________________
૧૨૨
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૯૧
ગાથા :
परिहरड़ जं च दोसं, सच्छंदविहारओ अभिणिविट्ठो । कप्पियसेवाए वि हु, लुंपइ तं कोइ पडिणीओ ॥ ९१ ॥ परिहरति यं च दोषं, स्वच्छन्दविहारतोऽभिनिविष्टः । कल्पिकसेवायामपि खलु लुम्पति तं कश्चित्प्रत्यनीकः ॥९१॥
ગાથાર્થ :
અને અભિનિવિષ્ટ=પોતાની મતિ પ્રમાણે ચાલવાના આગ્રહવાળા, સ્વચ્છંદવિહારથી જે દોષનો પરિહાર કરે છે, ખરેખર કલ્પિકસેવામાં પણ=કલ્પિકપ્રતિસેવામાં પણ=અપવાદથી આચરવા યોગ્ય એવી દોષિત આહાર આદિરૂપ વિપરીત આચરણામાં પણ, તેને-દોષના પરિહારને-અપવાદિક આચરણામાં જે દોષનો પરિહાર છે તેને, કોઈક પ્રત્યનીક સાધુ=સ્વચ્છંદ વિહાર કરવાની મનોવૃત્તિવાળા હોવાથી પરમાર્થથી ભગવાનના શાસનના પ્રત્યેનીક છે તેવા સાધુ, લોપ કરે છે=કલ્પિકપ્રતિસેવામાં જે દોષનો પરિહાર છે તેનો અપલાપ કરે છે અર્થાત્ કલ્પિકપ્રતિસેવાને પણ દોષરૂપ કહીને પોતાના સ્વચ્છંદ આચારને માર્ગરૂપે સ્થાપન કરે છે. II૯૧||
ભાવાર્થ :
કેટલાક સાધુઓ વળી, શાસ્ત્ર ભણીને નિર્દોષ આહારઆદિમાં બદ્ધ આગ્રહવાળા હોય છે, અને તેથી ગીતાર્થની નિશ્રામાં રહીને સંવેગની વૃદ્ધિને કરનાર એવી અધ્યયનની પ્રવૃત્તિને છોડીને એકલા વિચરે છે, અને નિર્દોષ ભિક્ષા માટે યત્ન કરે છે. વળી, સ્વચ્છંદ વિહાર કરીને પોતે ભિક્ષાના જે દોષનો પરિહાર કરે છે તે દોષ, કલ્પિકપ્રતિસેવામાં ગીતાર્થ સેવતા હોય તો તે જોઈને તેઓ સહન કરી શકતા નથી. જોકે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાને સમ્યક્ પરિણમન પમાડવા આહારશુદ્ધિ આવશ્યક છે, પરંતુ સમુદાયમાં ઘણા સાધુઓ હોવાથી આહારશુદ્ધિની શક્યતા ન હોય ત્યારે અપવાદથી અશુદ્ધ ભિક્ષાની પણ ભગવાને અનુજ્ઞા આપી છે, જે કલ્પિકપ્રતિસેવારૂપ છે. આમ છતાં આવા પ્રત્યનીક સાધુ ઉપદેશમાં લોકોને કહે કે આ મહાત્માઓ સમુદાયમાં રહીને નિર્દોષ આહારના બદલે ભિક્ષાના દોષો સેવે છે, તેથી તેઓનું ચારિત્ર શુદ્ધ નથી; જ્યારે અમે નિર્દોષ ભિક્ષા અર્થે અને ચારિત્રની શુદ્ધિ અર્થે જ સમુદાયનો ત્યાગ કરીને એકલા વિહાર કરીએ છીએ. આ પ્રકારે શાસ્ત્રના પ્રત્યેનીક એવા કોઈક સાધુઓ કલ્પિકપ્રતિસેવામાં તે દોષનો પરિહાર હોવા છતાં તેનો લોપ કરે છે, અને પોતાના સ્વચ્છંદ આચારને માર્ગરૂપે સ્થાપે છે.
આશય એ છે કે મોક્ષનું પ્રબળ કારણ સંવેગની વૃદ્ધિ છે અને સંવેગની વૃદ્ધિ માટે ગીતાર્થની નિશ્રામાં રહીને સાધુએ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાને ગ્રહણ કરવાની છે, અને ગ્રહણશિક્ષાને અને આસેવનશિક્ષાને સમ્યક્ પરિણમન પમાડવા માટે આહારશુદ્ધિનું શાસ્ત્રમાં વિધાન છે; પરંતુ સમુદાયમાં ઘણા સાધુઓ હોવાને કારણે આહારશુદ્ધિની શક્યતા ન હોય ત્યારે ગીતાર્થોને અપવાદથી અશુદ્ધ ભિક્ષાની ભગવાને અનુજ્ઞા આપી છે જે કલ્પિકસેવારૂપ છે, અને અપવાદથી સેવેલ કલ્પિકસેવાથી ગ્રહણ કરાયેલા