ધિ પામે અને જે અધિક અધિક નિર્લેપતાનું કારણ હોય.
નિપુણપ્રજ્ઞાવાળા જીવો પોતે જે ધર્મઅનુષ્ઠાન સેવવા ઇચ્છતા હોય તે અનુષ્ઠાન પોતાની ભૂમિકા પ્રમાણે કર્તવ્ય છે કે નહિ અને પોતે તે ધર્મઅનુષ્ઠાન સાનુબંધ કરી શકશે કે નહિ તેવો નિર્ણય પ્રથમ કરે છે, અને ગીતાર્થગુરુ પાસેથી પણ તે ઉચિત છે કે નહીં તેનું જ્ઞાન કરીને તેમના વચન અનુસાર તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, જેથી તે અનુષ્ઠાન એકાંત કલ્યાણનું કારણ બને છે. I૧૧પા અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે કર્મના દોષથી જીવ અશક્ય અનુષ્ઠાનનો આરંભ કરે છે. હવે આત્મકલ્યાણના માર્ગમાં શક્ય અનુષ્ઠાનનો આરંભ બહુફળવાળો છે, તે બતાવવા માટે કહે છે –
ગાથા :
संघयणादणुरूवे, सक्कारंभे अ साहए बहुअं । चरणं निवडइ न पुणो, असंजमे तेणिमो गरुओ ॥११६॥ संहननाद्यनुरूपे, शक्यारम्भे च साधयति बहुकम् ।
चरणं निपतति न पुनरसंयमे तेनायं गुरुकः ॥११६।। ગાથાર્થ :
અને સંઘયણ આદિને અનુરૂપ શક્ય આરંભ હોતે છતે સાધુ ઘણું ચારિત્ર સાધે છે, વળી, અસંચમમાં પડતા નથી, તે કારણથી શક્ય આરંભ ગુરુક છે મહાફળવાળો છે. II૧૧બ્રા.