________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૦૮-૧૦૯
૧૫૫
જેમ મુસાફરને દિશાનો મોહ થાય ત્યારે જાણકારને પૃચ્છા કરીને “આ દિશા ઈષ્ટ નગર તરફ જનાર છે' તેવો નિર્ણય થાય તો ગમનનો ઉત્સાહ થાય; તેમ સાધુને પણ મિથ્યાત્વના ઉદયથી ઉચિત દિશામાં યત્ન કરવામાં ભ્રમ થાય ત્યારે, ગીતાર્થગુરુને પોતાને થયેલા ભ્રમ વિષે પૃચ્છા કરે, અને તેમના વચનને પરતંત્ર થઈને યોગમાર્ગમાં યત્ન કરે, તો ઉચિત ક્રિયાઓથી અપેક્ષિત ભાવો થાય છે; જેથી પોતાની દિશા સાચી છે તેવો સ્થિર નિર્ણય થાય છે અને ફરી ગમનનો ઉત્સાહ પ્રગટે છે, અને સ્કૂલના પામેલી ચારિત્રની પ્રવૃત્તિનો ફરી પ્રારંભ થાય છે.
અહીં વિશેષ એ છે કે દિગ્બોહના વિષયમાં અદત્તનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. તે સ્થાનમાં ચારિત્રની પ્રવૃત્તિ એક ભવને આશ્રયીને ગ્રહણ કરેલ નથી પરંતુ મોક્ષરૂપ ફળપ્રાપ્તિ સુધીની ગ્રહણ કરેલ છે. અદ્દત્તના દષ્ટાંતમાં અદત્ત સંયમ ગ્રહણ કર્યા પછી સંયમયોગમાં સમ્યગુ યત્ન કરીને સંયમ પાળે છે; આમ છતાં સંયમપાલનના કાળમાં ગુરુ પ્રત્યે તેને અલ્પ દ્વેષ થયેલ, જેના કારણે દુર્લભબોધિ કર્મ બંધાયું, અને અન્ય ભવમાં જ્યારે તે વિપાકમાં આવ્યું ત્યારે તેની મોક્ષમાર્ગની પ્રવૃત્તિ અલના પામી, જે મોક્ષમાર્ગની પ્રવૃત્તિ પોતાના ભાઈ દ્વારા પ્રતિબોધ પામ્યા ત્યાર પછી શરૂ થઈ.
જે સાધુ આ ભવમાં સમ્યગુ ચારિત્ર પાળે છે અને છતાં કેવળજ્ઞાન ન પામે તો દેવભવમાં જાય છે, તોપણ તેઓની મોક્ષમાર્ગની પ્રવૃત્તિ સ્કૂલના પામતી નથી. જેમ ઈષ્ટનગરમાં જનાર મુસાફર થાક લાગે ત્યારે શક્તિસંચય માટે સૂએ છે, તે કોઈ વિઘ્ન નથી, તેમ સંયમની શક્તિના સંચય માટે પ્રાપ્ત થયેલા દેવભવમાં તે સાધુ શક્તિસંચય કરીને ફરી મનુષ્યભવને પામીને વિશેષથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. તેથી એક ભવમાં યોગમાર્ગ પૂર્ણ ન સેવી શકે અને દેવભવમાં જાય તેવા સાધુને આશ્રયીને આ ત્રણ વિદ્ગો છે તેમ કહેલ નથી, પરંતુ જે સાધુની મોક્ષની પ્રવૃત્તિ શરૂ થયા પછી કંટક, જ્વર કે દિગ્મોહ જેવાં ત્રણ વિપ્નોમાંથી કોઈપણ વિપ્ન આવે અને ગીતાર્થગુરુને આધીન થઈ ઉચિત ઉપાય દ્વારા તે વિઘ્નોને દૂર કરે તો અલ્પકાળ માટે ખુલના પામેલી મોક્ષમાર્ગની પ્રવૃત્તિ તે જ ભવમાં ફરી શરૂ થાય છે. ll૧૦૮
અવતરણિકા :
જે સાધુ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરે છે તેને કંટક-જ્વર આદિ વિદનોથી પ્રયાણભંગ થાય તોપણ દીર્ઘતર પ્રયાણભંગ થતો નથી એમ પૂર્વગાથામાં કહ્યું. દીર્ઘતર પ્રયાણભંગ કેમ થતો નથી ? તે યુક્તિથી બતાવે છે –
ગાથા :
खाओवसमिगभावे, दढजत्तकयं सुहं अणुट्ठाणं । परिवडिअं पि य हुज्जा, पुणो वि तब्भाववुड्किरं ॥१०९॥ क्षायोपशमिकभांवे दृढयत्नकृतं शुभमनुष्ठानम् । प्रतिपतितमपि च भवेत्पुनरपि तद्भाववृद्धिकरम् ॥१०९।।