________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૯૫-૯૬
૧૨૭
પ્રયત્ન કરે છે. આવા જીવો પણ પરમાર્થને પ્રાપ્ત કરી શકતા નથી. આ ત્રણે પ્રકારના જીવો દેશના માટે અપાત્ર છે. ll૯પી.
અવતરણિકા :
પૂર્વમાં ત્રણ પ્રકારના અપાત્ર જીવો બતાવ્યા. હવે તે ત્રણ પ્રકારના અપાત્રમાં અપાયેલી દેશના કઈ રીતે વિનાશનું કારણ બને છે, તે સ્પષ્ટ કરવા માટે દષ્ટાંતથી બતાવે છે –
ગાથા :
आमे घडे णिहित्तं, जहा जलं तं घडं विणासेइ । इय सिद्धंतरहस्सं, अप्पाहारं विणासेइ ॥१६॥ आमे घटे निषिक्तं, यथा जलं तं घटं विनाशयति ।
इति सिद्धान्तरहस्यं, अल्पाधारं विनाशयति ॥९६।। ગાથાર્થ :
જેમ કાચા ઘડામાં નંખાયેલું પાણી તે ઘટનો વિનાશ કરે છે, એ રીતે સિદ્ધાન્તનું રહસ્ય અલ્પઆધારવાળા પ્રાણીનો વિનાશ કરે છે. IIબ્રા ટીકા :____ आमे घटे निषिक्तं सत् यथा जलं तं घटमामं विनाशयति, 'इय' एवं सिद्धान्तरहस्यमप्यल्पाधारं प्राणिनं विनाशयतीति गाथार्थः । (पञ्चवस्तुक० ॥९८२॥) ભાવાર્થ - અપાત્રમાં દેશનાથી થતા અનર્થનું સ્વરૂપ :
જેમ કાચો ઘડો પાણી માટે અયોગ્ય છે, તેમ પૂર્વગાથામાં બતાવેલા ત્રણ પ્રકારના જીવો સિદ્ધાન્તના રહસ્યને આપવા માટે અયોગ્ય છે. કાચા ઘડામાં નંખાયેલું પાણી જેમ તે ઘડાનો વિનાશ કરે છે, તેમ અયોગ્ય જીવોને અપાયેલો ઉપદેશ તે અયોગ્ય જીવોનો વિનાશ કરે છે.
તે આ રીતે
ઉપદેશક જો અયોગ્ય જીવોને ઉપદેશ આપે તો તે અયોગ્ય જીવોમાંથી જે જીવો દ્વેષ પ્રકૃતિવાળા છે તેમને તે ઉપદેશ પ્રત્યે દ્વેષ થાય છે. તેથી ભગવાનનું વચન તેમનામાં પરિણમન પામતું નથી, પણ દુર્ગતિનું કારણ બને છે. તેથી તે ઉપદેશ તેમનો વિનાશ કરે છે.
વળી, મૂઢ જીવોને ઉપદેશ આપવામાં આવે તો તેમની મૂઢતાને કારણે તેમને તે ઉપદેશ સમ્યમ્ પરિણમન પામતો નથી, પરંતુ તે ઉપદેશ પ્રત્યે તેમને અનાદરભાવ થવાથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે, તેથી તે ઉપદેશ તે જીવનો વિનાશ કરે છે.
વળી, વ્યગ્રાહિત જીવોને ઉપદેશ આપવામાં આવે તો કોઈક ઉપદેશકથી તેઓ વ્યગ્રાહિત હોવાને કારણે આ ઉપદેશકના વચનને સમ્યગુ જાણવા માટે યત્ન કરતા નથી, પરંતુ તેનાં પરમાર્થને બતાવનારાં વચનો પણ તેઓને અતત્ત્વરૂપે ભાસે છે. તેથી તેઓને અપાયેલો ઉપદેશ તે જીવોનો વિનાશ કરે છે.