________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા ઃ ૮૩
૧૦૯
ગાથાર્થ :
અને ગુરુ વડે અનુજ્ઞા પામેલા શીધ્ર ગુરુભાવને દેખાડે છે–પામે છે, જે કારણથી શિષ્યના શિષ્યો શય છે, અશિષ્ય) શિષ્યો થતા નથી. JJ૮૩))
ભાવાર્થ :
“પતિ શાસ્ત્રાર્વ કૃતિ શુ?” શાસ્ત્રના તત્ત્વને યથાર્થ બતાવે તે ગુરુ” એ પ્રકારનો ગુરુ શબ્દની વ્યુત્પત્તિ અર્થ છે, અને “આત્માનું જે શાસન કરે અને દુર્ગતિમાં પડતા આત્માનું જે રક્ષણ કરે તે શાસ્ત્ર,” એ પ્રકારનો શાસ્ત્ર શબ્દનો વ્યુત્પત્તિ અર્થ છે. શાસ્ત્રના તત્ત્વને યથાર્થ બતાવનાર ગુરુ ભાવથી ગુરુ છે, અને તેવા ગુરુને પૂર્ણપણે પરતંત્ર રહીને શાસ્ત્રના પરમાર્થને જાણવા યત્ન કરે અને ગુરુવચન અનુસાર શાસ્ત્રના વચનને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે તે શિષ્ય કહેવાય.
વળી, જે ગુરુ શાસ્ત્રના વચનને યથાર્થ બતાવતા નથી તેઓ નામમાત્રથી ગુરુ છે, અને જે શિષ્ય યથાર્થ ગુરુગુણને ધારણ કરનારા એવા ગુરુને પૂર્ણપણે પરતંત્ર રહેતો નથી, શાસ્ત્રના પરમાર્થને જાણવા પ્રયત્ન કરતો નથી અને શાસ્ત્રવચનોને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરતો નથી તે નામમાત્રથી શિષ્ય છે.
જે ગુરુ શાસ્ત્રતત્ત્વને જાણનારા હોય અને ભગવાનના વચન અનુસાર સંયમયોગમાં યત્ન કરનારા હોય તેઓ નિઃસ્પૃહી હોય છે. તેઓ પર્ષદાના અર્થે કે વૈયાવચ્ચના અર્થે કોઈને દીક્ષા આપતા નથી, પરંતુ “યોગ્ય જીવ ભગવાનના વચનના પરમાર્થને પ્રાપ્ત કરીને આ સંસારથી પાર પામે” એ માટે દીક્ષા આપે છે, અને દીક્ષા આપીને શિષ્યની શક્તિ અનુસાર ઉચિત યોગોમાં શિષ્યને પ્રવર્તાવે છે; અને કલ્યાણના અર્થી એવા યોગ્ય જીવો આવા ગુણવાન ગુરુને પરતંત્ર થઈને શિષ્યભાવ સ્વીકારે છે, અને શિષ્યભાવને પામીને ઉચિત યોગોમાં પ્રવૃત્તિ કરીને નિર્જરાની પ્રાપ્તિ કરે છે, જેથી આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય છે. વળી, જે શિષ્યમાં શાસ્ત્ર ભણવાની શક્તિ હોય તે શિષ્યને આવા ગુણવાન ગુરુ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા પોતાની શક્તિને અનુરૂપ શાસ્ત્રના પરમાર્થ બતાવે છે, અને શાસ્ત્રતત્ત્વને બતાવનારા ગુરુને જ્યારે એમ લાગે કે આ શિષ્ય શાસ્ત્રના પરમાર્થોને જાણે છે, અને જગતને પરમાર્થ આપવા માટે સમર્થ બન્યો છે, તેથી મારી જેમ ભગવાનનાં વચનો યોગ્ય જીવોને બતાવીને ઉપકાર કરશે, અને આ સંસારસાગરમાંથી તેમને તારશે, અને તેના ઉપદેશથી બોધ પામીને જે જીવો તેની પાસે દીક્ષા ગ્રહણ કરશે, તે નવદીક્ષિત સાધુઓના ગુરુભાવને અર્થાત ગુરુપણાને આ શિષ્ય અલ્પકાળમાં પ્રાપ્ત કરશે, ત્યારે તે શિષ્યને ગુણવાન ગુરુ દેશના આપવા માટે અનુજ્ઞા આપે છે, તે સિવાય અનુજ્ઞા આપતા નથી. આવા સુગુરુથી દેશના આપવા માટે અનુજ્ઞા અપાયેલો યોગ્ય શિષ્ય શીઘ ગુરભાવને દેખાડે છે અર્થાત્ જેમ શિષ્યને તેના ગુરુએ શાસ્ત્રતત્ત્વ બતાવીને તેના ઉપર ઉપકાર કર્યો તેથી તે ગુરુપણાને પામ્યો, તેમ આ શિષ્ય પણ ભગવાનના વચનનું યથાર્થ રહસ્ય પ્રાપ્ત કરીને યોગ્ય જીવોને સન્માર્ગ બતાવશે, અને આ સંસારસાગરથી તારશે, ત્યારે નવદીક્ષિત સાધુઓના ગુરુપણાને પ્રાપ્ત કરશે. - આનાથી એ ફલિત થયું કે ગુરુથી અનુજ્ઞાત એવો શિષ્ય ઘણા જીવોને પ્રતિબોધ કરીને પોતાના ગુરુની જેમ અલ્પકાળમાં ગુરુપણાને પ્રાપ્ત કરશે.