________________
૧૧૨
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૮૫
ટીકા : "
इह चशब्दः पुनरर्थ इति यत् पुनरर्थजातमनुष्ठानं वा नैव सूत्रेसिद्धान्ते विहितं करणीयत्वेनोक्तं चैत्यवन्दनावश्यकादिवत्, न च प्रतिषिद्धं प्राणातिपातादिवत्, अथ जने-लोके चिररूढमज्ञातादिभावं स्वमतिविकल्पितदोषात् स्वाभिप्रायसंकल्पितदूषणात् तदपि, आस्तामागमोक्तं न दूषयन्ति न युक्तमेतदिति परस्य नोपदिशन्ति संसारवृद्धिभीरवो गीतार्थाः-विदितागमतत्त्वाः, यतस्ते एवं श्रीभगवत्युक्तं पर्यालोचयन्ति
तथाहि
"जे णं महुया ! अटुं वा हेउं वा पसिणं वा वागरणं वा अन्नायं वा अदिटुं वा अस्सुयं वा अपरिनायं वा बहुजणमझे आघवेइ पन्नवेइ परूवेइ दंसेइ निदंसेइ उवदंसेइ, से णं अरहंताणं आसायणाए वट्टइ, अरहंतपन्नत्तस्स धम्मस्स आसायणाए वइ, केवलीणं आसायणाए वइ, केवलिपन्नत्तस्स धम्मस्स आसायणाए वट्टइत्ति । (धर्मरत्न प्रकरण I. ૧૬) ટીકાર્ય :
અહીં=ગાથામાં “ઘ' શબ્દ પુનઃ અર્થમાં છે એથી જે વળી, અર્થાત=પદાર્થ અથવા અનુષ્ઠાન, સૂત્રમાં સિદ્ધાન્તમાં વિહિત નથી ચૈત્યવંદન-આવશ્યકઆદિની જેમ કરણીયપણા વડે કહેવાયું નથી, અને પ્રાણાતિપાત આદિની જેમ પ્રતિષિદ્ધ નથી; લોકમાં ચિરરૂઢ છે, અજ્ઞાત આદિભાવવાળું છે=આદિભાવ જેનો અજ્ઞાત છે તેવું છે, તેને પણ સ્વમતિવિકલ્પિત દોષથી=સ્વઅભિપ્રાય વડે સંકલ્પિત એવા દૂષણથી, દૂષિત કરતા નથી અર્થાત્ આગમમાં કહેલું તો દૂષણ કરતા નથી પરંતુ અજ્ઞાત આદિભાવવાળા એવા ચિરરૂઢને પણ દૂષિત કરતા નથી અર્થાત “આ યુક્ત નથી' એ પ્રમાણે પરને ઉપદેશ આપતા નથી.
કોણ દૂષિત કરતા નથી? એ સ્પષ્ટ કરે છે–
સંસારવૃદ્ધિના ભીરુ એવા ગીતાર્થો=આગમનું તત્ત્વ જાણ્યું છે એવા ગીતાર્થો દૂષિત કરતા નથી, જે કારણથી તેઓ=ગીતાર્થો, ભગવતીસૂત્રમાં કહેવાયેલું એવું પર્યાલોચન કરે છે, અને તે ભગવતીનું કથન જ તથાદિ થી બતાવે છે.
vi મહુયા=હે મદ્રક, ને=જે સાધુ, મન્નાથં-અજ્ઞાત શાસ્ત્ર આદિથી નહિ જાણેલો, અથવા અતિદુંનહિ જોયેલો વિશેષ જ્ઞાન આદિથી નહિ જોયેલો, અથવા મસુયં અશ્રુત નહિ સાંભળેલો=ગુરુ આદિ પાસેથી નહિ સાંભળેલો, અથવા મારિનાથં અપરિજ્ઞાત=શાસ્ત્ર આદિથી જાણ્યું હોય પણ આ આમ જ છે એ પ્રકારનો વિશેષ નિર્ણય થયો ન હોય એવો મર્દ અર્થ, અથવા હેડં હેતુ, અથવા સિf=પ્રશ્ન, અથવા વારVi=ઉત્તર=સમાધાન, બહુલોકમાં મથવે બતાવે છે, પ્રજ્ઞાપના કરે છે, પ્રરૂપણા કરે છે, દેખાડે છે, અત્યંત દેખાડે છે, ઉપદર્શન કરે છે, જે તેeતે સાધુ અરિહંતોની આશાતનામાં વર્તે છે, અરિહંતપ્રજ્ઞખ ધર્મની આશાતનામાં વર્તે છે, કેવલીઓની આશાતનામાં વર્તે છે, કેવલી પ્રજ્ઞપ્ત ધર્મની આશાતનામાં વર્તે છે. “ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.