________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૭૯
૧૦૫
व्यवहारनयेन पुनः पात्रमपात्रं च भवति प्रविभक्तम् ।
निश्चयतः पुनर्बाह्यं पात्रमपात्रं च नो नियतम् ॥७९॥ ગાથાર્થ :- -
વ્યવહારનયથી વળી પાત્ર અને અપાત્ર પ્રવિભક્ત થાય છે અર્થાત આ પાત્ર છે અને આ અપાત્ર છે એવો વિભાગ થાય છે. નિશ્ચયનયથી વળી બાહ્ય પાત્ર અને અપાત્ર નિયત નથી. IIo ભાવાર્થ - નિશ્ચયનયથી અને વ્યવહારનયથી દાન અર્થે પાત્ર-અપાત્રનો વિભાગ :
પૂર્વગાથામાં શ્રાવકને આશ્રયીને જે ત્રણ પ્રકારનાં પાત્રો કહેલાં તેનાથી વિપરીત એવા મિથ્યાદષ્ટિ અને અન્યલિંગી સાધુ શ્રાવકને માટે અપાત્ર છે. આદિધાર્મિકને આશ્રયીને વ્રતમાં રહેલા લિંગીને પાત્ર કહ્યાં, તેના સિવાયના સર્વ આદિધાર્મિકને અપાત્ર છે. આ પ્રકારનો પાત્ર-અપાત્રનો વિભાગ વ્યવહારનય કરે છે. વળી, નિશ્ચયનય પાત્ર-અપાત્રનો વિભાગ પૂર્વમાં બતાવ્યું એ રીતે બાહ્યથી કરતો નથી, પરંતુ નિશ્ચયનયથી કોઈ મિથ્યાષ્ટિ પણ ઘણા ગુણોવાળા હોય અને કોઈ જ્ઞાની આદિથી જાણ્યું હોય કે આ જીવ નજીકમાં મોક્ષગામી છે, તો તે ભક્તિપાત્ર બને છે; જ્યારે વ્યવહારનય તો તેવા મિથ્યાદષ્ટિને પણ અપાત્ર કહે છે.
વળી, વ્યવહારનયથી દાન આપવા માટે દેશવિરતિધર પાત્ર કરતાં સર્વવિરતિધર પાત્ર શ્રેષ્ઠ છે. આમ છતાં, ૧૮૦૦૦ સાધુની ભક્તિ કરવાના આશયથી શ્રાવક કેવલીને પૂછે છે, ત્યારે કેવલી કહે છે કે વિજયશેઠ અને વિજ્યાશેઠાણીની ભક્તિ કરવાથી ૧૮000 સાધુના દાનનો લાભ મળશે. તે સ્થાનમાં દાનને માટે સર્વવિરતિધર પાત્ર કરતાં પણ દેશવિરતિધર એવાં વિજયશેઠ અને વિજ્યાશેઠાણી અધિક ભક્તિપાત્ર નિશ્ચયનયથી બને છે; જ્યારે વ્યવહારનય તો દેશવિરતિધર કરતાં સર્વવિરતિધરને ઉત્તમ પાત્ર કહે છે.
આનાથી એ ફલિત થાય કે જે પાત્રની ભક્તિ કરતાં વિશુદ્ધતર અધ્યવસાય થાય તેમ હોય, તે પાત્ર મિથ્યાષ્ટિ હોવા છતાં નિશ્ચયનયથી ભક્તિને પાત્ર બને છે. તેથી સર્વવિરતિધર કરતાં હીન એવા દેશવિરતિધરની પણ ભક્તિ કરવાથી અધિક વિશુદ્ધતર ભાવ થાય તેમ હોય, તો નિશ્ચયનયથી સર્વવિરતિધર પાત્ર કરતાં દેશવિરતિધર પાત્ર શ્રેષ્ઠ ગણાય છે. આથી વ્યવહારનયથી અપાત્ર એવા પણ મિથ્યાષ્ટિ આસન્નસિદ્ધિગામી એમ કેવલી આદિ પાસેથી જાણીને શ્રાવક તેની ભક્તિ કરે, ત્યારે તે સુપાત્રની ભક્તિ કરે છે, પરંતુ અપાત્રની ભક્તિ કરતા નથી, તેમ નિશ્ચયનય કહે છે.
અહીં વ્યવહારનયથી અને નિશ્ચયનયથી પાત્ર-અપાત્રની વિચારણા બતાવી. તેનાથી એ ફલિત થયું કે જ્યારે વ્યવહારનયનું સ્થાન હોય ત્યારે શ્રાવક માટે અવિરત સમ્યગ્દષ્ટિ આદિ ત્રણ ભક્તિપાત્ર છે તેમ ગીતાર્થ કહે, અને કોઈ શ્રાવક અતિશયજ્ઞાની પાસેથી મિથ્યાષ્ટિને પણ આસન્નસિદ્ધિગામી આદિ ભાવવાળો જાણીને તેની ભક્તિ કરતો હોય ત્યારે, ગીતાર્થ સાધુ નિશ્ચયનયની દૃષ્ટિથી તે શ્રાવક સુપાત્રની ભક્તિ કરે છે તેમ કહે છે, અને તેની પ્રશંસા પણ કરે છે; કેમ કે તે સ્થાનમાં નિશ્ચયનય પ્રધાન છે.
જો પ્રસ્તુત ગાથામાં નિશ્ચયનયથી અને વ્યવહારનયથી પાત્ર-અપાત્રનો ભેદ બતાવવામાં ન આવ્યો હોત તો વ્યવહારનયથી પાત્ર જ ભક્તિપાત્ર છે તેમ સ્થાપન થાય, વ્યવહારનયથી અપાત્ર એવા