________________
૧૦૬
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૭૯-૮૦-૮૧
મિથ્યાષ્ટિની ભક્તિ પ્રશંસાપ્રાપ્ત થાય નહિ. વળી, નિશ્ચય-વ્યવહારથી તેના ભેદો બતાવ્યા; તેથી એ નક્કી થાય કે ગીતાર્થ સાધુ ઉચિત સ્થાને વ્યવહારનયને જોડીને અને ઉચિત સ્થાને નિશ્ચયનયને જોડીને પાત્ર-અપાત્રનો વિભાગ કરે, અને તે રીતે ગીતાર્થ સાધુ મિથ્યાદષ્ટિ એવા યોગ્ય જીવોની કરાયેલી ભક્તિને પણ પાત્રની ભક્તિ તરીકે સ્વીકારીને તે ભક્તિની પ્રશંસા પણ કરે. ૭
અવતરણિકા -
ગીતાર્થ માટે કયું દાન પ્રશંસનીય છે અને કયું દાન નિષેધ કરવા યોગ્ય છે તે ગાથા-૭૬-૭૭ માં બતાવ્યું. ત્યારપછી સુપાત્રદાન માટેનાં પાત્રો કોણ છે તેની ચર્ચા ગાથા-૭૮-૭૯ માં કરી. તેથી એ પ્રાપ્ત થાય કે અપાત્રમાં દાનનો નિષેધ કરવામાં ઉપદેશકને દોષ નથી; આમ છતાં અપાત્રમાં દાનના નિષેધને કહેનારા ભગવતીસૂત્રના વચનનું તાત્પર્ય શું છે, તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
ગાથા :
जं पुण अपत्तदाणे, पावं भणिअं धुवं भगवईए । तं खलु फुडं अपत्ते, पत्ताभिणिवेसमहिगिच्चा ॥८॥ यत्पुनरपात्रदाने पापं भणितं ध्रुवं भगवत्याम् । तत्खलु स्फुटमपात्रे पात्राभिनिवेशमधिकृत्य ॥८०॥
ગાથાર્થ :
જે વળી ભગવતીમાં અપાત્રદાન આપવામાં નિશ્ચે પાપ કહેવાયું છે, તે સ્પષ્ટ અપાત્રમાં પાત્રના અભિનિવેશને આશ્રયીને છે. I૮૦માં
ગાથા :
इहरा उ दाणधम्मे, संकुइए होइ पवयणुड्डाहो । मिच्छत्तमोहजणओ, इय एसा देसणा सुद्धा ॥८१॥ इतरथा तु दानधर्मे संकुचिते भवति प्रवचनोड्डाहः ।
मिथ्यात्वमोहजनक इत्येषा देशना शुद्धा ॥८१॥ ગાથાર્થ :
ઈતરથા=અપાત્રમાં પાત્રના અભિનિવેશને આશ્રયીને અપાત્રમાં દાનનો નિષેધ જો ન સ્વીકારવામાં આવે, પરંતુ અપાત્રમાં દાનનો એકાંત નિષેધ સ્વીકારવામાં આવે, તો દાનધર્મમાં સંકોચ થયે છતે મિથ્યાત્વમોહનો જનક એવો પ્રવચનનો ઉડ્ડાહ-પ્રવચનનું હલકાપણું થાય. એ પ્રકારની ગાથા-૯પ થી અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારની, આ દેશના શુદ્ધ છે. ll૮૧