________________
તિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૬૭-૬૮
ભાવાર્થ :
જેમ સંસારમાં કોઈ અતિ દરિદ્ર હોય અને શ્રેષ્ઠરત્નની પ્રાપ્તિ થતી હોય તો તે મેળવવા માટે તે અવશ્ય પ્રયત્ન કરે છે, અને તે શ્રેષ્ઠરત્નને પ્રાપ્ત કર્યા પછી પણ અધિક અધિક રત્ન મેળવવાનો અર્થી હોય છે, પરંતુ થોડાં શ્રેષ્ઠરત્નો પ્રાપ્ત કરીને ક્યારેય પણ તૃપ્તિને પામતો નથી. તેમ જીવ સંસારમાં ભાવથી અતિ દરિદ્ર છે. તેથી શ્રેષ્ઠરત્ન જેવા ધર્મકૃત્યોની પ્રાપ્તિ થતી હોય તો વિવેકી જીવ તેના માટે અવશ્ય પ્રયત્ન કરે છે, અને તે ધર્મકૃત્યોને પ્રાપ્ત કર્યા પછી પણ અધિક અધિક ધર્મકૃત્યોના લાભનો અર્થી હોય છે, પરંતુ થોડાં ધર્મકૃત્યો કરીને ક્યારેય પણ તેની ઇચ્છા શાંત થતી નથી. તેથી આવા જીવો સંયમ ગ્રહણ કરે છે ત્યારે તેમને સમ્યગ્ જ્ઞાન છે કે ‘સંસારમાં હું ભાવથી અતિ દરિદ્ર હતો, તેથી અત્યારસુધી મારો આત્મા ચાર ગતિના પરિભ્રમણની વિડંબનાને પામ્યો છે. એટલું જ નહિ પણ ચારે ગતિમાં મોટે ભાગે મને અશુભ ભાવોની પ્રાપ્તિ થઈ, અને હવે શ્રેષ્ઠરત્નના લાભ જેવા ધર્મકૃત્યની મને પ્રાપ્તિ થઈ છે, જેના કારણે મારું ભાવદરદ્રપણું ગયું છે. માટે જેમ જેમ હું ધર્મકૃત્યનું સેવન કરીશ તેમ તેમ સમતાની પરિણતિરૂપ શ્રેષ્ઠ રત્નો મને અધિક અધિક પ્રાપ્ત થશે, અને મારી તે સમતા પ્રકર્ષને પામીને અસંગભાવની પ્રાપ્તિનું કારણ બનશે. તે અસંગભાવ ધ્યાનમાં સુદૃઢ યત્ન કરાવીને કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બનશે જેથી સંસારથી પાર પામીને શાશ્વતકાળ માટે મને સુખની પ્રાપ્તિ થશે. માટે લેશ પણ ક્યાંય સંગ રાખ્યા વગર હું શક્તિના પ્રકર્ષથી સર્વત્ર ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરું, જેથી આ સંસારનો ઉચ્છેદ થાય.
આ રીતે સાધુ ઉચિત ધર્મકૃત્યમાં અનુપરત ઇચ્છાવાળા હોય છે અર્થાત્ ધર્મકૃત્યમાં વિરામ ન પામે એવી અસ્ખલિત ઇચ્છાવાળા હોય છે. દા
૧
અવતરણિકા :
પૂર્વગાથામાં ઉત્તમશ્રદ્ધાવાળા સાધુને ધર્મકૃત્યમાં ઇચ્છા શાંત થતી નથી તેમ બતાવ્યું. હવે તેને દૃઢ કરવા માટે દૃષ્ટાંતથી કહે છે
-
ગાથા :
छुहिअस्स जहा खणमवि, विच्छिज्जइ णेव भोअणे इच्छा । एवं मोक्खत्थीणं, छिज्जइ इच्छा ण कज्जंमि ॥ ६८ ॥ क्षुधितस्य यथा क्षणमपि विच्छिद्यते नैव भोजने इच्छा । एवं मोक्षार्थिनां छिद्यते इच्छा न कार्ये ॥६८॥
ગાથાર્થ :
જે પ્રમાણે સુધિતને ક્ષણભર પણ ભોજનના વિષયમાં ઇચ્છાનો વિચ્છેદ થતો નથી જ, એ રીતે મોક્ષાર્થી એવા સાધુને કાર્યમાં=મોક્ષના ઉપાયભૂત કૃત્યમાં, ઈચ્છા વિચ્છેદ પામતી નથી. II૬૮