________________
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૯૦-૯૧
૧૨૧
ગાથા :
जो जं सेवइ दोसं, संणिहिपमुहं तु सो अभिणिविट्ठो । ठावेइ गुणमहेउं, अववायपयं पुरो काउं ॥१०॥ यो यं सेवते दोषं सन्निधिप्रमुखं तु स अभिनिविष्टः ।
स्थापयति गुणमहेतुं अपवादपदं पुरः कृत्वा ॥९०॥ ગાથાર્થ :
જે સાધુ જે સન્નિધિ વગેરે દોષને સેવે છે, અભિનિવિષ્ટ એવો તે સાધુ અપવાદપદને આગળ કરીને અહેતુને ગુણના અહેતુને, ગુણરૂપ સ્થાપન કરે છે. I૯૦ના ભાવાર્થ -
જે સાધુઓ શાસ્ત્રને જાણનારા છે તેઓ ઉત્સર્ગ-અપવાદને પણ જાણે છે; આમ છતાં, મધ્યસ્થ પરિણતિ નહિ હોવાના કારણે પોતાની શાતાના અર્થે સન્નિધિ વગેરે દોષોનું સેવન કરે છે, અને પોતે જે દોષો સેવે છે તે યથાર્થ છે, સ્થાને છે, એ પ્રકારનો અભિનિવેશ તેઓમાં વર્તે છે. તેથી લોકો આગળ પોતે અનુચિત કરે છે તેવું ન દેખાય તે માટે અપવાદને આગળ કરીને અર્થાત્ ભગવાને અપવાદથી આવી પ્રવૃત્તિ કરવાનું કહ્યું છે તેમ કહીને, પોતે જે સન્નિધિ વગેરે દોષો સેવે છે, તે સંયમવૃદ્ધિના હેતુ નહિ હોવા છતાં સંયમવૃદ્ધિના હેતુ છે એમ સ્થાપન કરે છે. ભગવાને સંયમવૃદ્ધિનું કારણ હોય એવા સ્થાને અપવાદ સન્નિધિ આદિ રાખવાનું કહ્યું છે, તેને અસ્થાને જોડીને, પોતાના પ્રમાદને ગુણરૂપે સ્થાપન કરીને વિપરીત ઉપદેશ આપીને તેઓ મુગ્ધ જીવોને પ્રમાદરૂપી ગર્તામાં પાડે છે. આમ ગાથા-૮૮ સાથે પ્રસ્તુત ગાથાનો સંબંધ છે.
અહીં સન્નિધિ દોષ એટલે સાધુને વાપરવાની કોઈપણ વસ્તુ ત્રણ પહોરના કાળથી અધિક રાખવાનો ઉત્સર્ગથી નિષેધ છે, તેથી આહાર-પાણી-ઔષધઆદિ કોઈપણ વસ્તુ ત્રણ પહોર પસાર થઈ ગયા હોય તો પરઠવી દેવી પડે. છતાં અપવાદથી ગુણનો હેતુ હોવાના કારણે સાધુને ઔષધઆદિ રાખવાની ભગવાનની અનુજ્ઞા છે, પરંતુ તેવું અપવાદનું કારણ ન હોય તો સન્નિધિ રાખવામાં દોષની પ્રાપ્તિ 4114. liceoll
અવતરણિકા :
ગાથા-૮૮, ૮ અને ૯૦માં ગારવરસિક સાધુઓ અસ્થાને અપવાદને જોડીને દેશનાને પલટાવે છે તેનું વર્ણન કર્યું. હવે કેટલાક સાધુઓ આહારવિશુદ્ધિ આદિના પક્ષપાતવાળા હોય છે, તેથી અપવાદના સ્થાનમાં પણ=જ્યાં ભગવાને દોષિત આહાર લેવાની અનુજ્ઞા આપી છે એવાં સ્થાનોમાં પણ, ગીતાર્થોના પાતંત્ર્યને છોડીને પોતાની મતિ અનુસાર નિર્દોષ ભિક્ષા માટે યત્ન કરે છે. તે સાધુઓ પણ મધ્યસ્થ નહિ હોવાના કારણે કઈ રીતે દેશનાના અધિકારી નથી, તે બતાવવા માટે કહે છે –