________________
૧૨૮
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૯૬-૯૭
આ રીતે આ ત્રણે પ્રકારના અપાત્ર જીવોને અપાયેલો ઉપદેશ તે જીવોના અહિતનું કારણ બને છે, માટે અપાત્રમાં દેશના આપવાનો નિષેધ છે. ૯૬ll
અવતરણિકા :
ગાથા-૯૨ થી ૯૬ સુધીમાં સ્થાપન કર્યું એ રીતે “પાત્રમાં દેશના આપવી જોઈએ પરંતુ અપાત્રમાં દેશના આપવી જોઈએ નહિ” એ અર્થ ફલિત થયો. ત્યાં કોઈને શંકા થાય કે પાત્રનો પક્ષપાત કરીને ઉપદેશ આપવામાં ભગવાનના વચનનો સંકોચ કરવા દ્વારા સર્વ જીવો પ્રત્યે તુલ્યપણારૂપ મધ્યસ્થભાવ રહેશે નહીં. તેનું નિરાકરણ કરવા માટે કહે છે – ગાથા :
ण य एवं संकोए, ण जुज्जए तत्थ पुण य तुल्लत्तं । जं तं मज्झत्थत्तं, अविक्खणओ सव्वतुल्लत्तं ॥१७॥ न चैवं सङ्कोचे, न युज्यते तत्र पुनश्च तुल्यत्वम् ।
यत्तन्मध्यस्थत्वं, अपेक्षणतः सर्वतुल्यत्वम् ॥१७॥ ગાથા -
અને જીવંત્રએ રીતે પૂર્વમાં બતાવ્યું કે પાત્રમાં જ દેશના આપવી જોઈએ, અપાત્રમાં નહીં, એ રીતે, સંકોચ કરાયે છતે=પાત્રમાં જ દેશના આપવારૂપ સંકોચ કરાયે છતે, ત્યાં વળી દેશનામાં વળી, તુલ્યપણું=સર્વ જીવો પ્રત્યે તુલ્યપણું, નથી ઘટતું એમ નહીં; જે કારણથી તે મધ્યસ્થપણું દેશનાના વિષયમાં વર્તતું મધ્યસ્થપણું, અપેક્ષાથી જ પાત્રમાં આપવારૂપ અને અપાત્રમાં નહીં આપવારૂપ અપેક્ષાથી જ, સર્વતુલ્યત્વરૂપ છે=સર્વ જીવો પ્રત્યે સમાન ભાવરૂપ છે. II II ભાવાર્થ :
પૂર્વની ગાથા-૯૩ થી ૯૬માં સ્થાપન કર્યું એ રીતે ઉપદેશકે પાત્રમાં દેશના આપવી જોઈએ પરંતુ અપાત્રમાં દેશના આપવી જોઈએ નહિ. આ પ્રમાણે ભગવાનનું વચન હોવાથી પાત્ર-અપાત્રનો નિર્ણય કરીને દેશના આપવામાં આવે તો જ ઉપદેશકની તે દેશના સુદેશના બને છે. ત્યાં કોઈને શંકા થાય કે આ રીતે દેશના આપવામાં સંકોચ કરવાથી સાધુનો મધ્યસ્થભાવ રહેશે નહીં, પરંતુ “આ જીવોને મારે દેશના આપવી છે, અન્ય જીવોને નહીં એવો પક્ષપાતવાળો પરિણામ થશે, અને તેવો દેશનામાં પક્ષપાતનો પરિણામ કરવાથી સર્વ જીવો પ્રત્યે સમભાવના પરિણામરૂપ તુલ્યપણું સંગત થશે નહીં, અને તેમ કરવાથી ઉપદેશકના સમભાવના પરિણામનો નાશ થશે.” તેને ગ્રંથકાર કહે છે કે આ રીતે દેશનામાં સર્વ જીવો પ્રત્યે તુલ્યપણું ઘટતું નથી એમ નહીં અર્થાત્ આ રીતે દેશના કરવાથી જ સર્વ જીવો પ્રત્યે તુલ્યત્વ સંગત છે; કેમ કે જે ઉપદેશકને બધા જીવો પ્રત્યે સમભાવ હોય તે ઉપદેશક સર્વ જીવોના હિતને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરે, અન્ય નહીં; અને આવા સમભાવવાળા સાધુ “આ મારી દેશનાથી પાત્રનું હિત થશે તેવો નિર્ણય કરીને પાત્રના હિતને અર્થે દેશના આપે, અને અપાત્રનું અહિત થશે તેમ જાણી તેનું અહિત