________________
૭૮
યતિલક્ષણસમુચ્ચય પ્રક્શણ / ગાથા : ૫૯
ભગવાન અને શ્રેયાંસકુમાર પૂર્વભવમાં સાથે અનશન કરીને ૩૩ સાગરોપમના આયુષ્યવાળા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેથી દેવભવમાં બંનેનું આયુષ્ય ૩૩ સાગરોપમનું હતું. આમ છતાં શ્રેયાંસકુમારના આયુષ્ય કરતાં ઋષભદેવ ભગવાનનું દેવભવનું ૩૩ સાગરોપમનું આયુષ્ય કંઈક ન્યૂન હતું, તેથી શ્રેયાંસકુમાર કરતાં ઋષભદેવ ભગવાનનો જન્મ કંઈક વહેલો થયો હતો, તોપણ એમ કહેવાય કે ઋષભદેવ ભગવાન અને શ્રેયાંસકુમાર બને ૩૩ સાગરોપમના દેવઆયુષ્યનો ભોગ પૂર્ણ કરીને મનુષ્યરૂપે જન્મ્યા. તે રીતે સંસારના હેતુઓ કરતાં મોક્ષના હેતુઓમાં એકાદ હેતુની ન્યૂનતા કે અધિકતા હોય તોપણ બંનેના હેતુઓથી અસંખ્યાત લોકાકાશો પૂર્ણ છે તેમ કહી શકાય; પણ તુલ્ય કહેવાથી એ ફલિત થયું કે સંસારના અને મોક્ષના હેતુઓની સંખ્યામાં એક પણ સંખ્યાની વિષમતા નથી.
ઓશનિયુક્તિ ગાથા-૫૪ની ટીકામાં “નનુ...ને વ્યા' નો ભાવાર્થ :
નન થી શંકા કરે છે કે ગાથામાં કેવળ “તુલ્ય” જ ગ્રહણ કેમ ન કર્યું ? જે કારણથી વળી, પૂર્ણ પણ ગ્રહણ કરાય છે? શંકાકારનો આશય એ છે કે સંસાર અને મોક્ષના હેતુઓ તુલ્ય છે તેમ કહેવાથી પૂર્ણ કહેવાની જરૂર નથી. આમ છતાં, ગાથામાં કેમ કહ્યું કે સંસારના અને મોક્ષના હેતુઓથી લોક પૂર્ણ છે? અર્થાત “અસંખ્યાત લોકાકાશો પૂર્ણ છે” એમ કહેવાની જરૂરત રહેતી નથી; કેમ કે સંસારના અને મોક્ષના હેતુઓની સંખ્યા તુલ્ય કહેવાથી જ બન્નેના હેતુઓથી અસંખ્યાત લોકાકાશો પૂર્ણ છે, એ અર્થ પ્રાપ્ત થઈ જાય છે.
તેનો ઉત્તર આપતાં પ્રતિવચન કહેવાય છે
સંવલિત એવા સંસાર અને મોક્ષના હેતુઓ કેવળ તુલ્ય ગ્રહણ વડે કરીને લોકતુલ્ય છે અર્થાત્ સંસાર અને મોક્ષ બન્નેના હેતુઓ અસંખ્યાત લોકતુલ્ય છે=અસંખ્યાત લોકની સંખ્યા તુલ્ય છે એ પ્રમાણે કોઈને બુદ્ધિ થાય, તે કારણથી પૂર્ણ પણ ગ્રહણ કરાય છે. બન્નેથી પણ સંસારના હેતુઓથી અને મોક્ષના હેતુઓથી પણ પૂર્ણ છે, એ પ્રમાણે જાણવું.
આશય એ છે કે બન્નેના હેતુઓથી અસંખ્યાત લોકાકાશો પૂર્ણ ભરાયેલાં છે તેમ ન કહેવામાં આવે, અને એમ કહેવામાં આવે કે સંસારના અને મોક્ષના હેતુઓ અસંખ્ય લોકતુલ્ય છે, તો કોઈને એવી બુદ્ધિ થાય કે અસંખ્યાત લોકની સંખ્યા સમાન અસંખ્યાતા સંસારના અને મોક્ષના હેતુઓ છે, અને પૂર્ણ કહેવાથી એ પ્રાપ્ત થાય કે અસંખ્યાત લોકની સંખ્યા સમાન સંસાર અને મોક્ષના હેતુ નથી, પરંતુ અસંખ્યાત લોકના જેટલા આકાશપ્રદેશ છે તેની સંખ્યા તુલ્ય સંસારના અને મોક્ષના હેતુઓ છે; કેમ કે અસંખ્યાતલોક બન્નેના હેતુથી પૂર્ણ છે એમ કહેવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે અસંખ્યાત લોકાકાશી અંતર્ગત દરેક લોકના એક એક આકાશપ્રદેશ પર એક એક હેતુને કલ્પનાથી મૂકવામાં આવે તો તે અસંખ્યાત લોકાકાશો પૂર્ણ ભરાઈ જાય.
આનાથી એ પ્રાપ્ત થયું કે રાગ-દ્વેષ અને મોહવાળા જીવોને ત્રણ લોકમાં રહેલા પદાર્થો સંસારના હેતુઓ થાય છે, અને ભગવાનના વચનની શ્રદ્ધાવાળા રાગાદિ રહિત એવા સાધુઓને ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરતા હોય તો તે જ પદાર્થો મોક્ષના હેતુઓ થાય છે.