________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૮૪-૮૫
૧૧૧
ભાવાર્થ :- મધ્યસ્થ સાધુ વિચાર્યા વગર શીઘ, સ્વછંદ બોલતા નથી :
કોઈ સાધુ ગુણવાન ગુરુને પરતંત્ર થઈને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા શાસ્ત્રના જાણનારા થયેલા હોય અને ગુણવાન ગુરુએ તેમને દેશના આપવાનો અધિકાર પણ આપેલો હોય; આમ છતાં તે મધ્યસ્થ ન હોય તો ભગવાનના વચનને યથાર્થ બતાવી શકે નહીં, પરંતુ પોતાને જે પદાર્થો પ્રત્યે પક્ષપાત હોય તે પ્રમાણે શાસ્ત્રોનું નિરૂપણ કરીને, સુદેશનાને બદલે કુદેશનાને કરે. તેથી ઉપદેશ આપવા માટે શાસ્ત્રના જાણકાર, છતાં રાગ-દ્વેષથી પર થઈને “કેવળ સર્વજ્ઞના વચનને મારે યથાર્થ કહેવાં છે? તેવા મધ્યસ્થ પરિણતિવાળા આવશ્યક છે, અને તેવા જ ઉપદેશક લોકોને ભગવાનનાં વચનો યથાર્થ કહે છે. તેથી તે મધ્યસ્થ કેવા હોય તે બતાવવા માટે માથાના ઉત્તરાર્ધમાં કહે છે
જે કારણથી શાસ્ત્રના જાણનાર એવા મધ્યસ્થ સાધુ, મહત્ય અર્થાત્ વિચાર્યા વગર શીધ્ર સ્વચ્છન્દપણે બોલતા નથી. આશય એ છે કે મધ્યસ્થ સાધુ કોઈક સ્થાનમાં પોતે નિર્ણય ન કરી શકે ત્યાં સુધી વિચાર્યા વગર શીધ્ર સ્વચ્છન્દપણે બોલતા નથી, તે વાત ધર્મરત્નપ્રકરણમાં કહેલ છે જે આગળની ગાથામાં ગ્રંથકાર કહે છે, તે બતાવવા માટે પ્રસ્તુત ગાથામાં ‘મતિ ' કહેલ છે. ૧૮૪ll અવતરણિકા - - __ननु सूत्रभणितं प्ररूपयतीत्युक्तम्, यत्पुनः सूत्रानुक्तं विवादपदं लोकानां तत्र पृच्छ्यमानानां गीतार्थनां किमुचितमित्याह -
* “નનુ થી .... મુિરિમિયાદ સુધીની અવતરણિકા ધર્મરત્નપ્રકરણ ગ્રંથમાં પૂર્વની ગાથા સાથેના સંબંધની અપેક્ષાએ છે, તેથી તેનો અવતરણિકાર્થ અહીં કરેલ નથી. અહીં પૂર્વગાથા સાથે “માતં ત્ર'થી જે રીતે સંબંધ છે, તે રીતે અવતરણિતાર્થ કરેલ છેઅવતરણિકાર્ય :
પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે “મધ્યસ્થ એવા ગીતાર્થો આહત્ય અર્થાત્ વિચાર્યા વિના શીઘ્ર સ્વચ્છન્દ મતિથી બોલતા નથી, અને કહેવાયું છે” તેથી હવે તે કથનને ગાથા-૮૫ થી ૮૭માં કહે છે.
ગાથા :
जं च ण सुत्ते विहिअं, ण य पडिसिद्धं जणंमि चिररूढं । समइविगप्पियदोसा, तं पि ण दूसंति गीयत्था ॥४५॥ यच्च न सूत्रे विहितं न च प्रतिषिद्धं जने चिररूढम् ।
स्वमतिविकल्पितदोषात्तदपि न दूषयन्ति गीतार्था ॥८५॥ ગાથાર્થ :
વળી, જે સૂત્રમાં વિહિત નથી અને પ્રતિષિદ્ધ નથી લોકોમાં ચિરરૂઢ છે, તેને પણ સ્વમતિવિકલ્પના દોષથી ગીતાર્થો દૂષિત કરતા નથી. I૮પII