________________
૧૧૦
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૮૩-૮૪
અહીં પ્રશ્ન થાય કે ગુરુથી અનુજ્ઞાત શિષ્ય શીધ્ર ગુરુભાવને દેખાડે છે તેમ કેમ કહ્યું? તેથી કહે છે
જે કારણથી શિષ્યના શિષ્યો થાય છે, અશિષ્યના શિષ્યો થતા નથી. અર્થાત જે શિષ્ય ગુણવાન ગુરુને પરતંત્ર થઈને શાસ્ત્ર ભણીને સંપન્ન થાય છે તે શિષ્ય ભાવથી શિષ્ય છે, અને તેવા શિષ્યના શિષ્યો થાય છે; અને જે શિષ્ય ગુણવાન ગુરુને પરતંત્ર નથી અને ગુરુની અનુજ્ઞા વગર સ્વમતિ અનુસાર ઉપદેશ આદિમાં પ્રવૃત્તિ કરે છે તેઓ પરમાર્થથી શિષ્ય નથી, અને તેવા અશિષ્યના કોઈ શિષ્ય થતા નથી. આવા અશિષ્યના જે શિષ્યો થાય છે તે નામમાત્રથી શિષ્ય કહેવાય પણ પરમાર્થથી શિષ્ય કહેવાતા નથી; કેમ કે ગુણવાન ગુરુને પરતંત્ર થઈને તેણે શિષ્યભાવ પ્રાપ્ત કરેલ નથી. તેથી પરમાર્થથી પોતે જ અશિષ્ય છે, તેથી તેની પાસે કોઈ યોગ્ય જીવ દીક્ષા લેતા નથી; અને કદાચ કોઈ જીવ તેનો શિષ્ય થાય તો તે નામમાત્રથી શિષ્ય છે, પરમાર્થથી આવા અશિષ્યના કોઈ શિષ્યો થતા નથી.
આનાથી એ ફલિત થયું કે જે શિષ્ય ગુણવાન ગુરુને પરતંત્ર થઈને ગુરુ પાસેથી શાસ્ત્રના પરમાર્થને પ્રાપ્ત કરીને સંપન્ન થાય છે, તે શિષ્ય પરમાર્થથી શિષ્યભાવને પ્રાપ્ત કરે છે. આવા સંપન્ન થયેલા શિષ્ય : (૧) ગુરુભાવના આવિર્ભાવથી અનેક શિષ્યોને પ્રાપ્ત કરે છે, (૨) પોતાનામાં ગુરુભાવના આવિર્ભાવથી પોતાનું કલ્યાણ સાધી શકે છે, (૩) શિષ્યોને સંયમની ઉચિત પ્રવૃત્તિ કરાવીને નિર્જરાની પ્રાપ્તિ કરાવે છે અને (૪) યોગ્ય શિષ્યોને પોતાની જેમ ગુરુભાવને પ્રાપ્ત કરાવે છે. આ રીતે કલ્યાણની પરંપરાને વધારે છે. માટે ગુરુ વડે અનુજ્ઞા પામેલા શિષ્ય દેશના માટે અધિકારી છે, અન્ય નહિ, એ પ્રકારે ગાથા-૭૦ સાથે સંબંધ છે. ll૮all
(ii) દેશના માટે અધિકારી – “મધ્યસ્થ”
અવતરણિકા :
ગાથા-૭૦માં દેશનાના અધિકારી સાધુનાં પાંચ વિશેષણો બતાવ્યાં. હવે ક્રમ પ્રાપ્ત “મધ્યસ્થ સાધુ દેશનાના અધિકારી છે, તે બતાવવા ગાથા-૮૪ થી ૯૨ સુધી કહે છે –
ગાથા :
सत्थण्णुणा वि तीइ, मज्झत्थेणेव सासिउं सव्वं । सच्छंदं नो जंपइ, जमेस आहच्च भणिअं च ॥८४॥ शास्त्रज्ञेनापि शक्यते मध्यस्थेनैव शासितुं सर्वम् ।
स्वच्छन्दं नो जल्पति यदेष आहत्य भणितं च ॥८४॥ ગાથાર્થ :
શાસ્ત્રના જાણકાર પણ મધ્યસ્થ વડે જ સર્વને શાસન આપવું શક્ય છે સુયોગ્ય જીવોને શાસ્ત્રના પરમાર્થનો બોધ કરાવીને માર્ગમાં પ્રવર્તાવવું શાસ્ત્રજ્ઞ પણ મધ્યસ્થ વડે જ શક્ય છે; નજે કારણથી
=આ મધ્યસ્થ, માર્ચે વિચાર્યા વગર શીઘ, સ્વચ્છન્દ બોલતા નથી. મારૂં ગં અને કહેવાયેલું છે=અન્ય શાસ્ત્રમાં કહેવાયેલું છે, જે સ્વયં ગ્રંથકાર આગળની ગાથાઓમાં કહેવાના છે. I૮૪