________________
૫૮
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૪૪-૪૫
ગાથાર્થ :
પિત્તવરથી ગૃહિત=પિત્તજ્વરવાળાને, ગોળ-ખાંડ જેમ કડવા લાગે છે, તેમ જે સાધુ પ્રજ્ઞાપનીય નથી તેને ગુરનું પ્રકૃતિથી મધુર પણ વચન કડવું લાગે છે. I૪૪l
* “Vરૂમg fપ' માં 'પ' થી એ કહેવું છે કે ગુરુનું પ્રકૃતિથી અમધુર વચન તો કડવું લાગે છે, પણ પ્રકૃતિથી મધુર વચન પણ કડવું લાગે છે. ભાવાર્થ :
શરીરમાં પિત્તના ઉદ્રકને કારણે કોઈને તાવ આવતો હોય ત્યારે તેને ગોળ-ખાંડ જે પૂર્વમાં પ્રિય લાગતાં હતાં તે પણ કડવાં લાગે છે તે રીતે જે સાધુનું ચિત્ત અવિચારક રીતે પોતાની માન્યતા પ્રત્યે બદ્ધ આગ્રહવાળું છે તેવા સાધુને આત્મકલ્યાણમાં અત્યંત ઉપકારક એવું મધુર પણ ગુરુનું વચન ઉપકારક લાગતું નથી, પરંતુ જ્યાં પોતાની મતિ નિવેશવાળી છે ત્યાં સૂત્રને જોડવા માટે યત્ન કરે છે; અને તેવા સાધુ સંયમની કઠોર આચરણ કરતા હોય તોપણ પરમાર્થથી દુરંત સંસારમાં ભટકનારા છે. માટે બાહ્ય આચરણા સારી પાળતા હોય તો પણ અપ્રજ્ઞાપનીયતા દોષને કારણે તે ભાવસાધુ નથી. I૪૪
ત્રીજું લક્ષણ – “ઉત્તમશ્રદ્ધા
અવતરણિકા :
ગાથા-૩-૪માં ચારિત્રીનાં સાત લક્ષણો બતાવ્યાં, ત્યારપછી ગાથા-૫ થી ૩૦ સુધી ચારિત્રીનું પ્રથમ લક્ષણ માર્ગાનુસારીભાવ બતાવ્યું, ત્યારપછી ગાથા-૩૧થી ૪૪માં માર્ગાનુસારિતાથી ભાવિતમતિવાળા સાધુ પ્રજ્ઞાપનીય છે, તેથી ચારિત્રીનું બીજું લક્ષણ પ્રજ્ઞાપનીયતા’ સ્પષ્ટ કર્યું. હવે પ્રજ્ઞાપનીય સાધુમાં ઉત્તમશ્રદ્ધા હોય છે તે બતાવવા માટે ચારિત્રીનું ત્રીજું લક્ષણ ‘ઉત્તમશ્રદ્ધા છે, તે ગાથા-૪પથી બતાવે છે –
ગાથા :
पन्नवणिज्जस्स पुणो, उत्तमसद्धा हवे फलं जीसे । विहिसेवा य अतत्ती, सुदेसणा खलिअपरिसुद्धी ॥४५॥ प्रज्ञापनीयस्य पुनरुत्तमश्रद्धा भवेत्फलं यस्याः ।
विधिसेवा चातृप्तिः सुदेशना स्खलितपरिशुद्धिः ॥४५॥ ગાથાર્થ :
પ્રજ્ઞાપનીય સાધુને વળી ઉત્તમશ્રદ્ધા હોય છે, જેનું ઉત્તમશ્રદ્ધાનું, ફળ : વિધિસેવા, અતૃમિ, સુદેશના અને રખલિતપરિશુદ્ધિ છે. Ir૪પ ભાવાર્થ -
જે સાધુને ભાવથી ચારિત્રનો પરિણામ છે તે સાધુ હંમેશાં ભગવાનના વચન અનુસાર સર્વ ક્રિયાઓ કરે છે માટે માર્ગાનુસારી છે, અને માર્ગાનુસારી હોવાને કારણે પ્રજ્ઞાપનીય હોય છે. આથી કદાચ અનાભોગથી