________________
૧૩૪
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૦૦-૧૦૧
(૪) કલ્પ પ્રતિસેવના :
કલ્પ એટલે આચાર. ઉત્સર્ગમાર્ગથી સાધુને જે રીતે આચરણા કરવાનું કહ્યું હોય તેનાથી વિપરીત આચરણા કારણે સાધુને અપવાદથી કરવાની છે. તે અપવાદથી કરાયેલી વિપરીત આચરણા કલ્પિકા પ્રતિસેવના છે. જોકે અપવાદથી કરાયેલી વિપરીત આચરણા રત્નત્રયીની વૃદ્ધિનું કારણ હોય છે, તેથી ભગવાનની આજ્ઞા છે; તોપણ તે પ્રતિસેવના કર્યા પછી તેમાં પણ કોઈ સૂક્ષ્મ દોષ રહી ન જાય, અને તે પ્રતિસેવના કરવા પ્રત્યે લેશ પણ વલણ ન રહે, અને ઉત્સર્ગમાર્ગ પ્રત્યે જ રુચિ જીવંત રહે, તઅર્થે કલ્પ પ્રતિસેવના કર્યા પછી પણ “આ કલ્પ પ્રતિસેવના છે' તેમ ગુરુને નિવેદન કરીને તેની પણ શુદ્ધિ કરવાની શાસ્ત્રમર્યાદા છે. આ કલ્પ પ્રતિસેવનાના ૨૪ ભેદો ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથના બીજા ઉલ્લાસમાં ગાથા-૨૦-૨૧માં બતાવ્યા છે. તે ભેદો બતાવ્યા પછી તે અતિચારોની આલોચના ગીતાર્થો ધારણા વ્યવહારમાં કઈ રીતે કરે છે તે બતાવેલ છે. તેથી એ ફલિત થાય કે આ ૨૪ પ્રકારની કલ્પ પ્રતિસેવના સંયમની વૃદ્ધિનું કારણ હોવાથી દોષરૂપ નથી, તોપણ ગીતાર્થસાધુ આચાર્ય પાસે તે રીતે નિવેદન કરે છે કે “મેં આ કલ્પિકા અતિચાર સેવ્યો છે, અને તેને અનુરૂપ જ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત આપો.” તેથી ઉત્સર્ગમાર્ગથી વિરુદ્ધ અપવાદથી પણ કોઈ પ્રતિસેવના થઈ હોય તો તે કલ્પિકા પ્રતિસેવના છે, અને તેને અતિચારરૂપે ગ્રહણ કરેલ છે.
વિમલ શ્રદ્ધાવાળા સાધુ આકુટિકાદિ ચાર ભેદોમાંથી કોઈપણ ભેદવાળી પ્રતિસેવના પોતાનાથી થઈ હોય તો તેની આલોચનાથી શુદ્ધિ કરે છે, અને જે સાધુ આ રીતે શુદ્ધિ કરે છે તેમાં કારણભૂત તેની ઉત્તમશ્રદ્ધા છે, તે પ્રકારનો આ ગાથાનો પૂર્વગાથા સાથે સંબંધ છે. - સંક્ષેપથી એ ભાવ છે કે કલ્પ પ્રતિસેવના તે અપવાદમાર્ગ છે તેથી દોષરૂપ નથી. દર્પ પ્રતિસેવનામાં સંયમને મલિન કરે તેવા રાગાદિ ભાવ છે જે દોષરૂપ છે, પણ આ દોષ પ્રાથમિક કક્ષાનો છે, અને પ્રમાદ પ્રતિસેવનામાં દપિકા પ્રતિસેવનાથી અધિક સંયમને મલિન કરે તેવા રાગાદિભાવ છે. અર્થાત દર્પ પ્રતિસેવના કરતાં પ્રમાદ પ્રતિસેવનામાં અધિક દોષ છે, અને આફ્રિકા પ્રતિસેવનામાં વ્રત નિરપેક્ષ પરિણામ હોવાથી વિશેષ પ્રકારના રાગાદિ ભાવ છે, જે સૌથી અધિક દોષરૂપ છે. ૧૦૦
યતિનું ચોથું લક્ષણ – "ક્રિયામાં અપ્રમાદ'
અવતરણિકા :
ગાથા-૩ અને ૪ માં યતિનાં સાત લક્ષણો બતાવેલ, જેમાંથી ત્રણ લક્ષણોનું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે યતિનું ચોથું લક્ષણ ‘ક્રિયામાં અપ્રમાદનું વર્ણન કરે છે – ગાથા :
सद्धालू अपमत्तो हविज्जा किरियासु जेण तेणेव । । किरियाणं साफल्लं, जं भणियं धम्मरयणंमि ॥१०१॥ श्रद्धालुरप्रमत्तो भवेत्क्रियासु येन तेनैव । क्रियाणां साफल्यं यद् भणितं धर्मरत्ने ॥१०१॥