________________
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૯૭-૯૮
ન થાય તેવા શુભ આશયથી જ તેને દેશના ન આપે. તેથી દેશનાના વિષયમાં મધ્યસ્થભાવનો પરિણામ યોગ્યને દેશના આપવાથી અને અયોગ્યને દેશના નહીં આપવાથી વહન થાય છે. તેના બદલે પાત્રઅપાત્રનો વિચાર કર્યા વગર ભગવાનનું વચન સર્વ જીવોને સમાન રીતે આપવામાં આવે, તો કોઈક જીવોનું હિત અને કોઈક જીવોનું અહિત થાય, તેથી સર્વ જીવો પ્રત્યે તુલ્યત્વ રહેતું નથી; કેમ કે સર્વ જીવો પ્રત્યે તુલ્યભાવ હોય તો સર્વ જીવોના હિતને અનુકૂળ અને અહિતથી નિવૃત્તિને અનુકૂળ પ્રવૃત્તિ કરવી જોઈએ. ॥૯॥
૧૨૯
અવતરણિકા :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે પાત્ર-અપાત્રને વિચાર કરીને દેશનાનો સંકોચ કરવાથી જ સર્વ જીવો પ્રત્યે તુલ્યપણું ઘટે છે. તે વાતને પુષ્ટ કરવા અર્થે કહે છે
ગાથા :
केऽयं पुरिसे इच्चाइ, वयणओ च्चिय ववट्ठियं एयं । इय देसणा विसुद्धा, इयरा मिच्छत्तगमणाई ॥९८ ॥ कश्चायं पुरुष इत्यादिवचनत एव व्यवस्थितमेतत् । इति देशना विशुद्धा, इतरा मिथ्यात्वगमनादयः ॥९८॥ ગાથાર્થ :
જેવં પુસેિ ફૅન્ગ્વાડ્ વવળઓ વિય=આ પુરુષ કોણ છે ? ઈત્યાદિ વચનથી જ થં=આ=પાત્રને દેશના આપવી અને અપાત્રને દેશના ન આપવી એ, વક્રિય=વ્યવસ્થિત છે. ય=એથી કરીને વેશળા=પાત્ર-અપાત્રના વિભાગવાળી દેશના વિસુદ્ધા=વિશુદ્ધ છે. યા=ઈતર=પાત્ર-અપાત્રના વિભાગ વગરની દેશના, મિથ્યાત્વગમનઆદિરૂપ છે. II૮॥
* ‘મિથ્યાત્વામનાય:' માં આવિ' થી સંયમનો નાશ, આજ્ઞાનો ભંગ વગેરેનું ગ્રહણ કરવું. * ‘વ્હેવં પુસેિ કૃષ્નારૂ' માં ‘આર્િ’ શબ્દથી ‘× = પ્ ત્તિ' નો સંગ્રહ કરવાનો છે. અને તે આચારાંગ સૂત્રનો પાઠ આ પ્રમાણે છે
"अवि य हणे अणाइयमाणे एत्थं पि जाण सेयं ति णत्थि केऽयं पुरिसे कं च णए त्ति" (सूत्रं १०३) ભાવાર્થ :- દેશનામાં પાત્ર-અપાત્રના વિભાગની શાસ્ત્રમર્યાદા :
ઉપદેશકે ઉપદેશ આપતી વખતે આ કયો પુરુષ છે અને કયા નયથી વાસિત છે, ઇત્યાદિનો વિચાર કરીને ઉપદેશ આપવાનો છે, એ પ્રકારનું આચારાંગસૂત્રનું વચન વ્યવસ્થિત છે. તેનાથી પણ નક્કી થાય કે ઉપદેશકે બધા જીવોને ઉપદેશ આપવાનો નથી, પરંતુ આ કયો પુરુષ છે અર્થાત્ ઉપદેશ આપવા યોગ્ય પુરુષ છે ? કે ઉપદેશ આપવા માટે અયોગ્ય પુરુષ છે ? તેનો વિચાર કરીને ઉપદેશ આપવાનો છે. વળી, ઉપદેશ આપવા યોગ્ય પુરુષ પણ કયા નયથી વાસિત છે, તેનો પણ વિચાર કરવો જોઈએ; અને તેનો વિચાર કર્યા વગર દેશના આપવામાં આવે તો તેના સ્વદર્શનની માન્યતાનું સહસા ખંડન થવાથી તેને