________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૦૦
૧૩૩
વિપરીત આચરણા કરે, સ્વાધ્યાય આદિમાં સંવેગની વૃદ્ધિને અનુકૂળ આચરણાથી વિપરીત આચરણા કરે તે સર્વ દર્પ પ્રતિસેવના છે. તે આ રીતે- સાધુને સમભાવની વૃદ્ધિ થાય તે રીતે દરેક ઉચિત પ્રવૃત્તિ કરવાની ભગવાનની આજ્ઞા છે. આથી ભિક્ષા આદિ માટે જાય ત્યારે ભિક્ષા મળે તેવી ઇચ્છા થાય તો સમભાવનો નાશ થાય છે. તે ન થાય માટે સાધુ ભિક્ષા અર્થે જતી વખતે વિચારે કે “ભિક્ષા મળશે તો સંયમની વૃદ્ધિ થશે અને ભિક્ષા નહીં મળે તો તપની વૃદ્ધિ થશે.” આ પ્રકારના પરિણામના બળથી યતનાપૂર્વક નિર્દોષ ભિક્ષા મળે તો પ્રાપ્તિમાં હર્ષ ન થાય, અને ઘણી યતના પછી પણ નિર્દોષ ભિક્ષા ન મળે તો દીનતા ન થાય, પરંતુ પ્રાપ્તિ અને અપ્રાપ્તિ પરત્વે સમભાવનો પરિણામ જીવંત રહે. આવા પરિણામવાળા સાધુ ગમનઆદિ કાળમાં સમિતિ-ગુપ્તિની સર્વ ઉચિત યતનાઓ કરે છે; કેમ કે સમભાવના પક્ષપાતી સાધુ સમભાવની વૃદ્ધિ થાય તે રીતે મન, વચન, કાયાના યોગોને સુદઢ પ્રવર્તાવે છે. આમ છતાં વલ્ગનાદિથી=શાસ્ત્રવિધિ અનુસાર ઉપયોગની ત્રુટિથી પ્રવૃત્તિ કરવામાં આવે તે દર્પ પ્રતિસેવના છે.
વળી, સાધુ અધ્યયન આદિમાં યત્ન કરતા હોય ત્યારે “યોગીનું સર્વ જ્ઞાન સંવેગની વૃદ્ધિનું કારણ છે” તે નિયમનું સ્મરણ કરીને સંવેગની વૃદ્ધિ થાય તે રીતે ઉપયુક્ત થઈને અધ્યયનની સર્વ વિધિમાં યત્ન કરે. આમ છતાં તેવા પ્રકારના કષાયને વશ થઈને યથાતથી ભણવાની વિધિમાં યત્ન થાય તો તે દર્પ પ્રતિસેવના છે. જોકે “ગુરુતત્ત્વવિનિશ્ચય” ગ્રંથમાં બીજા ઉલ્લાસમાં ગાથા ક્રમાંક ૧૮-૧૯માં દર્પના દશ ભેદો બતાવ્યા છે, તેમાં પ્રથમ “ધાવન” ભેદ લીધેલ છે. ધાવનનો અર્થ દોડવું થાય છે, પરંતુ અર્થથી એ પ્રાપ્ત થાય છે કે જેમ સંયમની ક્રિયામાં યતના વગર દોડવું એ ધાવન છે, તેમ સ્વાધ્યાય આદિમાં સંવેગની વૃદ્ધિને અનુકૂળ યતના વગર પ્રવૃત્તિ કરવી તે પણ બંધાવન” છે; અને દર્પના દશ ભેદોમાં સર્વપ્રતિસેવનાનો સંગ્રહ છે. તેથી તેવા પ્રકારના રાગના વશથી કોઈપણ સેવના થાય તેનો દર્યમાં સમાવેશ થાય છે.
આકુફ્રિકામાં આ પ્રવૃત્તિ વ્રતથી વિરુદ્ધ છે” તેમ જાણવા છતાં તે પ્રવૃત્તિ કરાવે તેવો બળવાન રાગનો પરિણામ હોય છે, અને દર્પમાં સંયમની પ્રવૃત્તિ હોવા છતાં સંયમની સમ્યગૂ યતનાને છોડીને ધાવન-વલ્ગનાદિપૂર્વક સંયમની પ્રતિસેવના કરાવે તેવો રાગનો પરિણામ હોય છે. (૩) પ્રમાદ પ્રતિસેવના :
પ્રમાદ પ્રતિસેવના વિકથાદિ પરિણામ છે. સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી સમભાવને જિવાડવા અને સમભાવની વૃદ્ધિ કરવા સ્વાધ્યાયઆદિ ઉચિત ક્રિયાઓમાં યત્ન કરતા હોય છે; આમ છતાં પ્રમાદથી સમભાવનું કારણ ન હોય તેવી નિરર્થક વાતો કે નિરર્થક પ્રવૃત્તિઓ કરવામાં આવે તો તે પ્રમાદથી સેવાયેલ પ્રતિસેવના છે. જેનું કોઈ પ્રયોજન નથી તેવું જોવું, જાણવું તેમાં પ્રમાદને વશ થઈને સાધુ પ્રયત્ન કરતા હોય અથવા ઉચિત ક્રિયાઓમાં સમભાવને અનુકૂળ શક્તિ અનુસાર યત્ન ન કરતા હોય, પરંતુ પ્રમાદવશ યથાતથા કરતા હોય, તો તેવી સર્વ પ્રવૃત્તિઓનું કારણ જીવમાં વર્તતો તેવો રાગાદિનો પરિણામ છે, અને તેવા રાગાદિથી થતી સર્વ પ્રવૃત્તિઓ પ્રમાદથી થતી પ્રતિસેવના છે.