________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૦૧-૧૦૨
૧૩૫
ગાથાર્થ :
જે કારણથી શ્રદ્ધાળુ ક્રિયામાં અપ્રમત્ત થાય તે કારણથી જ ક્રિયાનું સાફલ્ય છે; જે કારણથી ધર્મરત્નમાં કહેવાયું છે. I૧૦૧પ
ભાવાર્થ :- અપ્રમાદથી કરાયેલી ક્રિયાથી જ ગુણસ્થાનકની વૃદ્ધિ :
પૂર્વમાં ઉત્તમશ્રદ્ધાવાળા સાધુ કેવા હોય તે બતાવ્યું અને આવા ઉત્તમશ્રદ્ધાવાળા સાધુ સંયમયોગની સર્વ ક્રિયાઓ અત્યંત ઉપયોગપૂર્વક સંવેગની વૃદ્ધિ કરાવે તે રીતે અપ્રમાદભાવથી કરે છે. આ રીતે સંયમની સર્વ ક્રિયાઓ અપ્રમાદભાવથી કરવાના કારણે તે સાધુ સંયમના ઉપર ઉપરના કંડકોની પ્રાપ્તિને કરે છે, તેથી તેની ક્રિયા સફળ છે.
ગ્રંથકારે ક્રિયાના સાફલ્યનો આ અર્થ કર્યો તેની સાક્ષીરૂપે કહે છે કે જે કારણથી ધર્મરત્નપ્રકરણ'માં કહેવાયું છે, જે સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવે છે. ૧૦૧
અવતરણિકા :
प्रमादस्यैव विशेषतोऽपायहेतुतामाह - અવતરણિકાર્ય :
પૂર્વગાથા-૧૦૧માં કહ્યું કે “ઉત્તમશ્રદ્ધાવાળા સાધુ ક્રિયામાં અપ્રમાદભાવવાળા હોય છે. તેમાં અંતે કહ્યું કે ધર્મરત્નપ્રકરણ ગ્રંથમાં કહેવાયું છે. તેથી હવે ગાથા-૧૦૨ થી ૧૦૫ સુધી ધર્મરત્નપ્રકરણ ગ્રંથમાં કહેલી ગાથાઓ બતાવે છે.
અહીં જે અવતરણિકા આપી છે તે અવતરણિકા ધર્મરત્નપ્રકરણ ગ્રંથની છે, અને તે અવતરણિકા ધર્મરત્નપ્રકરણ ગ્રંથમાં પ્રસ્તુત ગાથાની પૂર્વની ગાથામાં “પ્રમાદ અનર્થનો હેતુ છે” તેમ બતાવેલ તેને આશ્રયીને છે તે પ્રમાણે પ્રમાદની જ વિશેષથી અપાયહેતુતાને કહે છે –
ગાથા :
पव्वज्जं विज्जं पि व, साहंतो होइ जो पमाइल्लो । तस्स ण सिज्झइ एसा, करेइ गरुअं च अवयारं ॥१०२॥ प्रव्रज्यां विद्यामिव, साधयन्भवति यः प्रमादवान् ।
तस्य न सिद्धयत्येषा, करोति गुरुकं चाऽपकारम् ॥१०२॥ ગાથાર્થ :
વિધાની જેમ પ્રધ્વજ્યાને સાધતા જે સાધુ પ્રમાદવાળા થાય છે, તેને તે સાધુને, આ=પ્રવજ્યા સિદ્ધ થતી નથી ક્ષયોપશમભાવરૂપે પ્રગટ થતી નથી, અને મોટા અપકારને કરે છે. I૧૦શા