________________
૧૫૨
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૦૬-૧૦૭
તેની જ પુષ્ટિ કરવા માટે કહે છે કે સંયમ ગ્રહણ કર્યા પછી સાધુનો જેટલો કાળ મૂળ-ઉત્તરગુણની સ્કૂલના વિના પસાર થયો, તેટલો જ કાળ નિશ્ચયનયથી પ્રવ્રજ્યાનો પર્યાય ગણાય છે. તેથી એ ફલિત થાય કે સાધુ જેટલો કાળ મૂળ-ઉત્તરગુણમાં સ્કૂલના વગર પ્રયત્ન કરે છે તેટલો કાળ સર્વ પાપોનો નાશ કરવામાં યત્ન કરે છે; કેમ કે પ્રવજ્યા એ સર્વ પાપોના પ્રાયશ્ચિત્તરૂપ છે, અને પ્રમાદથી જેટલો કાળ પ્રવ્રજ્યામાં યત્ન કરતા નથી તેટલો કાળ પાપનો નાશ કરતા નથી, આથી પાપના નાશને અનુકૂળ એવો પ્રવજ્યાનો પર્યાય તેટલો કાળ નથી. તેથી તેટલો કાળ સાધુ મોક્ષગમનના યત્નવાળા નથી; અને જેટલો કાળ અપ્રમાદભાવથી યત્ન કરે છે, તેટલો કાળ મોક્ષગમનના યત્નવાળા છે. ||૧૦૬ll અવતરણિકા :
સંયમમાં કરાયેલો અપ્રમાદ મોક્ષનું કારણ બને છે તે વાત પૂર્વગાથામાં બતાવી. હવે કોઈ સાધુના કર્મોમાં અશુભ અનુબંધ હોય તો તેનો પણ નાશ અપ્રમાદથી થઈ શકે છે, તે બતાવવા માટે કહે છે – ગાથા :
कम्माणं अपमाया, अणुबंघावणयणं च होज्जाहि । (अर्थतः) तत्तो अकरणणियमो, दुक्खक्खयकारणं होइ ॥१०७॥ कर्मणामप्रमादादनुबन्धापनयनं च भवेत् ।
ततोऽकरणनियमो दुःखक्षयकारणं भवति ॥१०७।। ગાથાર્થ :-.
અને અપ્રમાદથી=સંયમ ગ્રહણ કર્યા પછી સંયમયોગમાં કરાયેલા અપ્રમાદથી, કર્મોના અનુબંધનું અપનયન થાય છે. તેનાથી કર્મોના અનુબંધના અપનચનથી, અકરણનો નિયમ પાપના અકરણનો નિયમ, દુઃખક્ષયનું કારણ થાય છે સંસારક્ષચનું કારણ થાય છે. I૧૦ell ભાવાર્થ -
જીવ અનાદિ કાળથી સંસારની પ્રવૃત્તિ કરીને અવિરતિપાદક કર્મોની અનુબંધશક્તિનો સંચય કરે છે. આવો જીવ કોઈક નિમિત્તને પામીને સંયમ ગ્રહણ કરે તોપણ અવિરતિઆપાદક કર્મોની અનુબંધ શક્તિ હોવાથી પાત થવાનો ભય રહે છે. આમ છતાં સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી સંયમની સર્વ ઉચિત ક્રિયાઓમાં અપ્રમાદ કરે તો તેનાં ઉદયમાં આવતાં અવિરતિપાદક કર્મો નાશ પામે છે, અને સત્તામાં રહેલાં અવિરતિઆપાદક કર્મોની અનુબંધશક્તિ દૂર થાય છે. તેથી સત્તામાં રહેલાં અવિરતિઆપાદક કર્મો અનુબંધશક્તિ વગરનાં થયેલાં હોવાથી તે જીવમાં પાપના અકરણનો નિયમ પ્રગટે છે. પાપના અકરણનો નિયમ, સંસાર ચલાવે અને જીવને કદર્થના કરે તેવાં દુઃખ આપનારાં કર્મોના ક્ષયનું કારણ બને છે. તેથી સંયમ ગ્રહણ કર્યા પછી સાધુએ અપ્રમાદપૂર્વક સંયમમાં યત્ન કરવો જોઈએ, જેથી કર્મોમાં સંસારના પ્રવાહને ચલાવે તેવી શક્તિનો નાશ થાય, અને જીવમાં સદા માટે પાપ નહિ કરવાનો પરિણામ પ્રગટે, અને તે પરિણામને કારણે દુઃખ પેદા કરનારાં એવાં સર્વ કર્મોનો ક્ષય થાય. ||૧૦૭