________________
૧૩૨
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૦૦
आकुट्टिका उपेत्य, दर्पः पुनर्भवति वल्गनादयः । વિકથા : પ્રમા:, ત્વ: પુન: વાર રમ્ II૬૦ ||
ગાથાર્થ
આકુટિકાને વિશ્વા=જાણીને આ મારી પ્રવૃત્તિ ચારિત્રની પ્રતિજ્ઞાથી વિરુદ્ધ છે એમ જાણીને તે પ્રવૃત્તિ કરવી, દર્પ વળી વલ્સનાદિસંયમજીવનની ઉચિત ક્રિયાઓ કરતી વખતે તે ઉચિત ક્રિયાને અનુરૂપ યત્ન ન કરતાં કૂદાકૂદ કરે, વિકથાદિ પ્રમાદ સંયમની ક્રિયા કરતી વખતે ક્રિયામાં ઉપયોગને છોડીને અન્ય વાતચીતમાં ઉપયોગ પ્રવર્તાવે અથવા ઇન્દ્રિયોને અન્ય અન્ય વસ્તુ જોવામાં કે જાણવામાં પ્રવતવે તે વિકથાદિ, વળી, કલ્પકારણે કરવું તેવું અપવાદિક કારણ હોતે છતે સંચમની ઉત્સર્ગ આચરણાઓથી વિપરીતકૃત્યનું કરવું. ll૧૦ell ભાવાર્થ - અતિચારના આકુહિક આદિ ચાર ભેદો :
ઉત્સર્ગથી ભગવાનની આજ્ઞા સાધુને સદા સંવૃતગાત્રવાળા, સંવૃતમનવાળા અને સંવૃતકાયાવાળા રહેવાની છે. તેથી મન, વચન, કાયાને સંવૃત રાખીને સમભાવની વૃદ્ધિ અર્થે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિઓમાં અપ્રમાદથી યત્ન કરવાની ભગવાનની આજ્ઞા છે. વળી, સાધુએ અપ્રમાદવૃદ્ધિ અર્થે નિર્દોષ ભિક્ષા-વસતિ આદિમાં ચર્ચા કરવાની છે, અને તે પ્રવૃત્તિના કાળ સિવાય સતત ધ્યાન-અધ્યયનમાં વિશેષ યત્ન કરીને આત્માને સંયમના કંડકોમાં ઉલ્લસિત કરવાનો છે. તેથી કોઈ સાધુ અપ્રમાદપૂર્વક ધ્યાન-અધ્યયનમાં યત્ન કરતા હોય અને દેહના નિર્વાહ માટે ભિક્ષાદિમાં ઉચિત યત્ન કરતા હોય ત્યારે ઉત્સર્ગથી જે વિધિ છે તે સર્વ વિધિનું સેવન કરે છે. છતાં તેમાં કોઈપણ વિપરીત આચરણા થાય તો તે પ્રતિસેવના કહેવાય, જે પ્રતિસેવના અતિચારરૂપ છે, અને તે પ્રતિસેવનાના ચાર ભેદ છે.
(૧) આફ્રિકા પ્રતિસેવના, (૨) દર્પ પ્રતિસેવના, (૩) પ્રમાદ પ્રતિસેવના (૪) કલ્પપ્રતિસેવના= અપવાદિક આચારથી કરાયેલી પ્રતિસેવના. (૧) આકુટિકા પ્રતિસેવના :
આ કૃત્ય મારી પ્રતિજ્ઞાથી વિરુદ્ધ છે એમ જાણવા છતાં પણ તે કૃત્ય કરવાની બળવાન ઇચ્છાથી તે કૃત્ય થાય તો તે આકુટ્ટિકાથી થયેલી વિપરીત આચરણા છે. જેમ અઈમુત્તા મુનિ જાણતા હતા કે સાધુથી પાણીમાં પાતરું મૂકીને રમત કરાય નહીં તોપણ બાળકોને રમતા જોઈને તે પ્રકારે કરવાની બળવાન ઇચ્છાથી તે પ્રવૃત્તિ કરી તે આકુફ્રિકા પ્રતિસેવના છે.
(૨) દર્પ પ્રતિસેવના :
સાધુ સંયમયોગની ઉચિત ક્રિયાઓ કરતા હોય ત્યારે પણ તેવા પ્રકારના રાગાદિના પરિણામને કારણે સંયમના કંડકને અનુકૂળ વૃદ્ધિની યતનાને છોડીને વલ્ગનાદિથી અર્થાત્ સંયમજીવનની ઉચિત ક્રિયાઓ કરતી વખતે તે ઉચિતક્રિયાને અનુરૂપ યત્ન ન કરતાં જલદી જલદી તે પ્રવૃત્તિ કરીને અન્ય પ્રવૃત્તિ કરવાના પરિણામથી કે શીધ્ર તે ક્રિયા પૂરી કરવાના પરિણામથી, અતિચારોને સેવે; જેમ કે ગમનાદિ ક્રિયામાં ઈર્ષા સમિતિથી વિપરીત આચરણા કરે, ભિક્ષા આદિમાં ગોચરીના ૪૭ દોષોના પરિહારથી