________________
૧૨૬
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૯૫
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે અપાત્રમાં પ્રાપ્ત થયેલી દેશના હજારો વિનિપાતને કરે છે. તેથી અપાત્રમાં અપાયેલી દેશના નિષ્ફળ છે, તે બતાવીને અપાત્ર કોણ છે, તે બતાવે છે –
ગાથા :
विफला इमा अपत्ते, दुस्सण्णप्पा तओ जओ भणिआ । पढमे दुढे बितिए, मूढे वुग्गाहिए तइए ॥१५॥ विफलेयमपात्रे, दु:संज्ञात्मानस्त्रयो यतो भणिताः ।
प्रथमो द्विष्टो द्वितीयो, मूढो व्युद्ग्राहितस्तृतीयः ॥९५॥ ગાથાર્થ :
આ=દેશના, અપાત્રમાં વિફળ છે નિષ્ફળ છે. દુકસંજ્ઞાવાળા=અપાત્રરૂપ ખરાબ સંજ્ઞાવાળા આત્માઓ ત્રણ છે, જે કારણથી કહેવાયું છે કોઈક અન્ય ગ્રંથમાં ત્રણ પ્રકારના અપાવ્યો કહેવાયા છે, જે ગાથાના ઉત્તરાર્ધમાં બતાવે છે. પ્રથમ ટ્વેષવાળો, બીજો મૂઢ અને ત્રીજી વ્યર્ડ્સાહિત (આ ત્રણ અપાત્ર છે.) INલ્પા
ભાવાર્થ :- દેશના માટે અપાત્ર જીવોનું સવરૂપ
પૂર્વગાથામાં બતાવ્યું કે પાત્રમાં અપાયેલી દેશના કલ્યાણનું કારણ છે અને અપાત્રમાં અપાયેલી દેશના વિનાશનું કારણ છે. હવે ભગવાનના વચનરૂપ ઉત્તમ દેશના પણ અપાત્રમાં વિફળ છે અર્થાત તેનું કોઈ ફળ નથી તે બતાવે છે. વળી, દેશના માટે અપાત્ર જીવો કેટલા પ્રકારના છે, તે બતાવે છે
દુઃસંજ્ઞાવાળા આત્માઓ ત્રણ છે અર્થાતુ અપાત્રરૂપ ખરાબ સંજ્ઞાવાળા જીવો ત્રણ પ્રકારના છે, અને તેમાં કોઈક ગ્રંથની સાક્ષી આપતાં કહે છે
જે કારણથી ત્રણ અપાત્ર કહેવાયા છે :
(૧) ૯ષવાળા - સુદેશના સાંભળીને પણ જેને ભગવાનના તે વચન પ્રત્યે દ્વેષ થાય તેવો જીવ દેશના માટે અયોગ્ય છે.
| (૨) મૂઢ :- આ બીજા પ્રકારના જીવો ભગવાનના વચન પ્રત્યે દ્વેષ થાય તેવા નથી, તોપણ તત્ત્વાતત્ત્વની વિચારણામાં મૂઢતાને ધારણ કરનારા છે અર્થાત્ જ્યાં સુધી તત્ત્વ પ્રત્યેની જિજ્ઞાસા થઈ ન હોય કે સામગ્રી મળે તોપણ જિજ્ઞાસા થાય તેમ ન હોય તેવા જીવો આત્માની વિચારણા કરવામાં મૂઢ હોય છે, અને તેવા જીવોને અપાયેલી દેશના પણ હિતનું કારણ બનતી નથી.
(૩) ચુડ્ઝાહિત - આ ત્રીજા પ્રકારના જીવો સન્માર્ગ પ્રત્યે દ્વેષવાળા નથી, તત્ત્વાતત્ત્વની વિચારણા કરી શકે તેવા છે તેથી મૂઢ નથી; આમ છતાં, કોઈક ઉપદેશકથી ગુડ્ઝાહિત છે અર્થાત તે ઉપદેશકે તેવો વિપરીત બોધ કરાવીને તેની પતિને એવી વિપરીત બનાવી છે કે જેથી તત્ત્વને બતાવનારી ઉપદેશકની વાત પણ યથાર્થ વિચારવાને બદલે જે પ્રમાણે તેને વિપરીત ગ્રહ થયો હોય તે રીતે તે દેશનાને જોડવાનો