________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : 9૪-૭પ
૯૯
ભાવાર્થ
જે સાધુ શાસ્ત્ર ભણીને ગીતાર્થ થયેલા હોય તે સાધુ આ ભાષા સાવદ્ય છે માટે સાધુથી બોલાય નહિ અને આ ભાષા અનવદ્ય છે નિષ્પાપ છે માટે સાધુથી બોલી શકાય, એ પ્રકારના ભેદને જાણે છે. પરંતુ જે સાધુ આવા પ્રકારના ભેદને જાણતા નથી, તે સાધુ જ્યાં સુધી ગીતાર્થ ન થાય ત્યાં સુધી કોઈની સાથે બોલવા માટે પણ અધિકારી નથી, ફક્ત ગુરુને ઉચિત કૃત્યો વિષયક પૃચ્છા કરવા માટે બોલવાના અધિકારી છે. આમ છતાં તેવા સાધુ જો કોઈની પણ સાથે બોલે તો સાવદ્ય અને નિરવદ્ય ભાષાનું જ્ઞાન નહિ હોવાથી, તેમનાથી બોલાયેલી ભાષા ભગવાનના વચનથી નિરપેક્ષ હોવાથી સાવદ્યરૂપ બને છે, તેથી તેવા સાધુને બોલવાનો પણ અધિકાર નથી. આવા સાધુને જો બોલવાનો પણ અધિકાર ન હોય તો કોઈને ઉપદેશ આપવાનો અધિકાર ક્યાંથી હોય ? અર્થાત્ ઉપદેશ આપવાનો અધિકાર ન હોય, એ પ્રમાણે “મહાનિશીથ' સૂત્રમાં કહેલ છે. ૭૪ll અવતરણિકા -
પૂર્વગાથામાં કહ્યું કે વચનના સાવદ્ય-અનવદ્ય પ્રકારને જે સાધુ જાણતા નથી તેમને દેશના આપવાનો અધિકાર નથી. હવે વચનના સાવદ્ય-અનવદ્ય પ્રકારને નહિ જાણનાર સાધુને દેશના આપવાનો અધિકાર કેમ નથી, તે વાત યુક્તિથી બતાવે છે –
ગાથા :
दाणपसंसणिसेहे, जह किर दुहओ वि भासणं विसमं । सक्कइ गीयत्थेहिं, सुआणुरूवं तु दोण्हं जं ॥५॥ दानप्रशंसानिषेधयोर्यथा किल द्विधापि भाषणं विषमम् ।
शक्यते गीतार्थेः श्रुतानुरूपं तु द्वयोर्यत् ॥७५।। ગાથાર્થ -
નદ જે કારણથી, ખરેખર દાનની પ્રશંસાનું અને નિષેધનું બન્ને પ્રકારે પણ ભાષણ વિષમ છે; વળી, ગીતાર્થ વડે શ્રુતને અનુરૂપ બન્નેનું દાનની પ્રશંસાનું અને દાનના નિષેધનું, જે=ભાષણ શક્ય છે, (તે કારણથી) ગીતાર્થ જ દેશનાના અધિકારી છે, અન્ય નહીં. એ પ્રકારનું પૂર્વગાથા સાથે “યથા થી જેડાણ છે. IIકપા
ભાવાર્થ - - પૂર્વગાથામાં કહ્યું કે વચનના સાવદ્ય-નિરવઘ વિશેષને જે સાધુ જાણતા નથી તેમને દેશના આપવાનો અધિકાર નથી. તે વાતને યુક્તિથી પ્રસ્તુત ગાથામાં બતાવે છે. જેમ કોઈક સ્થાનને આશ્રયીને દાનની પ્રશંસા કરવામાં આવે તો તે સાવઘભાષા બને, અને દાનનો નિષેધ કરવામાં આવે તો પણ તે સાવદ્યભાષા બને; કેમ કે “સૂયગડાંગ સૂત્રમાં નીચે પ્રમાણે વચન છે :
"जे उ दाणं पसंसंति वहमिच्छंति पाणिणं । जे अणं पडिसेहति वितिच्छेयं कणंति ते ॥"