________________
૧૨૪
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૯૨-૯૩
મધ્યસ્થ સાધુઓ જે પ્રવૃત્તિમાં ઉત્સર્ગથી કે અપવાદથી શ્રતનું સંવાદિ વચન ન મળતું હોય તો તેની પ્રરૂપણા કરતા નથી, એટલું જ નહિ પણ તેની અવગણના કરીને જે કાંઈ શાસ્ત્રવચન અનુસાર ઉચિત પ્રવૃત્તિ હોય તેની પ્રરૂપણા કરે છે. આથી દેશના આપવા માટે જેમ શાસ્ત્રબોધ આવશ્યક છે તેમ મધ્યસ્થભાવ પણ આવશ્યક છે. I૯રા. દેશના માટેના અધિકારી – (iv) હિતકાંક્ષી' અને (૫) અવગત પાત્રવાળા
અવતરણિકા :
ગાથા-૭૦માં ઉત્તમશ્રદ્ધાનું કાર્ય વિશુદ્ધ દેશના કેવા સાધુ કરે છે તે બતાવવા માટે પાંચ વિશેષણો બતાવ્યાં. તેમાં ‘સુપરિચિત આગમવાળા' પ્રથમ વિશેષણ બતાવ્યું, ત્યારપછી “અવગત પાત્ર' વિશેષણ ક્રમ પ્રાપ્ત હોવા છતાં તેને છોડીને “સદગુરુથી અનુજ્ઞાત અને મધ્યસ્થ સાધુ વિશુદ્ધ દેશના કરે છે તેનું સ્વરૂપ બતાવ્યું. હવે ક્રમ પ્રાપ્ત હિતકાંક્ષી” અને “અવગત પાત્રવાળા' સાધુ વિશુદ્ધ દેશના કરે છે, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
उवइसइ धम्मगुझं, हिअकंखी अप्पणो परेसिं च । पत्तापत्तविवेगो, हिअकंखित्तं च णिव्वहइ ॥१३॥ उपदिशति धर्मगुह्यं हितकाङ्क्षी आत्मनः परेषां च ।
पात्रापात्रविवेको हितकाक्षित्वं च निर्वहति ॥१३॥ ગાથાર્થ :
પોતાના અને પરના હિતની કાંક્ષાવાળા સાધુ થમપુૉંધર્મગુહ્યનો ધર્મના રહસ્યનો ઉપદેશ આપે છે, અને પાત્ર-અપાત્રના વિવેકવાળા સાધુ હિતકાંક્ષીપણાનો નિર્વાહ કરે છે. II૯૩ના ભાવાર્થ :
જે સાધુ શાસ્ત્ર ભણીને મધ્યસ્થ પરિણતિવાળા બન્યા છે તેવા સાધુ પોતાના આત્માના હિતના અર્થી છે તેમ પરના હિતના પણ અર્થી છે, અને તેવા સાધુ ઉપદેશમાં ધર્મનાં રહસ્યો બતાવી શકે છે. આથી દેશના આપવાના અધિકારમાં જેમ શાસ્ત્રબોધ અને મધ્યસ્થ પરિણતિ આવશ્યક છે, તેમ સ્વપરનું હિત કરવાનો પરિણામ પણ આવશ્યક છે.
આશય એ છે કે ભગવાને શાસ્ત્રના પરમાર્થને જાણનાર સાધુને યોગ્ય જીવોને શાસ્ત્રનો પરમાર્થ બતાવવાની આજ્ઞા કરી છે. હિતની કાંક્ષાવાળા સાધુ જાણે છે કે “ભગવાનની આજ્ઞા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે” તેનું હિત થાય છે, અન્યનું નહિ. આથી હિતકાંક્ષાવાળા સાધુ ઉપદેશ આપતી વખતે ભગવાનના વચનનું સ્મરણ કરીને મોક્ષને અનુકૂળ, પોતાના ભાવોનો પ્રકર્ષ થાય એ રીતે ઉપદેશમાં પ્રવૃત્તિ કરે છે અને યોગ્ય જીવોને પણ ભગવાનના શાસનની સમ્યગુ પ્રાપ્તિ થાય તે રીતે બોધ કરાવે છે. પરંતુ જે સાધુને ઉપદેશમાં અન્ય કોઈ આશય વર્તતો હોય તે સાધુ સ્વ-પરનું કલ્યાણ કરી શકતા નથી.