________________
૧૫૬
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૦૯
ગાથાર્થ :
ક્ષાયોપથમિક ભાવ હોતે છતે મિથ્યાત્વમોહનીચનો અને તે અનુષ્ઠાનની વિધિના બોધના પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષાયોપથમિકભાવ હોતે છતે, દઢ યત્નથી કરાયેલું જે શુભ અનુષ્ઠાન, તે પ્રતિપતિત પણ=ભ્રષ્ટ પણ, તે ભાવની ફરી પણ વૃદ્ધિને કરનારું થાય જ છે. ll૧૦લા
* અહીં ગાથામાં “યત્” અને “તદ્' અધ્યાહાર છે.
* “વિડિdi fજ ૨' માં “ઘ' શબ્દ છે તેના સ્થાને પંચાશકમાં “દુ' શબ્દ છે અને તે અવધારણ અર્થમાં છે અર્થાત “વિના અર્થમાં છે અને તેનો અન્વય “દુન્ના' પછી છે.
* ‘પ્રતિપતિતમપિ' માં “મપિ' થી એ કહેવું છે કે તેવા પ્રકારના દોષથી ભ્રષ્ટ ન થયું હોય તો તો ફરી તદ્ભાવની વૃદ્ધિને કરનારું છે, પણ ભ્રષ્ટ થયું હોય તોપણ ફરી તદ્ભાવની વૃદ્ધિને કરનારું છે. ટીકા :___ 'खाओवे'त्यादि, क्षायोपशमिकभावे-मिथ्यात्वमोहनीयादिकर्मविगमविशेषविहितात्मपरिणामे सति, न तु लाभार्थित्वलक्षणोदयकिभावे, दृढयत्नकृतं-परमादरविहितं, शुभं-प्रशस्तं, अनुष्ठानम्आचरणं चैत्यवन्दनादि, इह यत्तदिति विशेषो दृश्यः प्रतिपतितमपि-तथाविधकर्मदोषाद् भ्रष्टमपि, आस्तामप्रतिपतितम्, हुशब्दोऽवधारणार्थः, तत्प्रयोगश्च दर्शयिष्यते, जायत एव-भवत्येव, पुनरपिभूयोऽपि, किंभूतं जायत इत्याह-यस्मिन् भावे क्षायोपशमिके वर्तमाने तच्छुभमनुष्ठानं विहितं तद्भावस्य-तस्याध्यवसायस्य वृद्धिकरं-वर्धनकारि तद्भाववृद्धिकरम्, अतः शुभभावस्य मोक्षहेतोवृद्धिकरत्वाद्वन्दनायां प्रयत्नः संगत एवेति गाथार्थः ॥२४॥ (पंचाशक ३ गाथा २४) ટીકાર્ય :
ક્ષાયોપથમિકભાવ હોતે છતે મિથ્યાત્વમોહનીય આદિ કર્મના વિગમનવિશેષથી થયેલ આત્મપરિણામ હોતે છતે, પરંતુ લાભાદિ અર્થીપણારૂપ ઔદયિકભાવ નહિ દઢ યત્નથી કરાયેલું પરમ આદરથી કરાયેલું, જે શુભ=પ્રશસ્ત એવું, ચૈત્યવંદન આદિ આચરણરૂપ અનુષ્ઠાન, તે પ્રતિપતિત પણ= તેવા પ્રકારના કર્મના દોષથી ભ્રષ્ટ પણ, તદ્ભાવની વૃદ્ધિને ફરી પણ કરનારું થાય છે.
કેવા પ્રકારનું ફરી થાય છે? એથી કરીને કહે છે
જે ક્ષાયોપથમિકભાવ વર્તમાન હોતે છતે તે શુભ અનુષ્ઠાન કરાયું તે ભાવની તે અધ્યવસાયની, વૃદ્ધિને કરના=વર્ધનને કરનારું તદ્ભાવની વૃદ્ધિને કરનારું, થાય છે.
અત: '=આથી=મોક્ષના હેતુ એવા શુભભાવની વૃદ્ધિ કરનારું હોવાથી વંદનામાં ચૈત્યવંદનમાં, પ્રયત્ન સંગત જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
જે સાધુ સંયમ ગ્રહણ કરીને મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમભાવમાં વર્તતા હોય, અને તે સાથે સંયમના ઉચિત આચારવિષયક શાસ્ત્રાનુસારી બોધના પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીયના ક્ષયોપશમભાવમાં