________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૭૩-૭૪
ગાથા :
भाषाइ जो विसेसं, न जाणए इयरसत्थकुसलो वि । मिच्छा तस्सुवएसो, महाणिसीहंमि जं भणिअं ॥७३॥ भाषाया यो विशेषं, न जानाति इतरशास्त्रकुशलोऽपि ।
मिथ्या तस्योपदेशः, महानिशीथे यद्भणितम् ॥७३॥ ગાથાર્થ -
જે સાધુ ઈતર શાસ્ત્રમાં કુશળ પણ ભાષાના વિશેષને જાણતા નથી, તેમનો ઉપદેશ મિથ્યા છે, જે કારણથી “મહાનિશીથ'માં કહેવાયું છે. Iloll
ભાવાર્થ :
જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા શાસ્ત્રમાં કુશળ થયા હોય તે સાધુ ઉપદેશના અધિકારી છે. આમ છતાં, જો તે સાધુ શાસ્ત્રઅધ્યયન કર્યા પછી સાવઘ અને નિરવઘ ભાષાને કહેનારાં શાસ્ત્રોને છોડીને ઇતર શાસ્ત્રોમાં કુશળ હોય, પણ ભાષાના સાવઘ અને નિરવઘરૂપ વિવેકને જાણતા ન હોય, તેવા સાધુનો ઉપદેશ મિથ્યા છે અર્થાત્ કર્મબંધનું કારણ છે. તેવા પ્રકારના ઉપદેશને આપનાર સાધુમાં ઉત્તમશ્રદ્ધાના કાર્યરૂપ વિશુદ્ધ દેશના નથી, તેથી તેઓ સુસાધુ નથી.
આવા સાધુનો ઉપદેશ મિથ્યા કેમ છે? તેમાં “મહાનિશીથ' ગ્રંથની સાક્ષી સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવે છે. ll૭૩
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ભાષાના વિશેષને જે જાણતા નથી તેવા સાધુનો ઉપદેશ મિથ્યા છે. તેમાં સાક્ષીરૂપે મહાનિશીથ ગ્રંથનાં વચનો બતાવે છે –
ગાથા :
सावज्जणवज्जाणं, वयणाणं जो न जाणइ विसेसं । वुत्तुं पि तस्स ण खमं, किमंग पुण देसणं काउं ॥४॥ सावधानवद्यानां वचनानां यो न जानाति विशेषम् ।
वक्तुमपि तस्य न क्षमं किमङ्ग पुनर्देशनां कर्तुम् ॥७४॥ ગાથાર્થ :
જે સાધુ સાવધ-અનવધ વચનોના વિશેષને=ભેદને, જાણતા નથી, તેને તે સાધુને, બોલવા માટે પણ અધિકાર નથી, તો વળી દેશના કરવા માટે શું કહેવું? અર્થાત્ તે સાધુ દેશના આપવા માટે અધિકારી નથી. IIoll