________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૯૧-૯૨
૧૨૩
અશુદ્ધ આહારના બળથી પણ તે સાધુઓ ધ્યાન-અધ્યયનઆદિ દ્વારા સંવેગની વૃદ્ધિ કરીને સંયમની શુદ્ધિ કરે છે. આથી અપવાદથી ગ્રહણ કરાયેલ તે દોષિત ભિક્ષાથી સાધુઓને લેશ પણ કર્મબંધ થતો નથી, એટલું જ નહિ પણ અપવાદથી દોષિત ભિક્ષા ગ્રહણ કરવા છતાં ભગવાનની આજ્ઞાનું પાલન થતું હોવાથી તે દોષિત ભિક્ષા નિર્જરાનું કારણ બને છે. વળી, ગીતાર્થના સાંનિધ્યના બળથી, બાહ્ય ભિક્ષાના દોષ સેવવા છતાં, તે સાધુઓ અભિનવશ્રુતની પ્રાપ્તિ દ્વારા સંવેગના અતિશયને પામે છે, અને ઊંચા ઊંચા સંયમના કંડકોને પ્રાપ્ત કરે છે. આવા સાધુની અપવાદિક ઉચિત પ્રવૃત્તિઓનો જે સાધુઓ અપલાપ કરે છે તે સાધુઓ શાસનના પ્રત્યેનીક છે, અને તેવા સાધુ મધ્યસ્થ પરિણતિવાળા નહિ હોવાથી ઉપદેશ આપવા માટે અનધિકારી છે. ૯૧|| અવતરણિકા :
અપુષ્ટ આલંબનવાળા કેટલાક સાધુઓ રસગારવઆદિના વશથી નિયતવાસાદિક કરે છે, કેટલાક સાધુઓ સન્નિધિ દોષો સેવે છે, કેટલાક સાધુઓ અસ્થાને અપવાદને જોડીને પોતાના પ્રમાદને ગુણરૂપે
સ્થાપે છે અને કેટલાક સાધુઓ ઉત્સર્ગ રુચિવાળા હોવાથી નિર્દોષ ભિક્ષા આદિમાં બદ્ધ આગ્રહવાળા બનીને, હિતકારી એવી કલ્પિકસેવાનો પણ અપલાપ કરીને પોતાના સ્વચ્છેદ માર્ગનું પોષણ કરે છે, અને આ રીતે આ સર્વ સાધુઓ મધ્યસ્થ નહિ હોવાના કારણે પોતાની વિપરીત પ્રવૃત્તિને પુષ્ટ કરવા માટે વિપરીત દેશના આપે છે અને માર્ગનો નાશ કરે છે. આ પ્રમાણે ગાથા-૮૮થી ૯૧ સુધી બતાવ્યું. હવે મધ્યસ્થ ગીતાર્થો તે વિષયમાં શું કરે છે, તે બતાવે છે –
ગાથા :
तं पुण विसुद्धसद्धा, सुअसंवायं विणा ण संसंति । अवहीरिऊण नवरं, सुआणुरूवं परूविति ॥१२॥ तं पुनर्विशुद्धश्रद्धाः श्रुतसंवादं विना न शंसन्ति ।
अवधीर्य नवरं श्रुतानुरूपं प्ररूपयन्ति ॥९२॥ ગાથાર્થ :
વળી, તેને અપવાદિક નિયતવાસાદિકને કે અપવાદિક સન્નિધિ વગેરે ગુણકારી પ્રવૃત્તિને, વિશુદ્ધ શ્રદ્ધાવાળા એવા સાધુઓ શ્રુતના સંવાદ વગર કહેતા નથી, કેવળ અવગણના કરીને જે પ્રવૃત્તિમાં વ્યુતવચન ન મળતું હોય તેવી અનુચિત પ્રવૃત્તિની અવગણના કરીને શ્રુતઅનુરૂપ પ્રરૂપણા કરે છે. I૯૨ાા ભાવાર્થ :
ગાથા-૮૪માં બતાવેલ એવા શાસ્ત્રના જાણનારાઓ અને મધ્યસ્થ ગુણવાળા સાધુઓ વિશુદ્ધ શ્રદ્ધાવાળા હોય છે અર્થાત્ ભગવાનનાં વચનો જે સ્થાને જે પ્રકારે જે અર્થમાં કહેવાયેલાં છે, તે સ્થાને તે પ્રકારે તે અર્થમાં તે વચનોને સ્વીકારવાની અને સેવવાની રુચિવાળા હોય છે. તેથી આવા ગીતાર્થ