________________
૨૬
ચતિલક્ષણસમુચ્ચય પ્રકરણ | ગાથા : ૨૨
અવતરણિકા :
પૂર્વગાથા ૨૦માં પૂર્વપક્ષીએ શંકા કરેલી કે માર્ગાનુસારી સંયમની ક્રિયા ભાવચારિત્રનું લિંગ થઈ શકે નહિ; કેમ કે દ્રવ્યયતિઓને પણ તે હોય છે; અને ગાથા-૨૧માં શંકા કરેલ કે ચિત્તના અવક્રગમનરૂપ માર્ગાનુસારીપણું ભાવચારિત્રનું લિંગ થઈ શકે નહિ; કેમ કે એ બાર કષાયોની મંદતાથી પ્રગટ થાય, છતાં અપુનબંધક જીવોમાં પણ તે લક્ષણ જાય છે. એ બને શંકાઓનું નિરાકરણ કરવા માટે માર્ગાનુસારી ક્રિયા અથવા ચિત્તના અવક્રગમનરૂપ સ્વારસિક પરિણામ ભાવચારિત્રનું લિંગ કઈ રીતે સંગત છે, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
लहुअत्ते कम्माणं, तीए जणिअं तयं च गुणबीअं । ववहारेणं भण्णइ, नाणाइजुअं च णिच्छयओ ॥२२॥ लघुत्वे कर्मणां तया जातं तच्च गुणबीजम् ।
व्यवहारेण भण्यते ज्ञानादियुतं च निश्चयतः ॥२२॥ ગાથાર્થ -
કર્મનું લઘુપણું હોતે છતે અનંતાનુબંધી આદિ બાર કષાયોની મંદતા હોતે છતે, અને તેના વડે માર્ગાનુસારી સંયમની ક્રિયા વડે, પેદા થયેલું ગુણબીજ રાત્રયીરૂપ ગુણનું કારણ એવું તે ચિત્તના અવક્રગમનરૂપ માર્ગાનુસારીપણું, વ્યવહારથી=વ્યવહારનયથી કહેવાય છે અને જ્ઞાનાદિયુક્ત જ્ઞાનાદિયુક્ત (ક્ષયોપશમભાવનું) માર્થાનુસારીપણું, નિશ્ચયથી નિશ્ચયનયથી કહેવાય છે. રેરા ભાવાર્થ - અપુનબંધકને દ્રવ્યમાગનુસારી ભાવ અને ચારિત્રીને ભાવમાગનુસારી ભાવ:
સાધુવેશને ધારણ કરનાર આરાધક એવા અપુનબંધક જીવ પણ માર્ગાનુસારી ક્રિયા કરતા હોય છે, તેથી માર્ગાનુસારી ક્રિયાને ભારચારિત્રનું લિંગ કહી શકાય નહિ, એમ ગાથા-૨૦માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું. વળી, યોગમાર્ગમાં ચિત્તનું સ્વાભાવિક અવક્રગમન બાર કષાયની મંદતાથી અપુનબંધકને પણ થાય છે અને તે પણ માર્ગાનુસારી ભાવ છે, તેથી આવો માર્ગાનુસારી ભાવ પણ સાધુધર્મનું લક્ષણ કહી શકાય નહિ એમ ગાથા-૨૧માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે
જે અપુનબંધક જીવના અનંતાનુબંધી આદિ બાર કષાયો મંદ થયેલા છે તેવો અપુનબંધક જીવ સંયમ ગ્રહણ કરીને સાધ્વાચારનું પાલન કરે છે તે રત્નત્રયીની પરિણતિરૂપ માર્ગાનુસારીપણું નથી, પરંતુ ભાવિમાં રત્નત્રયીની પરિણતિનું કારણ બને એવું માર્ગાનુસારીપણું છે, જે વ્યવહારનયથી માર્ગાનુસારીપણું કહેવાય છે; કેમ કે વ્યવહારનય કારણમાં કાર્યનો ઉપચાર કરીને ભાવમાર્ગાનુસારીપણાના કારણભૂત એવા દ્રવ્યમાર્ગાનુસારીપણાને પણ માર્ગાનુસારીપણારૂપે સ્વીકારે છે. વળી, બાર કષાયોનો ક્ષયોપશમભાવ જે સાધુમાં વર્તે છે તેવા ભાવસાધુમાં જે માર્ગાનુસારી ક્રિયા છે તે રત્નત્રયીની પરિણતિની નિષ્પત્તિ અને વૃદ્ધિનું કારણ છે, અને તેનામાં રહેલું માર્ગાનુસારીપણું રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની પરિણતિ સ્વરૂપ છે, તેને નિશ્ચયનયથી માર્ગાનુસારીપણું કહેવાય છે.