________________
૧૪૪
યતિલક્ષણસમુચ્ચય પ્રણ | ગાથા : ૧૦૪
(૬) પુષ્યાત્નિ પૂર્વમાં કરેલી કામક્રીડાનું સ્મરણ સાધુ ન કરે. (૭) પ્રણીત=ઈન્દ્રિયોને આહ્વાદ કરે તેવું ભોજન સાધુ ન કરે. (૮) અતિમાત્ર આહાર પૂર્ણ ઉદરપ્રમાણ આહાર સાધુ ન કરે. (૯) વિભૂષા=શરીરને સુશોભિત કરે તેવાં વસ્ત્રો સાધુ ધારણ ન કરે.
આ પ્રકારની નવ બ્રહ્મચર્યની ગુતિઓ છે.
સાધુ પાંચમા વ્રતમાં બાલાદિના મમત્વરૂપ સૂક્ષ્મ અતિચારને કરતા નથી, અને બાદર અતિચારરૂપ અનેષણીય આહાર આદિ=દોષિતભિક્ષા આદિ ગ્રહણ કરતા નથી.
અહીં પ્રશ્ન થાય કે અષણીય આહારને પરિગ્રહનો અતિચાર કેમ કહ્યો? તેથી કહે છે. અનેષણીયનું ગ્રહણ પરિગ્રહ છે, એ પ્રકારનું આHવચન હોવાથી અનેષણીય આહાર આદિ પાંચમા વ્રતનો બાદર અતિચાર છે.
અથવા તો મૂર્છાથી અધિક ઉપકરણને સાધુ ધારણ કરતા નથી.
અહીં પ્રશ્ન થાય કે મૂચ્છથી અધિક ઉપકરણ ધારણ કરે તે પાંચમા વ્રતનો બાદર અતિચાર કેમ કહ્યો? તેથી કહે છે. “મૂચ્છ પરિગ્રહ કહેવાયો છે. એ પ્રકારનું વચન હોવાથી મૂચ્છથી ગ્રહણ કરાયેલું ઉપકરણ પાંચમા વ્રતનો બાદર અતિચાર છે.
સાધુ રાત્રિભોજનની વિરતિમાં શુષ્કસંનિધિ પણ રાખતો નથી, એ સૂક્ષ્મ અતિચારનો પરિહાર છે. રાત્રિભોજનની વિરતિમાં સૂક્ષ્મ-ભાદર અતિચારની ચર્તુભગી:
(૧) દિવસમાં ગૃહીત દિવસમાં પણ રાગ-દ્વેષથી વાપરવું (૨) દિવસમાં ગૃહીત રાત્રિમાં વાપરવું. (૩) રાત્રિમાં ગૃહીત દિવસમાં વાપરવું. (૪) રાત્રિમાં ગૃહીત રાત્રિમાં વાપરવું.
એ ચારે પણ પ્રકારનું રાત્રિભોજન સાધુ કરતા નથી, એ રાત્રિભોજનના બાદર અતિચારના વર્ષનરૂપ છે,
આ રીતે પૂર્વમાં બતાવ્યું એ રીતે, સર્વ વ્રતોમાં–છએ વ્રતોમાં, અલિતની=સ્મલનાની સાધુ રક્ષા કરે છે=અતિચારનું વર્જન કરે છે, અને પ્રવીચારરૂપ=પ્રવૃત્તિરૂપ, સમિતિઓમાં ઉપયુક્ત=દત્ત અવધાનવાળા=અત્યંત ઉપયોગવાળા હોય છે.
પૂર્વમાં કહ્યું કે પ્રવીચારરૂપ સમિતિમાં અપ્રમાદી સાધુ ઉપયોગવાળા હોય છે. તેમાં ‘વ ઘ' થી સાક્ષી આપે છે
સમિતિવાળા નિયમો ગુણ હોય, ગુપની સમિતિમાં ભજન જાણવ=વિકલ્પ જાણવો અર્થ ગુતિવાળા સમિતિવાળા હોય પણ અને ન પણ હોય, એવી ભજન જાણવી.
અહીં પ્રશ્ન થાય કે સમિતિવાળા નિયમા ગુપ્ત કેમ હોય? તેથી કહે છે