________________
૧૧૪
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૮૬
ગાથા :
संविग्गा गीयतमा, विहिरसिआ पुव्वसूरिणो आसी । तददूसिअमायरिअं, अणइसई को णिवारेइ ॥८६॥ संविग्ना गीततमा विधिरसिकाः पूर्वसूरय आसन् ।
तददूषितमाचरितमनतिशयी को निवारयति ॥८६॥ ગાથાર્થ -
પૂર્વના સૂરિઓ સંવિગ્ન, જયત=ગીતાર્થતમ, વિધિરસિક, હતા. તેમનાથી પૂર્વના સૂરિઓથી અદૂષિત અને આચરણ કરાયેલ એવા કૃત્યને અનતિશયી એવા કોણ નિવારણ કરે? અર્થાત પૂર્વાચાર્યોના તેવા કૃત્યની આશાતનાભી કોઈ સાધુ નિવારણા કરે નહિ. llઢા ટીકા :__ 'संविग्ना' मंक्षु मोक्षाभिलाषिणो 'गीयतम'त्ति पदैकदेशे पदप्रयोगो यथा भीमसेनो भीम इति, ततो गीता-गीतार्थाः तमापि प्रत्यये गीतार्थतमा इति भवत्यतिशयगीतार्था इति भावः, तत्काले बहुतमागमसद्भावात् । तथा विधिरसो विद्यते येषां (ते) विधिरसिका विधिबहुमानिनः संविग्नत्वादेव पूर्वसूरयश्चिरंतनमुनिनायका आसन्-अभूवन् तैरदूषितमनिषिद्धमाचरितं सर्वधार्मिकलोकव्यवहृतमनतिशयी-विशिष्टश्रुतावध्याद्यतिशयविकलः को निवारयति ? पूर्वपूर्वतरोत्तमाचार्याशातना મીને વિતિ (થર્મરત્નપ્રર મા. ૨૦૦). ટીકાર્ય :
સંવિગ્ન' શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે- ‘ક્ષ' ધાતુ મોક્ષાભિલાષીના અર્થમાં છે, તેથી સંવિગ્ન એટલે મોક્ષના અભિલાષવાળા.
નીયતા એ પદમાં પદના એક દેશમાં પદનો પ્રયોગ છે, જે પ્રમાણે ભીમસેન પદમાં ભીમ એ પ્રકારનો પ્રયોગ છે. તેથી “ગીતા”નો અર્થ ગીતાર્થો એમ થાય, અને તેમાં “તમ' પણ પ્રત્યય લાગવાના કારણે ગીતાર્થતમ એ પ્રકારનો શબ્દ થાય છે. તેથી ગીયતમા’નો અર્થ અતિશય ગીતાર્થો એ પ્રકારનો થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પૂર્વના સૂરિઓ સંવિગ્ન અને ગીતાર્થતમ હતા; કેમ કે તે કાળમાં બહુતમ આગમનો સદ્ભાવ હતો. વળી તે પૂર્વના સૂરિઓ સંવિગ્ન હોવાથી જ વિધિરસિક હતા અર્થાત વિધિબહુમાનવાળા હતા, અને તે પૂર્વસૂરિઓ એટલે ચિરંતનમુનિના નાયકો, આવા સંવિગ્ન આદિ ગુણવાળા હતા. તેઓના વડે અદૂષિત=અનિષિદ્ધ અને આચરિત=સર્વધાર્મિક લોક વડે આચરણ કરાયેલ, અનતિશયી વિશિષ્ટ કૃત, અવધિ આદિ અતિશયથી રહિત કોણ નિવારણ કરે? અર્થાત્ કોઈ વિવેકી સાધુ નિવારણ કરે નહિ અર્થાત્ પૂર્વ પૂર્વતરના ઉત્તમ આચાર્યની આશાતનાનો ભીરુ કોઈ સાધુ તેઓ વડે અદૂષિત એવા આચરણનું નિવારણ કરે નહિ. I૮૬ll