________________
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૧૦૮ સંસ્કારો પાડ્યા નથી, તેથી પાત થયા પછી શીઘ્ર રત્નત્રયીની પ્રવૃત્તિ ફરી શરૂ થવાની સંભાવના ઓછી રહે છે.
૧૫૪
વળી, જે સાધુ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરે છે તે સાધુનાં કર્મોની અનુબંધશક્તિ મોટે ભાગે નાશ પામે છે. તેથી ત્રણમાંથી કોઈપણ વિઘ્ન આવે તો સંયમની પ્રવૃત્તિ અલ્પકાળ માટે અટકે, પણ દીર્ઘતર પ્રયાણભંગ થતો નથી. માટે કલ્યાણના અર્થી સાધુએ સંયમ ગ્રહણ કર્યા પછી અપ્રમાદથી સંયમમાં યત્ન કરવો જોઈએ, જેથી કોઈપણ વિઘ્નથી સંયમની પ્રવૃત્તિ અટકે તોપણ દીર્ઘ સંસારપરિભ્રમણ થાય નહિ.
સંયમયોગમાં પ્રવૃત્તને જે ત્રણ પ્રકારનાં વિઘ્ન આવી શકે છે, તે આ રીતે
:
(૧) કંટકતુલ્ય-જઘન્ય વિઘ્ન ઃ અનાદિકાળથી જીવનો સુખશીલ સ્વભાવ છે. તેથી સંયમ ગ્રહણ કર્યા પછી કોઈક નિમિત્તને પામીને સંયમનું કષ્ટમય જીવન અસહ્ય લાગે તો સમભાવ માટેનો તેનો યત્ન સ્ખલના પામે છે અને સુખશીલ સ્વભાવને કારણે સંયમમાં અરિત થાય છે.
આ અરતિ દૂર કરવા વિવેકી સાધુ કંટક જેવાં સંયમનાં બાહ્ય કષ્ટોને દૂર કરવા અર્થે તિતિક્ષાભાવના કરે કે આ બાહ્ય કષ્ટો શરીરને બાધા કરે છે મને બાધા કરતાં નથી. કેવળ દેહ પ્રત્યેના મમત્વના કા૨ણે મારી મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં વિઘ્ન થાય છે. આ મમત્વભાવ દૂર કરી સંયમયોગમાં સ્થિર થાઉં.” આ રીતે બાહ્ય કષ્ટો પ્રત્યે નિરપેક્ષ પરિણામ થાય તે પ્રકારે આત્માને ભાવિત કરે, જે તિતિક્ષાભાવના છે. આ તિતિક્ષાભાવનાથી બાહ્ય કષ્ટો પ્રત્યે નિરપેક્ષ પરિણામ થવાથી અને સુખશીલ સ્વભાવ દૂર થવાથી સંયમયોગની પ્રવૃત્તિ અસ્ખલિત થાય છે.
:
(૨) જ્વરતુલ્ય-મધ્યમ વિઘ્ન ઃ જેમ નગર તરફ જનાર મુસાફરને શરીરમાં જ્વર હોય તો ગમનક્રિયા સ્ખલના પામે છે, તેમ સંયમયોગમાં દૃઢ યત્ન કરનાર સાધુને પણ શરીરમાં રોગાદિ ઉત્પન્ન થાય તો જડતાના કારણે સમતાના પરિણામની વૃદ્ધિમાં દઢ યત્ન થઈ શકતો નથી. તે વખતે વિવેકી સાધુ શરીરનાં વિષમ સંજોગોમાં પણ વીર્ય શિથિલ ન થાય તઅર્થે “હું દેહથી પૃથક્ છું. આ જ્વર દેહને બાધા કરે છે, મને બાધા કરતો નથી.” આમ વિચારીને સાધુ રોગાદિ પ્રત્યે ઉપેક્ષા કરીને સમતાની વૃદ્ધિના ઉપાયમાં દૃઢ યત્ન કરે તો આ વિઘ્નનો જય કરી શકે છે.
વળી, તે પ્રકારની ભાવનાથી પણ જો સાધુનો દૃઢ ઉપયોગ સંયમયોગમાં પ્રવર્તી ન શકે તો રોગના શમન અર્થે ‘‘હિતાહાર-મિતાહાર” દ્વારા અને અંતે ઔષધ દ્વારા રોગને દૂર કરવા પણ યત્ન કરે, જેથી સંયમયોગની પ્રવૃત્તિ અસ્ખલિત થાય.
(૩) દિગ્મોહતુલ્ય - ઉત્કૃષ્ટ વિઘ્ન ઃ જેમ કોઈ મુસાફર કોઈ નગર તરફ જતો હોય અને તે નગરની દિશામાં તેને મોહ પેદા થાય અર્થાત્ આ દિશા સાચી છે કે નહિ ? તેવો સંશય પેદા થાય, તો ગમનનો ઉત્સાહ થતો નથી; તેમ સંયમ ગ્રહણ કર્યા પછી મોહના પરિણામવાળા સાધુ બાહ્ય રીતે સંયમમાં યત્ન કરતા હોય તોપણ લક્ષને અભિમુખ તેમની ક્રિયા થઈ નથી. વળી, તેને શંકા થાય કે મારી આ સંયમની પ્રવૃત્તિ નિર્જરાનું કારણ થઈને મોક્ષનું કા૨ણ થશે કે નહિ ? અને સંયમના ઉ૫૨ ઉપ૨ના કંડકોની વૃદ્ધિ માટે અપેક્ષિત ભાવોને પોતે જોઈ ન શકે, તેથી કઈ દિશામાં જવું તેનો નિર્ણય ન થઈ શકવાને કારણે તેમને ગમનનો ઉત્સાહ થતો નથી.