________________
૯૬
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૭૨
ગાથા :
जह जह बहुस्सुओ संमओ अ सीसगणसंपरिवुडो य । अविणिच्छओ अ समए, तह तह सिद्धंतपडिणीओ ॥७२॥ यथा यथा बहुश्रुतः सम्मतश्च शिष्यगणसम्परिवृतश्च ।
अविनिश्चितश्च समये तथा तथा सिद्धान्तप्रत्यनीकः ॥७२।। ગાથાર્થ :
શાસ્ત્રમાં અનિશ્ચિત અર્થવાળા, જેમ જેમ બહુશ્રુત અને બહુજનને સંમત અને શિષ્યગણથી પરિવરેલા છે, તેમ તેમ સિદ્ધાન્તના પ્રત્યેનીક સિદ્ધાન્તના શત્રુ છે. IGશા ટીકા :
यथा यथा बहुश्रुतः परिपठितबह्वागमः, संमतश्च-बहुमतः संसाराभिनन्दिनां गतानुगतिकप्रवाहपतितानां तदनुवर्त्तिनां चान्येषां, बाह्याडम्बरदर्शनमात्रोदितविस्मयानां मुग्धमतीनां च, च-पुनः शिष्यगणैर्विनेयवृन्दै संपरिवृतः समन्तात् परिवृतः, अविनिश्चतः सम्यगपरिणतश्च प्रवचने, ऐदम्पर्याज्ञानाद्विरत्यप्रह्वाच्च, तथा तथा सिद्धान्तप्रत्यनीको रञ्जनकलादेयतापरध्यन्धनबाहुल्यहेतुयोगान्नि:शङ्कमसत्प्रवृत्त्या यथास्थितसिद्धान्तस्य विपर्यासापादनात्, अतो नेदृदशगुर्वाश्रयणं युक्तं किन्तूक्तगुणवद्गुर्वाश्रयणमेव श्रेय इति भावः ॥१५३॥ (उपदेश रहस्य) ભાવાર્થ :
જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી અપ્રમાદભાવથી સંયમમાં ઉત્થિત છે, શાસ્ત્ર અનુસાર ઉચિત ક્રિયાઓ પણ કરે છે, પરંતુ હજુ શાસ્ત્રોનો સારી રીતે અભ્યાસ કરી શક્યા નથી અને શાસ્ત્રના અર્થોને યથાસ્થાને જોડી શકે તેવો બોધ કરી શક્યા નથી, તેવા સાધુને પણ દેશના આપવાનો અધિકાર નથી. આમ છતાં, કષાયને વશ થઈને કે પ્રમાદને વશ થઈને કે લોકોપકારની ઘેલી પરિણતિને વશ થઈને ઉપદેશમાં પ્રવૃત્તિ કરે, તો તેવા ઉપદેશકને “સમ્મતિ ગ્રંથમાં ભગવાનના શાસનના વૈરી કહ્યા છે; અને અહીં તેની સાક્ષી આપવા અર્થે “સમ્મતિ ગ્રંથની ગાથા ગ્રહણ કરીને ગાથા-૭૨ રૂપે કહેલ છે, જેનો અર્થ આ પ્રમાણે છે
જે સાધુ શાસ્ત્રોના અર્થમાં અનિર્ણયવાળા છે, આમ છતાં, ઘણાં આગમો ભણેલા છે, તે સાધુ (૧) સંસારઅભિનંદી જીવોને ઉપદેશક તરીકે સંમત છે, વળી, (૨) સંસારઅભિનંદી જીવોથી અન્ય એવા જે જીવો ગતાનુગતિક પ્રવાહમાં પડેલા છે અને તે સાધુને અનુસરનારા છે એવા જીવોને તે સાધુ ઉપદેશક તરીકે સંમત છે, તથા (૩) બાહ્ય આડંબરના દર્શન માત્રથી વિસ્મય પામેલા મુગ્ધમતિ જીવોને તે સાધુ ઉપદેશક તરીકે સંમત છે.
વળી, ઘણા શિષ્યોથી પરિવરેલા એવા પણ તે સાધુ, જો પ્રવચનના ઐદંપર્યાર્થના જ્ઞાન વગરના હોય તો તે સાધુ શાસ્ત્રના પરમાર્થને જાણનારા નથી. આમ છતાં જો તે ઉપદેશમાં પ્રવૃત્તિ કરે તો તેમનામાં વિરતિનો પરિણામ પણ નથી; કેમ કે અનેક જીવોના અહિતની જે પ્રવૃત્તિ કરતા હોય તેમનામાં વિરતિ સંભવે નહિ. તેથી આવા સાધુ ઉપદેશ આપીને ઘણા જીવોનો વિનાશ કરે છે, અને ઘણા શિષ્યોને જ્ઞાનનું