________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૦૩
૧૪૧
ટીકા :
प्रत्युपेक्षणा प्रतिलेखना, आदिशब्दाद् गमनादिपरिग्रहः, चेष्टा क्रिया व्यापार इत्येकोऽर्थः, षट्कायविघातिनी प्रमत्तस्य साधोर्भणितोक्ता श्रुते-सिद्धान्ते,
તથા"पडिलेहणं कुणंतो, मिहो कहं कुणइ जणवयकहं वा ॥ देइ व पच्चक्खाणं, वाएइ सयं पडिच्छइ वा ॥१॥ पुढवीआउक्काए, तेऊवाऊवणस्सइतसाणं । पडिलेहणापमत्तो, छण्हंपि विराहओ होई ॥२॥ घडगाइपलोट्टणया, मट्टी अगणी य बीयकुंथाई । उदगगया व तसेयर ओमुय संघट्ट झामणया ॥३॥ इय दव्वओ उ छण्हं विराहओ भावओ इहरहावि । उवउत्तो पुण साहू, संपत्तीए अवहओ य ॥४॥ इत्यादि" ॥
तस्मात्सर्वव्यापारेष्वप्रमादी सुविहितः, शोभनं विहितमनुष्ठानं यस्य स सुविहितो भवेज्जायेतेति । (धर्मरत्नप्रकरण गाथा ११२) ટીકાર્ચ -
પ્રત્યુપેક્ષણા એ પ્રતિલેખના છે અને પડિલેહણાદિમાં આદિ શબ્દથી ગમનઆદિ ક્રિયાનું ગ્રહણ કરવું, અને શ્લોકમાં ચેષ્ટા શબ્દ છે તે ચેષ્ટા=ક્રિયા=વ્યાપાર એ એક અર્થને બતાવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રતિલેખન-ગમનઆદિ ચેષ્ટા એટલે ક્રિયા કે વ્યાપાર એ પડિલેહણાદિ ચેષ્ટા છે; અને સિદ્ધાન્તમાં તે ચેષ્ટા પ્રમત્તસાધુની છકાયના વિઘાતને કરનારી કહેવાઈ છે; અને તેમાં જ “તથા' થી ઓઘનિર્યુક્તિનો સાક્ષીપાઠ આપે છે
પડિલેહણાને કરતો સાધુ પરસ્પર કથા કહે, જનપદને કહે અથવા પચ્ચકખાણ આપે અથવા સ્વયં વાંચન કરે અથવા બીજાને સૂત્રો આપે, તેવો પડિલેહણમાં પ્રમત્ત સાધુ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિ અને ત્રસ કાયના છએ પણ જીવોની વિરાધક થાય છે. I૧-રી (ઓઘનિ. ૨૭૩-૨૭૪)
સાધુ કોઈક કુંભાર આદિની વસતિમાં ઊતર્યા હોય અને અનુપયોગથી પડિલેહણ કરતા હોય તો કઈ રીતે છ કાયની વિરાધના થાય, તે બતાવે છે
ઘડા આદિના પલોટ્ટણથી=પડિલેહણ કરતાં ઘડા આદિને ધક્કો લાગવાથી, પાણીના ઘડા આદિ પડવાથી, પાણીથી ભરાયેલો ઘડો ઢોળાવાથી, માટી (પૃથ્વી), અગ્નિ, બીજ (વનસ્પતિ) અને કુંથું આદિ (ત્રણ) જીવોની હિંસા થાય, અને તે ઘડામાં રહેલા પોરાઆદિ (ત્રણ) જીવોની હિંસા થાય અને ઈતર-વનસ્પતિની હિંસા થાય.
ગોમુકઉશ્કને=અગ્નિના ઊંબાડિયાને સંઘટ્ટ થાય અને ફામ ઉશ્કના ચાલનથી=ઊંબાડિયાના હાલવાથી વસ્ત્રાદિ સળગે તો સંયમની અને આત્માની વિરાધના થાય. //all (ઘનિ. ૨૭૫)
રૂ આ રીતે, સાધુ દ્રવ્યથી છજીવનો વિરાધક થાય, અને ઇતરથા પણ દ્રવ્યથી કોઈ વિરાધના ન થઈ હોય તોપણ, બાવો-ભાવથી વિરાધક થાય=પ્રમાદથી પડિલેહણ કરનાર સાધુ છકાય જીવનો ભાવથી વિરાધક થાય.