________________
૧૩૮
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૦૨
વળી, આ=આગળમાં કહે છે એ, ભાવાર્થ છે=ગાથાનો તાત્પર્યાર્થ છે. જે પ્રમાણે અહીં=સંસારમાં, પ્રમાદવાળા સાધકને વિદ્યા ફળ દેનારી થતી નથી–સિદ્ધ થતી નથી, અને ગ્રહસંક્રમાદિ અનર્થને સંપાદન કરે છે અર્થાત્ વિદ્યાસાધકના શરીરમાં ગાંડપણના સંક્રમણ આદિરૂપ અનર્થને પેદા કરે છે, તે પ્રમાણે શીતલ વિહારવાળા અર્થાત્ શિથિલ આચારવાળા સાધુઓને જિનદીક્ષા પણ સુગતિની પ્રાપ્તિ માટે કેવળ નથી થતી એમ નહિ, પરંતુ આર્યમંગુ આચાર્યની જેમ દેવદુર્ગતિ અને દીર્ઘ ભવભ્રમણરૂપ અપાયને–અનર્થને કરે છે.
અને કહ્યું છેઃશિથિલ આચારવાળા સાધુને દીક્ષા ભવભ્રમણ માટે થાય છે એમ કહ્યું તેનો અર્થ આ પ્રમાણે છે- શીતલવિહારથી=સંયમના શિથિલ આચારથી, ખરેખર નિયોગથી નક્કી, ભગવાનની આશાતના છે. તેનાથી=ભગવાનની આશાતનાથી, ક્લેશબહુલ=ઘણા ફ્લેશવાળો, સુદીર્ઘ ભવ છે; જે કારણથી કહેવાયું છે- તીર્થકર, પ્રવચન અને શ્રુતની, આચાર્યની, ગણધરની અને મહર્ધિકની આશાતના કરતો બહુધા=પ્રાયઃ અનંત સંસારી કહેવાયો છે. ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. તે કારણથી=શિથિલ આચારવાળો દીક્ષા લઈને સદ્ગતિ પામતો નથી, પરંતુ ખરાબ દેવપણાને અને દીર્ઘ ભવભ્રમણને પ્રાપ્ત કરે છે, તે કારણથી, સાધુએ અપ્રમાદી થવું જોઈએ. તિ' શબ્દ ગાથાના ભાવાર્થની સમાપ્તિ માટે છે. અને આર્યમંગૂની કથા આ પ્રમાણે છે :
આર્યમંગૂ આચાર્યની કથા સ્વસમય, પરસમયરૂપ સુવર્ણન કરવા માટે કસોટીપત્થર જેવા આર્યમંગૂસૂરિ, અહીં ભરતક્ષેત્રમાં હતા. વળી, બહુ ભક્તિથી યુક્ત, શુશ્રુષા ગુણવાળા શિષ્યોને સૂત્ર અને અર્થ આપવામાં તત્પર હતા. [૧
આનાથી એ ફલિત થયું કે આર્યમંગૂસૂરિ સ્વદર્શન અને પરદર્શનના પરમાર્થને જાણનારા હતા અને ઘણા જીવોને બોધ પમાડીને યોગ્ય શિષ્યો બનાવ્યા હતા. તે શિષ્યો ગુરુ પ્રત્યે ભક્તિવાળા હતા અને તત્ત્વ સાંભળવામાં જિજ્ઞાસાવાળા હતા. તેવા શિષ્યોને સૂત્ર-અર્થ આપવામાં તે આચાર્ય અત્યંત અપ્રમાદી હતા.
સદ્ધર્મદેશનાથી ભવ્ય લોકોના સમૂહને પ્રતિબોધ કરનારા હતા અને ક્યારેક વિહારથી મથુરાનગરીમાં પ્રાપ્ત થયા=મથુરાનગરીમાં આવ્યા. તેરા
આનાથી એ ફલિત થયું કે મથુરાનગરીમાં આર્યમંગૂસૂરિ આવ્યા ત્યાં સુધી અત્યંત અપ્રમાદથી શિષ્યો પર અને લોકો પર ઉપકાર કરતા હતા. ત્યારપછી,
ગાઢ પ્રમાદરૂપી પિશાચથી ગૃહીત થયેલા હૃદયવાળા, તપ-ચારિત્ર મૂકી દીધાં છે એવા અર્થાત્ ભાવથી તપ અને ચારિત્રમાં ઉદ્યમ વગરના એવા તે આર્યમંગૂસૂરિ ત્રણ ગારવમાં પ્રતિબંધવાળા અને શ્રાવકોમાં મમત્વના પરિણામવાળા થયા. /all
અનવરત ભક્ત લોકોથી અપાતાં રુચિકર એવાં અન્ન અને વસ્ત્રના લોભથી લાંબા સમય સુધી ત્યાં જ રહ્યા અને ઉઘતવિહારનો ત્યાગ કર્યો સંયમમાં અપ્રમાદભાવનો ત્યાગ કર્યો. .