________________
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૭૦-૭૧-૭૨
(v) હિતના કાંક્ષી : વળી, દેશના આપનાર જેમ મધ્યસ્થ હોવા જોઈએ તેમ દેશના સાંભળવા આવનાર શ્રોતાઓના હિતના કાંક્ષી હોવા જોઈએ. ઉપદેશક સાધુ શ્રોતાની યોગ્યતાનો વિચાર કરીને જે રીતે તેનું હિત થાય તે રીતે દેશના આપે. જો કોઈ મંદબુદ્ધિવાળો શ્રોતા હોય અને લાયક જીવ હોય તો તેને પરમાર્થનો બોધ કરાવવા અર્થે અનેક વખત પણ સમજાવે, અને તેને બોધ થાય ત્યારે એમ ન કહે કે તારી બુદ્ધિ અતિમંદ છે, પરંતુ તેને ઉત્સાહ પેદા કરાવવા અર્થે એમ જ કહે કે ‘‘પરમાર્થની પ્રાપ્તિ અતિદુર્લભ છે. તને આટલા પ્રયત્નથી પણ પરમાર્થ પ્રાપ્ત થયો છે, માટે ૫૨માર્થને જાણીને હિત સાધવામાં પ્રમાદ ન કરવો જોઈએ,” એ પ્રકારની પ્રેરણા કરે; કેમ કે શ્રોતાના હિતના અર્થી જે રીતે શ્રોતાનું અધિક હિત થાય તે રીતે પ્રવૃત્તિ કરે. જે સાધુ આવા પ્રકારની હિતની કાંક્ષાવાળા નથી તેમની દેશના સુવિશુદ્ધ બને નહિ, અને ઉત્તમશ્રદ્ધાવાળા સાધુ શક્તિ હોય તો આવી સુપરિશુદ્ધ દેશના અવશ્ય કરે. જો શક્તિ હોવા છતાં દેશનામાં થતા શ્રમ આદિનો વિચાર કરીને દેશનાની ઉપેક્ષા કરે, અને પોતાના અન્ય ઉચિત અનુષ્ઠાનમાં સુદૃઢ યત્ન કરતા હોય, તોપણ ઉત્તમશ્રદ્ધાના ત્રીજા કાર્યરૂપ સુદેશનાનો અભાવ હોવાથી તેઓ સુસાધુ નથી. leon
(i) દેશનાના અધિકારી
-
‘સુપરિચિત આગમઅર્થવાળા'
૯૫
અવતરણિકા :
પૂર્વગાથામાં ઉત્તમશ્રદ્ધાનું કાર્ય દેશના બતાવતાં કહ્યું કે સુપરિચિત આગમઅર્થવાળા દેશનાના અધિકારી છે. તેને દૃઢ કરવા માટે જે એવા નથી તે અધિકારી છે, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
ण परिचिआ जेण सुआ, समयत्था तस्स णत्थि अणुओ ।
सो सत्तूपयणिट्ठो, जं भणिअं संमईइ इमं ॥७१॥
न परिचिता येन श्रुताः समयार्थास्तस्य नास्त्यनुयोगः । स शत्रुपदनिष्ठो यद्भणितं सम्मताविदम् ॥ ७१ ॥
ગાથાર્થ ઃ
જેમના વડે શ્રુતો=આગમો, અને શાસ્ત્રના અર્થે પરિચિત કરાયા નથી, તેમને=તે સાધુને, અનુયોગ નથી=વ્યાખ્યાન કરવાની અનુજ્ઞા નથી. (અને જો તે સાધુ દેશના કરે તો) તે સાધુ શત્રુપદમાં નિષ્ઠ છે=જિનશાસનના શત્રુસ્થાનમાં રહેલા છે, જે કારણથી ‘સમ્મતિ તર્ક' ગ્રંથમાં આ= આગળમાં કહેવાશે એ, કહેવાયું છે. I[૧]l
અવતરણિકા :
-
પૂર્વગાથામાં કહ્યું કે ‘સમ્મતિ ગ્રંથ'માં આ કહેવાયું છે. તેથી હવે ‘સમ્મતિ ગ્રંથ’ની ગાથા બતાવે છે —