________________
૭૪
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૫૬-૫૭
ટીકા :
રૂ વિશિષ્ટfu' ‘જો' પ્રતિપાતદિવ્યા રે વા' વદિવર્જિનિ ભવતિ વિધરતા' વૈશુઈ વિદિશતા, રૂલ્ય ચૈતગ્રુપનાવ્ય, તરથી શુદ્ધી-સાથો: “સંપ્રતિ: પ્રાતિપतापत्ति: 'अफला' निष्फला यतः प्रदर्शिता 'समये' सिद्धान्ते तद्विरुध्यते, तस्मादेतदेवमेवाभ्युपगन्तव्यं बाह्यप्राणातिपातव्यापारः शुद्धस्य साधोर्न बन्धाय भवतीति ॥ (ओघनि. गा. ५२) ભાવાર્થ - ગમનની ક્રિયા સમાન હોવા છતાં ગૃહસ્થને કર્મબંધ અને સાધુને કર્મબંધનો અભાવઃ
ઉપદ્રવવાળા માર્ગને છોડીને લોકો નિરુપદ્રવ માર્ગમાંથી જાય છે ત્યારે તેઓના ગમનથી પ્રાણાતિપાતઆદિ બાહ્ય વ્યાપાર થાય છે તેના જેવો પ્રાણાતિપાતાદિનો બાહ્ય વ્યાપાર સાધુથી પણ થતો હોય, તોપણ તેમાં સમાનતા નથી; કેમ કે તે પ્રાણાતિપાતઆદિ વ્યાપારથી ગૃહસ્થને કર્મબંધ થાય છે અને સાધુને કર્મબંધ થતો નથી. જો એવું ન માનવામાં આવે તો, શાસ્ત્રમાં જે કહ્યું છે કે “ભગવાનની આજ્ઞા અનુસાર ચારિત્રાચારની શુદ્ધ ક્રિયા કરનાર સાધુની પ્રાણાતિપાતની ક્રિયા અફલ છે અર્થાત્ તે સાધુને તેનાથી લેશ પણ કર્મબંધ થતો નથી” તે કથનનો વિરોધ થાય.
આનાથી એ ફલિત થયું કે પરિપૂર્ણ યતનાપરાયણ એવા સાધુ મોક્ષ માટે ઉપદ્રવવાળા માર્ગને છોડીને નિરુપદ્રવ જીવાકુલ ભૂમિમાંથી જતા હોય તોપણ, તેના કારણે જે કાંઈ હિંસા થાય, તે હિંસાકૃત લેશ પણ કર્મબંધ થતો નથી; કેમ કે તેમને હિંસાનો અધ્યવસાય નથી, એટલું જ નહીં પણ સંયમવૃદ્ધિમાં અપ્રમાદભાવથી યત્ન છે, અને સંયમવૃદ્ધિમાં અપ્રમાદભાવના યત્નથી કર્મબંધ થાય નહીં. પદા અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ય :
અને તે રીતે કહે છે –
ભાવાર્થ :- તથા ગં અને તે રીતે=પૂર્વગાથામાં બતાવ્યું કે ગૃહસ્થથી અને સાધુથી સમાન હિંસા થઈ હોવા છતાં તે હિંસાકૃત કર્મબંધ ગૃહસ્થને થાય છે અને યતનાશુદ્ધ સાધુને લેશ પણ કર્મબંધ થતો નથી. તે અન્ય યુક્તિથી પણ ગાથામાં બતાવે છે –
ગાથા :
इक्कंमि वि पाणिवहंमि, देसिअं सुमहदंतरं समए । एमेव णिज्जरफला, परिणामवसा बहुविहीआ ॥७॥ एकस्मिन्नपि प्राणिवधे देशितं सुमहदन्तरं समये । एवमेव निर्जरफला परिणामवशाद् बहुविधाः ॥५७||