________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૪૫
૫૯
ક્યાંક શાસ્ત્રનો વિપરીત બોધ થયો હોય તો સુગુરુ તેને યથાર્થ બોધ કરાવે છે. આવા પ્રજ્ઞાપનીય સાધુમાં ઉત્તમ કોટિની શ્રદ્ધા હોય છે અર્થાત્ એને ભગવાનના વચનમાં એવી ઉત્તમ કોટિની રુચિ છે કે જે શક્તિના પ્રકર્ષથી ભગવાનનાં વચનોને જાણવા માટે યત્ન કરાવે. અને ભગવાનનાં વચનો જાણીને તે પ્રકારે જીવનમાં ઉતારવા માટે યત્ન કરાવે. જોકે સમ્યગ્દષ્ટિને પણ ભગવાનના વચન પ્રત્યે સ્થિર શ્રદ્ધા હોય છે, તોપણ ભગવાનના વચન અનુસાર સંયમમાં ઉચિત પ્રવૃત્તિ કરાવે તેવી ઉત્તમશ્રદ્ધા જેવી ચારિત્રીને હોય છે, તેવી ઉત્તમશ્રદ્ધા સમ્યગ્દષ્ટિને નથી. ચારિત્રીની આ ઉત્તમશ્રદ્ધાનાં ચાર કાર્યો છે : (૧) વિધિસેવા, (૨) અતૃપ્તિ, (૩) સુદેશના અને (૪) અલિત પરિશુદ્ધિ.
(૧) વિધિસેવા : ભાવસાધુ ભગવાનના વચનનો યથાર્થ બોધ કરીને લેશ પણ પ્રમાદ વગર સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરે છે, તે ઉત્તમશ્રદ્ધાનું કાર્ય છે.
(૨) અતૃપ્તિઃ ઉત્તમશ્રદ્ધાવાળા મુનિ ભગવાનના વચનને જાણવા માટે અને જાણીને જીવનમાં ઉતારવા માટે સદા યત્નશીલ હોય છે, પરંતુ યત્કિંચિત્ બોધમાત્રમાં કે યત્કિંચિત્ આચરણામાત્રમાં તેમને સંતોષ થતો નથી. તેથી આવી ઉત્તમશ્રદ્ધાવાળા સાધુ દીક્ષા લીધા પછી શક્તિના પ્રકર્ષથી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં સદા અતૃપ્તિવાળા હોય છે, તે ઉત્તમશ્રદ્ધાનું કાર્ય છે.
(૩) સુદેશનાઃ ઉત્તમશ્રદ્ધાવાળા સાધુ પ્રતિદિન ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા ક્રમે કરીને પ્રાયઃ શાસ્ત્રના પરમાર્થને જાણનારા બને છે, અને શાસ્ત્રના પરમાર્થનું જ્ઞાન થયા પછી તેમને જ્ઞાન થાય છે કે ભગવાને આ સન્માર્ગનું સ્થાપન કરીને જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે, જેના ફળરૂપે આજે હું સંયમના ઉત્તમ ભાવોને પામ્યો છું. ભગવાનને મારા ઉપર આ મહાન ઋણ છે. જો ભગવાને આ માર્ગ ન સ્થાપ્યો હોત તો આજે હું ભાવથી કેવો દરિદ્રી હોત ! તેથી પોતાને જે ભગવાનનો માર્ગ મળ્યો છે તેનું ઋણ અદા કરવા અર્થે, ભગવાનનો માર્ગ જગતમાં કેમ પ્રતિષ્ઠાને પામે, જેથી પોતાની જેમ અન્ય જીવો પણ ભગવાનના શાસનને પામીને હિત સાધે, તેવા આશયથી ગીતાર્થ થયા પછી તે સાધુ યોગ્ય જીવોને સુદેશના આપે છે, તે ઉત્તમશ્રદ્ધાનું કાર્ય છે.
વળી, સાધુ સુદેશના આપવા સમર્થ થયા ન હોય, છતાં વિચાર્યા વગર યત્કિંચિત્ બોધમાત્રના બળથી ઉપદેશમાં પ્રવૃત્તિ કરે તો તેઓમાં ઉત્તમશ્રદ્ધા નથી; કેમ કે ઉત્તમશ્રદ્ધાવાળા સાધુ દેશનાની શક્તિ પ્રગટ થયા પછી જ સુદેશના આપીને સન્માર્ગનો વિસ્તાર કરે છે, અને અનિષ્પન્ન ભૂમિકાવાળા સાધુ બીજાના કલ્યાણના આશયથી પણ ઉપદેશમાં પ્રવૃત્તિ કરતા હોય તો પણ જીવોના હિતને બદલે અહિતનું કારણ બને. તેથી ઉત્તમશ્રદ્ધાવાળા સાધુ તેવું કરતા નથી.
(૪) અલિત પરિશુદ્ધિ : આ રીતે ઉત્તમશ્રદ્ધાવાળા સાધુ વિધિપૂર્વક આચારો પાળતા હોય અને શક્તિના પ્રકર્ષથી અતૃપ્તિને કારણે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં યત્ન કરતા હોય અને નિષ્પન્ન થયા પછી સુદેશના પણ આપતા હોય, આમ છતાં, અનાભોગથી પણ ક્યારેક વિધિમાં સ્કૂલના થઈ હોય કે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં સ્કૂલના થઈ હોય કે દેશનામાં પણ ક્યાંક સ્કૂલના થઈ હોય, તો શાસ્ત્રવિધિ અનુસાર તેની અવશ્ય શુદ્ધિ કરે છે; કેમ કે તેઓ જાણે છે કે સારી રીતે સેવાયેલો