________________
૧૦૪
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૭૮-૭૯
અન્વયાર્થ :
પત્ત રોફ તિવિહં અને પાત્ર ત્રણ પ્રકારનાં છે: તરસāનયા દેશવિરતિધર, સર્વવિરતિધર ય=અને સનમુિિટ્ટ-અવિરત સમ્યગુષ્ટિ, પઢમજુર્ગ ર મિમિત્ર=અને પ્રાથમિક ધાર્મિકને આશ્રયીને, વોિ ત્રિી વ્રતમાં રહેલ લિંગી, પાત્ર છે. ગાથાર્થ :
અને પાત્ર ત્રણ પ્રકારનાં છેઃ દેશવિરતિધર, સર્વવિરતિધર અને અવિરત સમ્યગ્રષ્ટિ અને પ્રાથમિક ધાર્મિકને આશ્રયીને વ્રતમાં રહેલ લિંગી પાત્ર છે. llo૮ ભાવાર્થ - દાનને યોગ્ય પાત્રનું સ્વરૂપ ઃ
શ્રાવકને આશ્રયીને આ ત્રણ ભક્તિપાત્ર છે : ૧. દેશવિરતિવાળા શ્રાવક, ૨. સર્વવિરતિવાળા સાધુ અને ૩. અવિરતિવાળા સમ્યગ્દષ્ટિ.
શ્રાવક આ ત્રણની ભક્તિ કરે તો સુપાત્રદાનનો લાભ મળે છે, અને આદિધાર્મિકને આશ્રયીને વ્રતમાં રહેલ સંન્યાસીઓ ભક્તિપાત્ર છે. તેથી આદિધાર્મિક જીવો કોઈપણ દર્શનમાં રહેલા વ્રતવાળા સંન્યાસીને જોઈને તેમની ભક્તિ કરે તો તે સુપાત્રદાનરૂપ છે.
અહીં વિશેષ એ છે કે જૈનદર્શનને પામેલા વિવેકી શ્રાવક સુપાત્ર-કુપાત્રનો ભેદ કરી શકે છે, તેથી તેઓ સર્વ સંન્યાસીને સુપાત્રરૂપે સ્વીકારતા નથી, પરંતુ ભગવાનના શાસનમાં સ્થિર શ્રદ્ધાવાળા એવા અવિરત સમ્યગ્દષ્ટિને જઘન્ય ભક્તિપાત્ર માને છે, દેશવિરતિધરને મધ્યમ ભક્તિપાત્ર માને છે અને સર્વવિરતિધરને ઉત્તમ ભક્તિપાત્ર માને છે. આદિધાર્મિક જીવો તે પ્રકારનો વિભાગ કરી શકે તેવી બુદ્ધિવાળા નથી, તેથી આદિધાર્મિક જીવો સુપાત્ર અને કુપાત્રનો ભેદ કરવા યત્ન કરે તો અસ્થાને યોજનની આપત્તિ આવે. તેથી આદિધાર્મિક જીવો કોઈપણ સંન્યાસીને વ્રતમાં રહેલા જુએ તો આ સંન્યાસી ભક્તિપાત્ર છે તેવી બુદ્ધિ કરીને તેમની ભક્તિ કરે તે તેમના માટે ઉચિત છે. ll૭૮ અવતરણિકા :
પૂર્વગાથામાં વિવેકી શ્રાવકને આશ્રયીને ત્રણ પ્રકારનાં પાત્રો બતાવ્યાં અને આદિધાર્મિકને આશ્રયીને વ્રતમાં રહેલા લિંગીમાત્રને પણ પાત્ર કહ્યું. હવે આ પાત્ર-અપાત્રના વિભાગમાં નિશ્ચયનય અને વ્યવહારનય શું કહે છે, તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
ववहारणएण पुणो, पत्तमपत्तं च होइ पविभत्तं । णिच्छयओ पुण बझं, पत्तमपत्तं च णो णिययं ॥७९॥