________________
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૧૦૮
અવતરણિકા :
સંયમ ગ્રહણ કર્યા પછી કોઈ સાધુ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરતા હોય તો તેના કારણે સત્તામાં રહેલાં કર્મોના અનુબંધનો વિચ્છેદ થાય; છતાં જો સત્તામાં રહેલાં સર્વ કર્મોની અનુબંધશક્તિ દૂર ન થાય તો મોક્ષમાર્ગમાં અપ્રમાદથી કરાતી પ્રવૃત્તિમાં કંટક, જ્વર અને દિગ્મોહ જેવાં પ્રતિબંધક કર્મોના વિપાકથી યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિઘ્ન આવે. તેથી અપ્રમાદથી સંયમમાં યત્ન કરનાર સાધુનો યોગમાર્ગ અસ્ખલિત પ્રવર્તી શકતો નથી. તેથી ગાથા-૧૦૬માં કહેલ કે ‘સંયમમાં કરાયેલ અપ્રમાદ શીઘ્ર મોક્ષલાભનો હેતુ છે' તે કઈ રીતે સંગત થાય ? એથી કહે છે
-
ગાથા :
पडिबंधाओ वि अओ, कंटगजरमोहसंनिभाओ अ ।
हवइ अणुबंधविगमा, पयाणभंगो ण दीहयरो ॥ १०८ ॥ प्रतिबन्धादप्यतः कण्टकज्वरमोहसन्निभाच्च । भवत्यनुबन्धविगमात्प्रयाणभङ्गो न दीर्घतरः ॥ १०८॥
૧૫૩
ગાથાર્થ :
=અને, અયો-આનાથી=સંયમયોગમાં કરાયેલા અપ્રમાદથી, અનુબંધવિમા=અનુબંધના વિગમનને કારણે, કંટક, જ્વર અને દિગ્મોહ જેવા પ્રતિબંધથી પણ રીયો=દીર્ઘતર પ્રયાણભંગ, -થતો નથી. ૧૦૮
ભાવાર્થ :- સંયમયોગમાં પ્રવૃત્તને વિઘ્નો :
સંયમ ગ્રહણ કર્યા પછી કોઈ સાધુ અપ્રમાદભાવથી સર્વ ઉચિત ક્રિયાઓ કરતા હોય તો સત્તામાં રહેલાં કર્મોની અનુબંધશક્તિનો વિચ્છેદ થાય છે. આમ છતાં આવા અપ્રમાદી સાધુને પણ કર્મના ઉદયથી કંટક જેવાં જધન્ય વિઘ્ન, જ્વર જેવાં મધ્યમ વિઘ્ન અને દિગ્મોહ=દિશાચૂક જેવાં મિથ્યાત્વ મોહનીયના ઉદયરૂપ ઉત્કટ વિઘ્ન આવે તો સંયમનો પ્રતિબંધ થાય છે અર્થાત્ સંયમનો પરિણામ અટકી જાય છે અને મોક્ષમાર્ગની પ્રવૃત્તિ સ્ખલના પામે છે; પરંતુ ત્યારે પણ પૂર્વમાં સેવાયેલા અપ્રમાદના કારણે અનુબંધશક્તિનું વિગમન થયું હોવાથી, ત્રણે પ્રકારનાં વિઘ્નોમાંથી કોઈપણ વિઘ્નથી થયેલો પ્રયાણભંગ દીર્ઘત૨ કાળ માટે થતો નથી; અને કર્મના ઉદયથી આવેલાં વિઘ્નોના કારણે સંયમયોગની પ્રવૃત્તિ અલ્પકાળ માટે સ્ખલિત થઈ હોવા છતાં, વિઘ્નને દૂર કરવા માટે ઉચિત યત્ન કરવાથી પૂર્વમાં સેવાયેલા અપ્રમાદના કારણે અપ્રમાદભાવના સંસ્કારો જાગૃત થાય છે, અને તેથી રત્નત્રયીની પ્રવૃત્તિ ફરી શરૂ થાય છે, જેનાથી સંસારનો ઉચ્છેદ થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી અપ્રમાદથી યત્ન કરતા નથી, તેઓમાં વર્તતા પ્રમાદભાવથી તેઓ સત્તામાં રહેલા કર્મની અનુબંધશક્તિનો નાશ કરતા નથી. તેથી તે સાધુને જો કંટકઆદિ ત્રણ વિઘ્નોમાંથી કોઈપણ વિઘ્ન આવે તો પાત થાય છે, અને તે પાત દીર્ઘતર પ્રયાણભંગનું કારણ બને તેવી સંભાવના રહે છે; કેમ કે સંયમ ગ્રહણ કર્યા પછી પણ તે સાધુએ અપ્રમાદભાવના