________________
યતિલક્ષણસમુચ્ચય પ્રણ | ગાથા : ૯૯-૧૦૦
૧૩૧
ગાથાર્થ :
ક્યારેક આકુટિકઆદિજનિત ચારિત્રના અતિચારને કોઈ રીતે જાણીને, વિમલશ્રદ્ધાવાળા મુનિઓ વિકટનાથી આલોચનાથી, શોધન કરે છે. II૯૯II ભાવાર્થ :
સાધુમાં ઉત્તમશ્રદ્ધા હોય છે અને તેથી શક્તિના પ્રકર્ષથી ભગવાનના વચનઅનુસાર દરેક ઉચિત પ્રવૃત્તિ કરતા હોય છે, અને પોતાના સંયમમાં ક્યાંય અતિચાર ન લાગે તે માટે અતિચારોનું સ્મરણ કરીને અતિચારના પરિવાર માટે પણ યત્ન કરતા હોય છે. આવા પણ સાધુઓને અનાદિભવઅભ્યસ્ત પ્રમાદને કારણે સંયમમાં અતિચાર લાગે તે પણ સંભવિત છે. તે સમયે તે ઉત્તમશ્રદ્ધાવાળા સાધુઓ ક્યારેક પણ અતિચાર લાગ્યો હોય તો તે અતિચારને કોઈક રીતે જાણીને અર્થાત્ સ્વયં જાણીને કે સહવર્તી સાધુની સારણાદિથી જાણીને, આકુટ્ટિકઆદિ ચાર ભેદોમાંથી થયેલા તે અતિચારની શાસ્ત્રવિધિ અનુસાર આલોચનાથી અવશ્ય શુદ્ધિ કરે છે; અને જે સાધુઓ સંયમજીવનમાં અતિચાર લાગવા છતાં તે અતિચારને જાણવા માટે યત્ન કરતા નથી, અથવા જાણ્યા પછી આલોચના માટે યત્ન કરતા નથી, તેઓમાં નિર્મળશ્રદ્ધા–ઉત્તમશ્રદ્ધા, નથી.
જેમ વિવેકી પથિક કોઈક પ્રયોજને કંટકઆકીર્ણ ભૂમિમાંથી જતો હોય તો કાંટો ન લાગે તે રીતે ઉપયોગપૂર્વક ગમન કરે છે, છતાં ક્વચિત્ કાંટો લાગ્યો હોય તો તુરંત કાંટો નીકળે નહીં તોપણ લાગેલા કાંટાને યાદ રાખીને સ્થાને પહોંચ્યા પછી અવશ્ય કાઢે છે, પણ તે લાગેલા કાંટાની ઉપેક્ષા કરતો નથી; તેમ સંયમજીવનમાં યત્ન કરનાર સાધુને પણ ઉપયોગની સ્કૂલના કરે તેવાં નિમિત્ત સંસારમાં ઘણાં વિદ્યમાન હોય છે, તેથી ભગવાનના વચન અનુસાર સુદઢ યત્ન કરનાર સાધુને પણ કોઈક નિમિત્તને પામીને ખલના થાય તો કંટક તુલ્ય અતિચારની પ્રાપ્તિ થાય; અને જેમ શરીરમાં રહેલો કાંટો કાઢી નાંખવામાં ન આવે તો દેહનો વિનાશ કરે છે, તેમ ચારિત્રમાં લાગેલો અતિચાર જો શોધન કરીને કાઢી નાંખવામાં ન આવે તો ચારિત્રનો વિનાશ કરે છે. તેથી ઉત્તમશ્રદ્ધાવાળા મુનિઓ લાગેલા અતિચારને જાણીને જો તરત શુદ્ધ થાય તેવો હોય તો તેવા અતિચારને તરત દૂર કરે છે, અને જે અતિચારો ગુરુ પાસેથી આલોચના આદિના ક્રમથી શુદ્ધ થાય તેમ હોય તે અતિચારોને તે રીતે શુદ્ધ કરે છે. વળી, સાધુને જે અતિચાર લાગે છે તે આકુટિકઆદિ ચાર ભેદવાળા છે, જેનું સ્વરૂપ ગ્રંથકાર આગળની ગાથામાં બતાવે છે. કેટલા અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે વિમલ શ્રદ્ધાવાળા સાધુ આકુકિઆદિજનિત અતિચારનું શોધન કરે છે. તેથી હવે અતિચારના આકુટ્ટિકઆદિ ચાર ભેદ કહે છે –
ગાથા :
आउट्टिआ उविच्चा, दप्पो पुण होइ वग्गणाइओ । विगहाइओ पमाओ, कप्पो पुण कारणे करणं ॥१०॥