________________
૧૦૨
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૭૭
ભાવાર્થ :
પૂર્વગાથામાં ગીતાર્થ કેવા દાનની પ્રશંસા કરે તો દાનમાં થતી હિંસામાં અનુમોદના પ્રાપ્ત થાય નહિ, તે બતાવ્યું. હવે તેવા દાનથી જે અન્ય દાન છે, તે દાન શાસ્ત્રસંમત નથી; તેથી તેવા દાનનો નિષેધ કરવો એ ગીતાર્થ માટે આવશ્યક છે. તેથી ગીતાર્થ સાધુ આ દાન શાસ્ત્રસંમત નથી તેમ જાણીને તેનો નિષેધ કરે તો લેશથી પણ સૂત્રનો વિરોધ પ્રાપ્ત થાય નહિ.
આશય એ છે કે કોઈ યોગ્ય જીવ ગીતાર્થ સાધુને પૂછે કે આ દાન મારા માટે કર્તવ્ય છે કે નહીં? તેવા વખતે જો તે દાન શાસ્ત્રનિષિદ્ધ હોય તો ગીતાર્થ અવશ્ય તેનો નિષેધ કરે. જો નિષેધ ન કરે તો ગીતાર્થના અનિષેધના કારણે તે ગૃહસ્થ તે દાનમાં પ્રવૃત્તિ કરીને જે અનુચિત પ્રવૃત્તિ કરશે, તેનાથી તેનું અહિત થશે, અને તે દાનથી જે અન્ય દોષો પોષાશે અથવા તે અનુચિત દાનની જે પરંપરા ચાલશે તેમાં ગીતાર્થની અનુમતિ પ્રાપ્ત થાય. તેથી તે દાન અહિતનું કારણ હોવાથી ગીતાર્થ અવશ્ય તેનો નિષેધ કરે જેથી અહિતની પ્રવૃત્તિ અટકે. માટે તેવા દાનના નિષેધમાં લેશથી પણ સૂત્રનો વિરોધ નથી, અને તેવા દાનના નિષેધનો ઉપદેશ સંપૂર્ણ નિરવ ભાષારૂપ છે.
અહીં પ્રશ્ન થાય કે ગીતાર્થ તે દાનનો નિષેધ કરે તેથી ગૃહસ્થ તે દાનની પ્રવૃત્તિ કરે નહીં, અને તેના કારણે જે જીવોને આજીવિકાની પ્રાપ્તિ થતી હતી તેમની આજીવિકાનો ઉચ્છેદ થાય, અને તેમાં ગીતાર્થે દાનનો કરેલ નિષેધ કારણ બને. તેથી કોઈની આજીવિકાના ઉચ્છેદનું પાપ ગીતાર્થને પ્રાપ્ત થશે. માટે તે દાનનો નિષેધ સંપૂર્ણ નિરવદ્ય છે તેમ કેમ કહી શકાય? તેથી કહે છે
જે જીવોની આજીવિકાનો ઉચ્છેદ થયો તે બાહ્ય અર્થની જેમ પરિણામના વશથી થયો છે, પરંતુ ગીતાર્થના અધ્યવસાયથી કે ગીતાર્થના પ્રયત્નથી થયો નથી. તેથી ગીતાર્થને દોષ લાગશે નહીં.
આશય એ છે કે જેમ કોઈ સાધુ સમ્યગૂ યતનાપૂર્વક ગમન કરતા હોય કે શાસ્ત્રવિધિ પ્રમાણે નદી ઊતરતા હોય ત્યારે કોઈ જીવની હિંસા થાય ત્યારે તે બાહ્ય હિંસાથી સાધુને કોઈ કર્મબંધ થતો નથી, પરંતુ સંયમવૃદ્ધિના ઉચિત અધ્યવસાયથી સાધુને નિર્જરા થાય છે; તેમ અનુચિત દાનના નિષેધમાં ઉપદેશક યત્ન કરે છે ત્યારે ઉપદેશક સાધુનો આશય સામેના જીવોની આજીવિકાના ઉચ્છેદનો નથી, પરંતુ પૃચ્છા કરનાર જીવ અનુચિત દાન કરીને પાપ ન બાંધે તેવો નિર્મળ અધ્યવસાય છે, અને તે નિર્મળ અધ્યવસાયથી અનુચિત દાનનો નિષેધ કરે છે. તે રીતે શ્રોતા પણ સામેના જીવોની આજીવિકાના ઉચ્છેદના આશયથી દાનની પ્રવૃત્તિથી નિવર્તન પામતા નથી, પરંતુ અનુચિત દાન આપવાથી દોષોની પુષ્ટિ ન થાય તઅર્થે દાનની પ્રવૃત્તિથી અટકે છે. તેથી ઉપદેશકના સમ્યગૂ ઉપદેશને પ્રાપ્ત કરીને શ્રોતાને અનુચિત દાનની પ્રવૃત્તિના પરિહારનો પરિણામ થયો, અને તેનાથી સામેના જીવોની આજીવિકાનો ઉચ્છેદ થાય, ત્યારે ઉપદેશકનો અને શ્રોતાનો આશય નિર્મળ છે. માટે ઉપદેશકની કે શ્રોતાની તે જીવોની આજીવિકાના ઉચ્છેદની પરિણતિ નહીં હોવાથી ઉપદેશકને કે શ્રોતાને તે પ્રવૃત્તિથી લેશ પણ કર્મબંધ થતો નથી.
જેમ ભગવાનના વચન અનુસાર સાધુ નદી ઊતરે છે ત્યારે પકાયના પાલનનો અધ્યવસાય હોવાથી લેશ પણ હિંસાનો અધ્યવસાય નથી. તેથી જે પાણીના જીવોની હિંસા થાય છે તે અશક્ય પરિહારરૂપ છે અને તે બાહ્ય હિંસાથી સાધુને લેશ પણ કર્મબંધ થતો નથી. તેમ અનુચિત દાનના નિષેધના અધ્યવસાયથી