________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૫૮-૫૯
અહીં વિશેષ એ છે કે ગાથા-૫૩ માં પ્રશ્ન કર્યો કે સંસારી જીવો પણ ઉપદ્રવવાળા માર્ગને છોડીને નિરુપદ્રવ માર્ગથી જાય છે, અને સાધુ પણ ઉપદ્રવવાળા માર્ગને છોડીને નિરુપદ્રવ માર્ગથી જાય છે, તેથી બંનેની પ્રવૃત્તિ સમાન હોવા છતાં લોક કરતાં સાધુનો શું ભેદ છે ? તેનું સમાધાન ગાથા-૫૪ થી ૫૭ સુધી આપ્યું હવે તેની જ પુષ્ટિ પ્રસ્તુત ગાથાથી પણ થાય છે. તે આ રીતે
જેટલા હેતુ સંસારના છે તેટલા જ હેતુ મોક્ષના છે. તેનાથી એ પ્રાપ્ત થયું કે લોક ઉપદ્રવવાળા માર્ગને ઇચ્છતા નથી તેમ સાધુ પણ ઉપદ્રવવાળા માર્ગને ઇચ્છતા નથી, અને બન્ને નિરુપદ્રવ પથથી જાય છે. તેથી બન્નેની ક્રિયા સમાન છે; તોપણ રાગ-દ્વેષથી આકુળ એવા લોકની તે પ્રવૃત્તિ સંસારનો હેતુ છે અને ભગવાનના વચનની રુચિવાળા, રાગાદિથી રહિત, યતનાપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરનારા એવા મુનિની તે જ પ્રવૃત્તિ મોક્ષનો હેતુ છે. પટો અવતરણિકા :
एवं तावत्प्रमाणमिदमुक्तम्, इदानीं येषाममी त्रैलोक्यापन्ना पदार्था बन्धहेतवो भवन्ति न भवन्ति च येषां तदाह - અવતરણિકાર્ય :
આ રીતે=ગાથા-૫૮માં કહ્યું એ રીતે, તેટલા પ્રમાણવાળું અસંખ્યાત લોકાકાશોના અસંખ્ય અસંખ્ય પ્રદેશોની સંખ્યાના પ્રમાણવાળું, આ=ભવના અને મોક્ષના હેતુઓનું પ્રમાણ કહેવાયું. હવે જેઓને ત્રણ લોકમાં રહેલા આ પદાર્થો=ભાવો બંધના હેતુઓ થાય છે, અને જેઓને બંધના હેતુઓ નથી થતા, તેને કહે છે –
ગાથા :
इरिआवहमाईआ, जे चेव हवंति कम्मबंधाय । अजयाणं ते चेव उ, जयाणं णिव्वाणगमणाय ॥५९॥ ईर्यापथाद्या य एव भवन्ति कर्मबन्धनाय ।।
अयतानां त एव यतानां निर्वाणगमनाय ॥५९।। ગાથાર્થ :
જે જ ઈયપિથ આદિ વ્યાપારો અયતનાવાળાઓને કર્મબંધ માટે થાય છે, તે જ ઇપિથ આદિ વ્યાપારો વતનવાળાઓને મોક્ષગમન માટે થાય છે. IFપલા
ટીકા :___ 'ईर गतिप्रेरणयोः' ईरणमीर्या, पथि ईर्या, ईर्यापथं-गमनागमनमित्यर्थः, ईया पथमादौ येषां ते ईर्यापथाद्याः, आदिशब्दाद्दष्टवागादिव्यापारा गृह्यन्ते, ईर्यापथाद्या व्यापारा य एव भवन्ति