________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૬૯-૭૦
તેમનું તે અનુષ્ઠાન તૃપ્તિ દોષવાળું છે, અને તૃપ્તિદોષવાળું અનુષ્ઠાન તેમને તન્માત્રગુણસ્થાનકમાં અવસ્થિત રાખનાર છે, પરંતુ ક્રમે કરીને પ્રધાનતર એવા અસંગઅનુષ્ઠાનનું કારણ બનતું નથી, કેમ કે સંગ અને તૃપ્તિ એકાર્યવાચી છે. તેથી જે સાધુને પોતાને પ્રાપ્ત થયેલ સંયમસ્થાનમાં તૃપ્તિ છે, તેમનું અનુષ્ઠાન સંગના દોષવાળું હોવાથી, તૃપ્તિરૂપ સંગ અસંગભાવ તરફ જવામાં પ્રતિબંધક છે. તેથી તે અનુષ્ઠાન સેવીને તેઓ અસંગઅનુષ્ઠાનને પ્રાપ્ત કરી શકતા નથી.
અહીં વિશેષ એ છે કે કોઈ સાધક આત્મા શાસ્ત્રવિધિ પ્રમાણે સાધુધર્મનું પરિભાવન કરીને સંયમને અનુકૂળ પોતાનું ચિત્ત સંપન્ન થાય ત્યારપછી પોતાના સંયોગ પ્રમાણે સ્વજનો આદિ સાથે ઔચિત્યનો વિચાર કરીને શાસ્ત્રવિધિ અનુસાર સંયમ ગ્રહણ કરે, તો આવા જીવને સંયમ ગ્રહણ કરવાની સાથે જ પ્રાયઃ ભાવથી સંયમની પ્રાપ્તિ થાય છે. સંયમની ભાવથી પ્રાપ્તિ થવાથી આવા સાધુ મન-વચન-કાયા દ્વારા સંસારના ભાવોથી ગુપ્ત છે, તેથી તેમની ઇન્દ્રિયોને બાહ્ય કોઈ વિષયો અડતા નથી અને પ્રતિદિન સમિતિપૂર્વક સાધ્વાચારની સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે. કદાચ આ ક્રિયાઓ અપ્રમત્ત ભાવથી કરતા હોય અને ક્રિયામાં વિધિની સ્કૂલના પણ ન થતી હોય અને તેમને સંતોષ હોય કે “મને ભગવાનનું શાસન મળ્યું છે, સંયમ મળ્યું છે અને સંસારના ભાવો પણ મને અડતા નથી”, આ રીતે પોતાનાં ઉચિત કૃત્યો કરીને સંતોષ અનુભવે, તો આવા સાધુનું પણ વચનઅનુષ્ઠાન સંગદોષવાળું છે અર્થાત્ સંયમ ગ્રહણ કર્યા પછી નિર્લેપતાનો પ્રકર્ષ કરવા માટે અપ્રમાદભાવથી નવું નવું શ્રુત ભણવા માટે યત્ન કરતા નથી કે શ્રુતસંપન્ન એવા આચાર્યાદિની વૈયાવચ્ચ કરીને ઘણી નિર્જરા કરી શકે તેવું સામર્થ્ય હોવા છતાં વૈયાવચ્ચમાં યત્ન કરતા નથી, એવા સાધુને પોતાને પ્રાપ્ત થયેલી ભૂમિકામાં તૃપ્તિ હોવાથી તેમનું વચનઅનુષ્ઠાન સંગદોષવાળું છે. આવી સંગદોષવાળી વચનઅનુષ્ઠાનની ક્રિયા અસંગઅનુષ્ઠાનનું કારણ બનતી નથી, અને અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિ વગર વીતરાગતા આદિ પ્રગટે નહિ. તેથી મોક્ષના અર્થી સાધુએ જેમ સંયમ ગ્રહણ કરવામાં અપ્રમાદ કેળવવાનો છે, તેમ સંયમ ગ્રહણ કર્યા પછી સમિતિ-ગુપ્તિમાં પણ અપ્રમાદ કરવાનો છે. એટલું જ નહિ પણ નવું નવું શ્રુત અધ્યયન કરીને અને મૃતધર એવા આચાર્યાદિની વૈયાવચ્ચ કરીને શક્તિના પ્રકર્ષથી ઉપર ઉપરનાં ધર્મકૃત્યો સેવવામાં અપ્રમાદ કરવાનો છે, જેથી વચનઅનુષ્ઠાન ક્રમે કરીને પ્રધાનતર એવા અસંગઅનુષ્ઠાનનું કારણ બને. I૬૯
ઉત્તમશ્રદ્ધાનું ત્રીજું કાર્ય – દેશના અવતરણિકા :
ઉત્તમશ્રદ્ધાનું ત્રીજું કાર્ય વિશુદ્ધ દેશના છે, તેને બતાવે છે –
ગાથા :
सुपरिचिअआगमत्थो अवगयपत्तो सुहगुरुअणुण्णाओ । मज्झत्थो हिअकंखी, सुविसुद्धं देसणं कुणइ ॥७०॥ सुपरिचितागमार्थो अवगतपात्रो शुभगुर्वनुज्ञातः । मध्यस्थो हितकांक्षी सुविशुद्धां देशनां करोति ॥७०॥