________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૮૬-૮૭
૧૧૫
ભાવાર્થ :
ગાથા-૮૪માં કહેલ કે શાસ્ત્રના જાણકાર મધ્યસ્થ એવા સાધુ, આહત્ય અર્થાત્ વિચાર્યા વિના શીધ્ર સ્વછંદ બોલે નહિ. તેની પુષ્ટિ માટે પ્રસ્તુત ગાથા સાક્ષીરૂપે છે. પાપભીરુ અને મધ્યસ્થ એવા ગીતાર્થ સાધુ વિચારે કે પૂર્વના આચાર્યો સંવિગ્ન હતા અને તે કાળમાં ઘણાં આગમો હોવાથી અત્યારના ગીતાર્થો કરતાં તેઓ ગીતાર્થતમ હતા. વળી, વિધિમાં બહુમાનવાળા હતા. તેથી જે પ્રવૃત્તિ પરંપરાથી ચાલી આવે છે તે પ્રવૃત્તિને જ્યારે ગીતાર્થતમ સાધુઓએ દૂષિત કરી નથી અને સર્વ ધાર્મિક લોકો દ્વારા આચરાઈ છે, ત્યારે તેવી પ્રવૃત્તિને અનતિશય એવા મારા વડે કેમ નિવારણ કરી શકાય? તેથી જ્યાં સુધી સ્પષ્ટ નિર્ણય થાય નહિ કે આ પ્રવૃત્તિ ગીતાર્થોને માન્ય નથી ત્યાં સુધી શાસ્ત્રના જાણનારા મધ્યસ્થ સાધુ તેને દૂષિત કરે નહિ, અને આવા મધ્યસ્થ સાધુ દેશનાના અધિકારી છે, એ પ્રકારનો સંબંધ ગાથા-૭૦ સાથે છે. ૮દી
અવતરણિકા :
तथैतदपि गीतार्थाः परिभावयन्ति - અવતરણિકાર્ય :- -
અને આ પણ ગીતાર્થો પરિભાવન કરે છે –
ગાથા-૮૪માં કહ્યું કે મધ્યસ્થ ગીતાર્થો વિચાર્યા વગર શીધ્ર સ્વછંદ બોલતા નથી. તેને પુષ્ટ કરવા માટે કહે છે- ગાથા-૮૭માં બતાવાશે એ પણ ગીતાર્થો પરિભાવન કરે છે.
ગાથા :
अइसाहसमेअं जं, उस्सुत्तपरूवणा कडुविवागा । जाणंतेहि वि हिज्जइ, णिद्देसो सुत्तबज्झत्थे ॥८७॥ अतिसाहसमेतद्यदुत्सूत्रप्ररूपणा कटुविपाका ।
जानानैरपि दीयते निर्देशः सूत्रबाह्यार्थे ॥८७॥ અન્વયાર્થ :
સુપરૂવUT વિવાII=ઉસૂત્ર પ્રરૂપણા કટુ વિપાકવાળી છે, (તિ એ પ્રમાણે) નાદિ વિ=જાણનારા વડે પણ, સુત્તવાળે સૂત્રબાહ્ય અર્થમાં, દેતો હિન્ન નિશ્ચય અપાય છે, ગં ગં જે આ સૂત્રબાહ્ય અર્થમાં “આ આમ જ છે” એમ લોક આગળ નિર્ણય કહેવાય છે કે, મહિષ્ણ અતિસાહસ છે.
ગાથાર્થ :
ઉત્સુત્ર પ્રરૂપણા કટુ વિપાકવાળી છે,” (એ પ્રમાણે) જાણનારા વડે પણ, સૂત્રબાહ્ય અર્થમાંs શાસ્ત્રને માન્ય નથી એવા અર્થમાં, જે નિશ્ચય અપાય છે એ અતિસાહસ છે. Icoll