________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૭૭-૭૮
૧૦૩
ઉપદેશકની પ્રવૃત્તિ છે અને અનુચિત દાનના પરિવાર અર્થે શ્રોતાની દાનથી નિવૃત્તિ છે; અને અનુચિત પ્રવૃત્તિના નિવર્તન માટે કરાતા યત્નથી કોઈની આજીવિકાનો ઉચ્છેદ થાય તેનો પરિવાર અશક્ય છે. તેથી તે આજીવિકાના ઉચ્છેદથી ઉપદેશકને કે શ્રોતાને લેશ પણ કર્મબંધ થતો નથી. આ બતાવવા માટે ગાથામાં કહ્યું કે બાહ્ય અર્થની જેમ પરિણામના વશથી આજીવિકાનો ઉચ્છેદ છે અર્થાત્ બાહ્ય પદાર્થથી આત્માને લેશ પણ કર્મબંધ થતો નથી તેમ ઉચિત પ્રવૃત્તિ કરવાના પરિણામના વશથી કોઈની આજીવિકાનો ઉચ્છેદ થાય તો તે ઉચિત પ્રવૃત્તિ કરનારને લેશ પણ કર્મબંધ થતો નથી.
અહીં વિશેષ એ છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે “જે લોકો દાનની પ્રશંસા કરે છે તે પ્રાણીવધને ઇચ્છે છે અને જે લોકો દાનનો નિષેધ કરે છે તે આજીવિકાનો ઉચ્છેદ કરે છે”. તે શાસ્ત્રવચનથી એ અર્થ પ્રાપ્ત થાય કે સાધુ કોઈક સ્થાનમાં દાનની વિધિનો ઉપદેશ પણ ન કરી શકે કે દાનનો નિષેધ પણ ન કરી શકે; કેમ કે જો તે સ્થાનમાં દાનની પ્રશંસા કરે તો હિંસાની અનુમતિ પ્રાપ્ત થાય, અને નિષેધ કરે તો કોઈકની આજીવિકાના ઉચ્છેદનું પાપ પ્રાપ્ત થાય. તેથી આવા સ્થાનમાં સાધુએ દાનમાં વિધિ અને નિષેધ કરવાને બદલે મૌન રહેવું જ ઉચિત ગણાય, અને આવાં શાસ્ત્રવચનોને ગીતાર્થો જ યથાસ્થાને જોડી શકે.
વળી, ગાથા-૭૬માં બતાવ્યું તેવા પ્રકારનું દાન સાધુ માટે પ્રશંસનીય છે, અને તે સ્થાનમાં સાધુ પ્રશંસા ન કરે તો ઉચિત દાનની પ્રવૃત્તિ થાય નહીં, જેથી સમ્પ્રવૃત્તિની વૃદ્ધિમાં સાધુને અંતરાયની પ્રાપ્તિ થાય. તેથી કયા સ્થાનમાં દાનની પ્રશંસા કરવી ઉચિત છે, તેનો નિર્ણય પણ ગીતાર્થ કરી શકે. વળી, પ્રસ્તુત ગાથામાં બતાવ્યું તેવા દાનનો નિષેધ ન કરવામાં આવે તો અનુચિત દાનની પ્રવૃત્તિથી જે ઉન્માર્ગ પ્રવર્તે તેની અનુમતિ સાધુને પ્રાપ્ત થાય; અને જો સાધુ ગીતાર્થ ન હોય તો તેવા અનુચિત દાનમાં પણ કોઈની આજીવિકાનો ઉચ્છેદ થશે તેવા ભયથી નિષેધ કરે નહીં, તો શ્રોતાઓને તે અનુચિત દાનની પ્રવૃત્તિથી જે અહિત થાય તેમાં ઉપદેશક નિમિત્ત બને. તેથી ગીતાર્થ નક્કી કરી શકે કે,
(i) આ સ્થાને દાનનો નિષેધ કરવો ઉચિત છે, (i) આ સ્થાને દાનની પ્રશંસા કરવી ઉચિત છે અને | (iii) આ સ્થાને મૌન રહેવું ઉચિત છે. માટે અગીતાર્થ સાધુને ઉપદેશ આપવાનો નિષેધ છે, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. I૭૭ અવતરણિકા :
ગાથા-૭૬માં કહેલ કે પાત્રમાં અપાયેલું દાન પ્રશંસનીય છે. તેથી પ્રશ્ન થાય કે દાન આપવા માટે પાત્ર કોણ છે? તેથી કહે છે –
ગાથા :
पत्तं च होइ तिविहं, दरसव्वजया य अजयसुद्दिट्ठी । पढमिल्लुअं च धम्मिअमहिगिच्च वयट्ठिओ लिंगी ॥७८॥ पात्रं च भवति त्रिविधं दरसर्वयतो चायतसुदृष्टिः । प्राथमिकं च धार्मिकमधिकृत्य व्रतस्थितो लिङ्गी ॥७८॥