________________
૧૦૮
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૮૨-૮૩
इतरेष्वपि विषयेषु भासागुणदोषज्ञायक एवम् ।
भाषते सर्वं सम्यक् यथा भणितं क्षीणदोषैः ॥८२॥ ગાથાર્થ -
એ રીતે દાનમાં બતાવ્યું એ રીતે, ભાષાના ગુણ-દોષને જાણનારા ગીતાર્થ સાધુ ઇતર પણ વિષયોમાં=દાનથી ઇતર શીલ આદિ પણ વિષયોમાં, જે પ્રમાણે ક્ષીણદોષવાળા ભગવાન વડે કહેવાયું છે, તે પ્રમાણે સર્વ સમ્યફ કહે છે. શા ભાવાર્થ :
જે સાધુ શાસ્ત્ર ભણીને કઈ ભાષા સાવદ્ય છે અને કઈ ભાષા નિરવદ્ય છે તેના ગુણદોષને જાણતા હોય, તેવા સાધુ ઉપદેશ આપવા માટે અધિકારી છે. તેથી દાન, શીલ, તપ, ભાવ એ ચાર ધર્મવિષયક કે શ્રાવકઆદિના ઉચિતકૃત્ય વિષયક કે અન્ય શાસ્ત્રીય પદાર્થવિષયક ઉપદેશ આપતી વખતે, જે પ્રમાણે ભગવાને કહ્યું છે તે પ્રમાણે સર્વ સમ્યક્ કહે છે, તેથી તે ઉપદેશ એકાંતે સ્વ-પરના કલ્યાણનું કારણ બને છે; પરંતુ જે સાધુ ગાથા-૭૩ માં બતાવ્યું તે પ્રમાણે ઇતર શાસ્ત્રમાં કુશળ હોય, આમ છતાં ભાષાના વિશેષને જાણતા ન હોય, તો તેમનો ઉપદેશ સાવદ્ય પ્રવૃત્તિરૂપ હોવાથી કર્મબંધનું કારણ છે. તેથી તેવા ઉપદેશક સંયમની અન્ય ક્રિયાઓ સારી રીતે કરતા હોય તોપણ ઉત્તમશ્રદ્ધાનું કાર્ય વિશુદ્ધ દેશના તેમનામાં નથી માટે સુસાધુ નથી એ પ્રકારનો ગાથા-૭) સાથે સંબંધ છે. liદરા
(i) દેશના માટે અધિકારી – “સુંદર ગુરુથી દેશના માટે અનુજ્ઞા અપાયેલા અવતરણિકા :
ઉત્તમશ્રદ્ધાનું ત્રીજું કાર્ય વિશુદ્ધ દેશના કેવા સાધુ કરે તે બતાવવા અર્થે ગાથા-૭૦માં વિશુદ્ધ દેશના કરનાર સાધુનાં પાંચ વિશેષણો બતાવ્યાં. તેમાં પ્રથમ વિશેષણ હતું કે “સુપરિચિત આગમઅર્થવાળા' સાધુ વિશુદ્ધ દેશનાને કરે; અને તે સુપરિચિત આગમઅર્થવાળા સાધુ કેવા હોય તેનો ગાથા-૭૧ થી ૮૨ સુધી વિસ્તાર કર્યો. હવે ક્રમ પ્રાપ્ત વિગત પાત્રને ઉપદેશને યોગ્ય શ્રોતારૂપ પાત્રને, જાણનારા સાધુ કેવા હોય છે તે બતાવવું જોઈએ. આમ છતાં અવગત પાત્ર વિશેષણ હિતકાંક્ષી સાથે સંબંધવાળું હોવાથી તે સ્થાનમાં તેનું વર્ણન કરશે. તેથી ક્રમ પ્રાપ્ત વયપત્તો' વિશેષણને છોડી “સુદામgorો' અર્થાત્ શુભ ગુરુથી અનુજ્ઞાત વિશેષણનું તાત્પર્ય બતાવવા અર્થે કહે છે –
ગાથા :
गुरुणा य अणुण्णाओ, गुरुभावं देसउ लहुं जम्हा । सीसस्स हुंति सीसा, ण हुंति सीसा असीसस्स ॥८३॥ गुरुणा चानुज्ञातो गुरुभावं देशयतु लघु यस्मात् । शिष्यस्य भवन्ति शिष्या न भवन्ति शिष्या अशिष्यस्य ॥८३॥