________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૭૬-૭૭
૧૦૧
આશય એ છે કે દેશવિરતિધર, સર્વવિરતિધર અને અવિરત સમ્યગ્દષ્ટિ આ ત્રણ પ્રકારનાં સુપાત્રો છે. કોઈ વ્યક્તિ વિવેકપૂર્વક સુપાત્રમાં દાન કરે તો તે દાન પ્રશંસનીય છે અર્થાત ઉત્સર્ગથી સર્વવિરતિધરને સંયમવૃદ્ધિનું કારણ બને તેવું નિર્દોષ આહારનું દાન પ્રશંસનીય છે અને અપવાદથી સંયમને અનુરૂપ દોષિત આહારઆદિનું દાન પણ પ્રશંસનીય છે.
વળી, ગુણાન્તરનું કારણ બને તેવું અનુકંપાદાન પણ પ્રશંસનીય છે. જેમ આર્યસુહસ્તિ મહારાજાએ ભિખારીને અનુકંપાથી વેશ આપીને ખાવાનું આપ્યું છે, અને ભગવાન મહાવીરે બ્રાહ્મણને વસ્ત્રદાન આપ્યું તે, ગુણાન્તરનો હેતુ હોવાથી પ્રશંસનીય છે; પરંતુ જે દાન ગુણાન્તરનો હેતુ નથી તેવું અનુકંપાદાન પ્રશંસનીય નથી. ગીતાર્થ કયા સંજોગોમાં કયું સુપાત્રદાન કે અનુકંપાદાન ગુણાન્તરનો હેતુ છે, તેનો નિર્ણય કરી શકે છે. માટે ગીતાર્થને દેશના આપવાનો અધિકાર છે, તેમ ગાથા-૭૪ સાથે સંબંધ છે.
અહીં વિશેષ એ છે કે જે સુપાત્રદાન છે તે સુપાત્રને ગુણવૃદ્ધિનું કારણ બને તેવું વિવેકવાળું દાન હોવાથી પ્રશંસનીય છે. વળી, અનુકંપાદાન પણ જેના ઉપર અનુકંપા કરવામાં આવી છે તેને ગુણાન્તરનો હેતુ હોવાથી પ્રશંસનીય છે. આર્યસુહસ્તિસૂરિએ સંપ્રતિ મહારાજાના જીવને દીક્ષા આપીને ખાવાનું આપ્યું તે બીજાધાનનું કારણ હોવાથી પ્રશંસનીય છે, અને ભગવાન મહાવીરે બ્રાહ્મણને વસ્ત્રનું દાન આપ્યું તે પણ બીજાધાનની પ્રાપ્તિ દ્વારા સમ્યકત્વ અને ક્રમે કરીને વિરતિનું કારણ હોવાથી પ્રશંસનીય છે. ll૭૬ll અવતરણિકા :
પૂર્વગાથામાં ગીતાર્થ કયા દાનની પ્રશંસા કરે તો દોષ નથી તે બતાવ્યું. હવે કયા દાનનો ગીતાર્થ નિષેધ કરે તો દોષ નથી, તે બતાવે છે –
ગાથા :
अण्णस्स य पडिसेहे, सुत्तविरोहो ण लेसओवि भवे । जेणं परिणामवसा, वित्तिच्छेओ बहित्था व ॥७७॥ अन्यस्य च प्रतिषेधे सूत्रविरोधो न लेशतोऽपि भवेत् ।
येन परिणामवशाद् वृत्तिच्छेदो बहित्था इव ॥७७॥ ગાથાર્થ :
અને અન્યના પૂર્વગાથામાં જે દાન પ્રશંસનીય છે તેમ કહ્યું તેનાથી અન્યદાનના પ્રતિષેધમાં, લેશથી પણ સૂચનો વિરોધ થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે અન્યદાનનો પ્રતિષેધ કરવામાં આવે તો જેને દાન અપાતું હતું તેની આજીવિકાનો ઉચ્છેદ થશે. તેથી પ્રતિષેધ કરનારને કોઈકની આજીવિકાના ઉચ્છેદનું પાપ લાગશે. માટે અન્યદાનના પ્રતિષેધમાં લેશથી પણ સૂત્રનો વિરોધ નથી તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે
જે કારણથી બાહ્ય અર્થની જેમ પરિણામના વશથી વૃત્તિનો છેદ છે આજીવિકાનો છેદ છે. IIooli