________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રણ | ગાથા : ૧૦૨
૧૩૯
દઢ=અત્યંત, શિથિલ ચારિત્રવાળા, જેનાથી સંયમનો નાશ થાય એવા પ્રમાદને નહિ છોડીને કાળે કરીને મરણ પામીને ત્યાં જ મથુરાનગરીમાં જ, ખાળ પાસે યક્ષ થયા. /પા
નિજ પોતાના જ્ઞાન વડે પૂર્વભવને જાણીને, ત્યાર પછી આ પ્રમાણે વિચારે છે– “હા, હા, પાપી અને પ્રમાદમય મત્તચિત્તવાળા એવા મારા વડે પૂર્વપુણ્યથી પ્રાપ્ત થયેલ, દુર્ગતિને હરનાર, મહાનિધાન સમાન પણ આ જિનમત કેમ વિસલપણાને પ્રાપ્ત કરાયો ? I૬-શા
મનુષ્યક્ષેત્ર-જાતિપ્રમુખ પ્રાપ્ત થયેલી પણ ધર્મસામગ્રી હા હા પ્રમાદથી નાશ પામી ! હવે તે આનાથી=આ દેવભવથી, કેવી રીતે પ્રાપ્ત કરીશ ? ૫૮
હે જીવ, હે પાપી, દયાદુર્ભાગી, ત્યારે શાસ્ત્રાર્થ જાણનારા એવા પણ તારા વડે ઋદ્ધિ-રસ-ગારવના વિરતપણાને લક્ષમાં લેવાયું નહિ.
ચૌદપૂર્વધરો પણ પ્રમાદથી અનંતકાયમ=નિગોદમાં જાય છે. હહા! હે પાપી જીવ ! એ પણ ત્યારે તારા વડે સ્મરણ કરાયું નહિ ! I/૧૦ની
fધતી મહું સુદત્તિ (મમર્ચ=ામમનુષ્યત્વે) ધિક્કાર થાઓ મારા શુભ મનુષ્યપણાને, ધિક્કાર થાઓ મારા બહુ શાસ્ત્રના કુશલપણાને, ધિક્કાર થાઓ મારા અત્યંત પરોપદેશપ્રધાન પાંડિત્યને ! ૧૧ી.
આ પ્રમાણે પ્રમાદથી દુરવિલસિત એવા પોતાની નિંદા કરતો, થયેલા પરમનિર્વેદવાળો એવો તે યક્ષ બેડીને પામેલાની જેમ દિવસો પસાર કરે છે. ૧રા
હવે તે પ્રદેશથી અંડિલભૂમિએ જતા પોતાના શિષ્યોને જોઈને, તેઓના પ્રતિબોધના નિમિત્તે જક્ષની પ્રતિમાના મુખથી જીભને દીર્ઘ બહાર કાઢીને તે રહ્યો, અને તેને જોઈને મુનિઓ આસન્ન થઈને નજીક જઈને, આ પ્રમાણે કહે છે- '૧૩-૧૪
અહીં જે કોઈ દેવ, જક્ષ, રાક્ષસ અથવા કિન્નર હોય તે પ્રગટ જ કહે. આ રીતે અમે કાંઈ જાણતા નથી. ||૧પો
તેથી સવિષાદ ખેદસહિત, જક્ષ કહે છે : રે, રે, તપસ્વીઓ ! તે હું તમારો ગુરુ ક્રિયામાં સુપ્રમત્ત=અત્યંત પ્રમત્ત, આર્યમંગુ છું. તિ’ શબ્દ જક્ષના કથનની સમાપ્તિ માટે છે. ll૧૬ll.
વિષાદપૂર્ણ હૃદયથી સાધુઓ વડે પણ પ્રતિકથન કરાયું : “હા! શ્રતના નિધાન ! આ દેવદુર્ગતપણાને કેમ પ્રાપ્ત થયા છો ? અહો ! મહાન આશ્ચર્ય છે ! II૧૭
જક્ષ પણ કહે : આ આશ્ચર્ય નથી. અહીં=સંસારમાં, મહાભાગ્યશાળી પણ પ્રમાદવશ શિથિલ આચારવાળા સાધુઓની આવી જ ગતિ થાય છે. ૧૮
અવસગ્નવિહારીઓ એવા=શિથિલાચારીઓ એવા, ઋદ્ધિગારવ, રસગારવ, શાતાગારવથી ભારે એવા, મૂકી દીધો છે સાધુ ક્રિયાઓનો ભાર જેમણે એવા અમારા જેવાની સ્પષ્ટ આવી જ ગતિ થાય છે. ૧૯